Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લો કરો વાત, હવે સંજુબાબા આત્મકથા લખશે

-સંજુ ફિલ્મ સફળ થઇ એટલે વિચાર આવ્યો

-૨૦૧૯માં આત્મકથા પ્રગટ થશે

મુંબઇ તા.૧૨

 સિનિયર અભિનેતા સંજય દત્ત હવે પોતાની આત્મકથા પ્રગટ કરશે એવી માહિતી મળી હતી. એની બાયો-ફિલ્મ સંજુ સુપરહિટ નીવડી એટલે હવે સંજયને આત્મકથા લખવાનો વિચાર આવ્યો હોવાનું એની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું.

૨૦૧૯માં આ આત્મકથા છપાઇને બજારમાં આવશે. જગપ્રસિદ્ધ પ્રકાશન સંસ્થા હાર્પર કોલીન્સ આવતા વરસે સંજય દત્તના ૬૦મા બર્થ ડે પર જૂનની ૨૯મીએ આ આત્મકથા પ્રગટ કરશે. આ આત્મકથામાં સંજયની તમામ ખૂબી અને ખામી એનાં સ્ખલનો સાથે પૂરેપૂરી પ્રમાણિકતાથી રજૂ થશે એવું એની નિકટનાં સૂત્રો કહે છે. ઔએક નિવેદનમાં સંજય દત્તે કહ્યંુ કે મેં જીવનમાં એટલા બધા ચડાવ ઉતાર જોયા છે અને એટલી બધી લીલી સૂકી અનુભવી છે કે પૂછો ન વાત. મને એ બધી વાતો કહેવાની તક અગાઉ કદી મળી નહોતી. હવે મને લાગે છે કે મારે એ બધી વાતો જાહેરમાં મૂકવી જોઇએ. એક વ્યક્તિ પોતાની પંચાવન સાઠ વર્ષની આવરદામાં કેટકેટલા ચડાવ ઉતાર અનુભવી શકે છે એ આ પુસ્તકમાં આવરી લેવાની યોજના છે.

રાજકુમાર હીરાણીએ તાજેતરમાં સંજુ ફિલ્મમાં કેટલીક ઘટનાઓ વર્ણવી હતી. અન્ય કેટલાક લેખકોએ પણ સંજય દત્ત વિશે પુસ્તકો લખ્યાં છે. હવે સંજય દત્ત પોતે પોતાની વાત કરવા થનગની રહ્યો છે. સંજય માને છે કે પોતાની જીવનકથા એ પોતેજ સાચ્ચા અર્થમાં લખી શકે. એ સો ટકા પ્રમાણિક રહીને તથા સત્યને વળગી રહીને આ આત્મકથામાં બધું વર્ણવશે એવું એ કહે છે.

એના પ્રકાશકે કહ્યું હતું કે ૧૯૮૦ના દાયકામાં અભિનય ક્ષેત્રે પ્રવેશ્યા બાદના અનુભવો, ડ્રગની ચુંગાલમાંથી છૂટયા બાદ સખત મહેનત દ્વારા કસરતી કાયા બનાવવાનો એનો પુરુષાર્થ, ગેરકાયદે હથિયાર રાખવા માટે એને મળેલો કારાવાસ અને એ કારાવાસના એના અનુભવો વગેરે આ પુસ્તકમાં રજૂ થશે.

Post Comments