Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

-અનિલ કપૂર અને માધુરી સાથે ફિલ્મ કરવાનાં છે

૧૭ વર્ષ પછી બંને સાથે કામ કરશે

-અગાઉ ઘણી હિટ ફિલ્મો આપી હતી

મુંબઇ તા.૭

વીતેલા દાયકાઓમાં તેઝાબ, રામ લખન વગેરે ઘણી સુપરહિટ ફિલ્મો આપનારી જોડી અનિલ કપૂર અને માધુરી દીક્ષિત નજીકના ભવિષ્યમાં એક ફિલ્મ સાથે કરવાના હોવાની માહિતી મળી હતી.

લગભગ સત્તર વર્ષના સમયગાળા બાદ બંને સાથે ચમકવાનાં છે. તેમની કેમિસ્ટ્રી એક કરતાં વધુ ફિલ્મોમાં દર્શકોએ બિરદાવી હતી અને ફિલ્મો હિટ નીવડી હતી. છેલ્લે બંનેએ ૨૦૦૦માં પુકાર ફિલ્મ સાથે કરી હતી.

૧૯૯૦ના દાયકામાં ટોચના ફિલ્મ સર્જક ઇન્દ્ર કુમાર સાથે દિલ, બેટા અને રાજા જેવી હિટ ફિલ્મો કરનારી આ જોડી ઇન્દ્ર કુમાર કેમ્પમાં ફરી એકવાર પાછી ફરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. આ ફિલ્મ ૨૦૧૮માં ફ્લોર પર જવાની છે. અત્યારે આ ફિલ્મને ટોટલ ધમાલ ટાઇટલ આપવામાં આવ્યું છે.

માધુરી દીક્ષિતે આ સમાચારને સમર્થન આપતાં કહ્યું કે આ વાત સાચી છે. અમે બંને સત્તર વર્ષના સમયગાળા બાદ ફરી એક ફિલ્મ સાથે કરીશું. હું આ ફિલ્મ ફ્લોર પર જાય એની પ્રતીક્ષા કરી રહી છું. આ ફિલ્મ એક મનોરંજક કોમેડી ફિલ્મ હશે.

Post Comments