અનુપમ ખેર અને આશા ભોંસલેને એવોર્ડ મળશે
-દીનાનાથ મંગેશકર એવોર્ડઝ્ની જાહેરાત થઇ
-વિવિધ ક્ષેત્રની સેલેબ્રિટીજને બિરદાવે છે
મુંબઇ તા.૧૭
સિનિયર અભિનેતા અનુપમ ખેર અને આવરદાના નવમા દાયકામાં પણ હજ્જારો સંગીતરસિકોને ડોલાવતી ગાયિકા આશા ભોંસલેનાં નામો ચાલુ વર્ષના દીનાનાથ મંગેશકર એવોર્ડઝ્ની યાદીમાં ચમક્યાં હતાં.
સ્વર કિન્નરી લતા મંગેશકર અને આશા ભોંસલેના પિતા દીનાનાથ મંગેશકરની સ્મૃતિમાં દર વરસે વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રની સેલેબ્રિટીઝને આ કલાકારના એેવોર્ડ દ્વારા બિરદાવવામાં આવે છે.
૨૪ એપ્રિલે યોજાનારા ૭૬મા દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહમાં ફિલ્મ સૃષ્ટિમાં અનેરા પ્રદાન બદલ સિનિયર અભિનેતા અનુપમ ખેરને સ્પેશિયલ એવોર્ડ અપાશે જ્યારે આશા ભોંસલેને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવશે. સરોદ સમ્રાટ અમજદ અલી ખાનને પણ સંગીતના ક્ષેત્રે વિરલ પ્રદાન માટે એવોર્ડ એનાયત કરાશે.
એવોર્ડ એનાયત થઇ ગયા બાદ કથક સમ્રાટ બિરજુ મહારાજ અને શાશ્વતી સેન કથક નૃત્ય રજૂ કરશે.
Post Comments
વાઘા બૉર્ડર પર પ્રોટોકૉલ તોડીને પાક. ક્રિકેટરે ઉશ્કેરણીજનક હરકત કરી
ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને આસાનીથી હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો દિલ્હી ડેર ડેવિલ્સ સામે છ વિકેટથી વિજય
ભારતને પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમવા હજુ પણ રાહ જોવી પડશે
નડાલનો રેકોર્ડ ૧૨મી વખત મોન્ટે કાર્લો માસ્ટર્સની ફાઈનલમાં પ્રવેશ
IPLમાં લેગ સ્પિનરોની બોલબાલા જોવા મળી છે
કિંગ્સ ઈલેવન પંજાબે ડકવર્થની મદદથી નાઈટ રાઈડર્સને હરાવ્યું
રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફાર થવાની ચર્ચા
સોનમ કપૂરના લગ્નમાં કરણ જોહર સલમાન ખાન સાથે પરફોર્મ કરે તેવી ચર્ચા
રાધિકા ફરી હોલિવૂડમાં અભિનયના ઓજસ પાથરશે
બાહુબલી-૨ હવે ચીનમાં રિલિઝ થશે
ત્રણ વર્ષે રણબીર-દીપિકા રેમ્પ પર સાથે દેખાયા
કોરિયોગ્રાફર ગીતા ગરોળીથી ડરીને સેટ છોડી જતી રહી
સુનિલને સલમાનની ફિલ્મમાં કામ મળ્યું
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News