Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આલિયા ભટ્ટ સોશયલ મીડિયા પર પહેલા સ્થાને આવી ગઇ

- તેણે આ બાબતે દીપિકા પદુકોણ અને પ્રિયંકાચોપરાને પણ પાછળ છોડી દીધી

(પ્રતિનિધિ દ્વારા)  મુંબઇ,તા. ૧૩ જૂન 2018, બુધવાર

મહેશ ભટ્ટની પુત્રી આલિયાએ બોલીવૂડમાં ડેબ્યુ કર્યું ત્યારથી જ રૃપેરી પડદે ધૂમ મચાવી રહી છે. હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ 'રાઝી' થી તેણે પૂરવાર કરી દીધું છે કે તે પોતાના દમ પર જ ફિલ્મને રૃા. ૧૦૦ કરોડની ક્લબ સુધી પહોંચાડી શકે છે. હવે તે સોશયલ મીડિયા પર પણ યુઝર્સોની ચહિતી થઇ ગઇ છે. તે સોશયલ મીડિયાના એક સર્વેમાં પ્રથમ સ્થાને રહી છે.

તાજેતરમાં થયેલા એક સર્વેમાં આલિયા ૧૦૦ ગુણાંક સાથે 'મોસ્ટ એજિંગ એકટ્રેસ ઓન ટ્વિટર બની ગઇ છે. આલિયાએ આ બાબતમાં હોલીવૂડમાં પોતાની ઓળખ બનાવી ચુકેલી પ્રિયંકા ચોપરાને બહુ પાછળ મુકી દીધી છે.

આ યાદીમાં ૮૯ ગુણાંક મેળવીને અનુષ્કા શર્મા બીજા સ્થાને છે. જ્યારે દીપિકા પદુકોણે ૭૯ ગુણાંક મેળવીને ત્રીજા સ્થાને અને જેકલિન ફર્નાન્ડિસ ૬૪ પુણાંક મેળવીને ચોથા સ્થાને જ્યારે પ્રિયંકા ચોપરાને ફક્ત ૬૩ ગુણાંક જ મળ્યા છે અને તે પાંચમા સ્થાને છે.

કંપનીના સહ-સંસ્થાપકનું કહેવું છે કે આલિયાની ફિલ્મ 'રાઝી'નું હિટ થવું, તેમજ રણબીર કપૂર સાથેના તેના સંબંધની ચર્ચા ઉપરાંત રણબીર અને અમિતાભ સાથેની કરણ જોહરની ફિલ્મ છે.

આલિયા પોતાના દેખાવ અને અભિનય દ્વારા ુયુવાનોની પ્રથમ પસંદગી બની રહી છે. ટ્વિટર પર તે 'મોસ્ટ એંગેજિંગ એકટ્રેસ ઓફ બોલીવૂડ બની ગઇ છે. અમેરિકાની એક કંપનીએ કરેલા સર્વે દ્વારા આલિયા યુવાનોની પ્રથમ પસંદગી બની ગઇ છે.

Post Comments