Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હંસલ મહેતાએ સિમરનના દસ કટ્સ સ્વીકારી લીધા

-અલીગઢ ફિલ્મ વખતે ખાસ્સો હોબાળો થયો હતો

-આ વખતે ચૂપચાપ કટ્સ સ્વીકારી લીધા

નવી દિલ્હી/ મુંબઇ તા.૧૪

 સિનિયર ફિલ્મ સર્જક હંસલ મહેતાએ પોતાની રજૂઆતને આરે ઊભેલી ફિલ્મ સિમરન માટે કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડે સૂચવેલા દસ કટ્સ સ્વીકારી લીધા હતા.

એક ગુજરાતી એનઆરઆઇ મહિલા જુગારમાં મોટી રકમ હારી જતાં બેંક લૂંટવાનો પ્લાન બનાવે છે એવી કથા ધરાવતી આ ફિલ્મમાં કંગના રનૌત મુખ્ય રોલ ભજવી રહી છે અને છેલ્લા થોડા દિવસથી કંગના ફિલ્મના પ્રમોશનના ભાગ રૃપે જૂની નવી વાતો જાહેર કરીને નીત નવા વિવાદો સર્જી રહી છે.

સેન્સર બોર્ડે મહિલાઓનો ગૌરવભંગ કરતા એક શબ્દનો વારંવાર થયેલા ઉપયોગને રદ કરવાનું સૂચન કર્યું હતું. નીચલા વર્ગના લોકો મો વપરાયેલો અપમાનજનક શબ્દ અને મુસ્લિમોનો હીન ઉલ્લેખ પણ ફિલ્મમાંથી રદ કરાયો હતો. સેક્સનાં દ્રશ્યો દરમિયાન મોટા અવાજે કરાતા ઉંહકારાનો ધ્વનિ નીચો કરવાની પણ સૂચના અપાઇ હતી.

સેન્સરના એક સૂત્રે કહ્યું હતું કે સેક્સ દરમિયાન થતા ધ્વનિ અન્ય વાંધાજનક બાબતો કરતાં વધુ ઉશ્કેરણીજનક હતા. કેટલાક હિંસાના દ્રશ્યો પણ કટ કરાયા હતા.

Post Comments