Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

The sequel to Dangal is in the pipeline

-અર્જુન કપૂરે કેટરિનાની ઠેકડી ઊડાવી

-જો કે પાછળથી વાત વાળી પણ લીધી

મુંબઇ તા.૧૨

 હોનહાર અભિનેતા અર્જુન કપૂર આજકાલ કેટરિનાની પાછળ પડી ગયો હોય એ રીતે એની ઠેકડી ઊડાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

થોડા સમય પહેલાં એણે પરિણિતી ચોપરાની આવીજ ઠેકડી ઊડાવી હતી અને ખાસ તો એને જાહેરમાં પૂછ્યું હતું કે ગોવામાં પ્રિયંકા ચોપરાએ એના વિદેશી બૉયફ્રેન્ડ સાથે શું કર્યું હતું એ કહે તો ખરી ?

હવે એ કેટરિનાની પાછળ પડયો છે. પહેલાં એણે ટ્વીટ કરી કે અરરર, કેટરિના તારા વાળમાં તો ખોડો પડયો છે... જો કે થોડા સમય પછી એણે વાતને વાળી લેતાં બીજી ટ્વીટ કરી કે હં... જો હવે ઓલ ક્લીયર. હવે તારા વાળ કેવા ચળકતા અને સુંવાળા થઇ ગયા ...સરસ કામ કર્યું હો તેં... !

કેટરિનાએ એને જવાબ આપતાં ટ્વીટ કરી કે હું જાણું છું કે તારે મારા વર્ક આઉટ જેવા પોઝ કરવા છે... હું દબંગ ટુર પતાવીને પાછી સ્વદેશ આવીશ ત્યારે તને શીખવાડીશ... હું નહીં તો વરુણ ધવન પણ તને શીખવાડી દેશે...

ત્યારબાદ અર્જુને કેટરિનાને એની બર્થ ડે પર આગોતરી ગીફ્ટ આપતી ટ્વીટ કરી હતી અને કેટરિનાના એક ગીતની પેરોડી લખી હતી.

Post Comments