Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આલિયા ભટ્ટ પોતાનો બર્થ ડે રણબીર કપૂર સાથે ઊજવશે

-૧૫ મી માર્ચે એટલે કે ગુરુવારે એ ૨૪ વર્ષની થશે

-હાલ બલ્ગેરિયામાં બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં બીઝી છે

મુંબઇ તા.૧૪

 ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટ આવતી કાલે આવી રહેલો એનો બર્થ ડે બલ્ગેરિયામાં રણબીર કપૂર સાથે ઊજવશે એવી માહિતી મળી હતી.

ઘણા લાંબા સમય પછી એવું બન્યું છે કે આલિયા પોતાના જન્મદિવસે મુંબઇમાં નથી. આવતી કાલે ગુરુવારે ૧૫ માર્ચે આલિયા ૨૪ વર્ષની થશે. સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની પુત્રી એવી આલિયા ભટ્ટ હાલ પોતાના ગૉડફાધર સમા ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની સુપરહીરો સિરિઝની પહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગ માટે બલ્ગેરિયામાં છે.

૨૦૧૨માં કરણ જોહરની જ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યરથી આલિયાએ પોતાની અભિનય કારકિર્દી શરૃ કરી હતી. ત્યારબાદ એ ઝડપભેર એ લિસ્ટના કલાકારોની યાદીમાં આવી ગઇ હતી. ઊડતા પંજાબ ફિલ્મમાં એણે કરેલા ડ્રગ એડિક્ટના રોલ માટે એને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.

બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં એ પહેલીવાર રણબીર કપૂર સાથે ચમકી રહી છે. થોડા સમય પહેલાં રણબીર અને એેની વચ્ચે અફેરની વાતો પણ વહેતી થઇ હતી. જો કે આલિયાના દોસ્તોએ એને ચેતવી હતી કે રણબીરની નજીક જવામાં મજા નથી. એ વારાફરતી ગર્લફ્રેન્ડ બદલતો રહ્યો છે. એના પર ભરોસો મુકતી નહીં.

આમ તો કરણ જોહર આલિયાના બર્થ ડે પર હાજર રહેવાનો હતો પરંતુ એે શક્ય નહીં બને કારણ કે કરણની માતા હીરુ જોહર ૧૮મીએ ૭૫ વર્ષનાં થઇ રહ્યાં છે એ નિમિત્તે કરણ એક જોરદાર ઊજવણી કરવાના મૂડમાં છે અને એની તૈયારીમાં વ્યસ્ત છે.

Post Comments