Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એવોર્ડસ નોમિનેશનમાં અક્ષય કુમારની અવગણના થઇ

- પરિણામે ટ્વિટર પર અભિનેતાના પ્રશંસકોએ હોબાળો મચાવ્યો

મુંબઇ,તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
હાલ એવોર્ડ સમારંભની સીઝન ચાલી રહી છે. તેવામાં આઠ એવોર્ડસ નોમિનેશનમાં અક્ષય કુમારનું એક પણ યાદીમાં નામ જોવા ન મળતાતેના પ્રશંસકો નારાજ થઇ ગયા છે.

વાસ્તવમા ં આ અઠવાડિયે એક પ્રતિષ્ઠિત એેવોર્ડસના નોમિનેશનની યાદી બાહર પાડવામાં આવી જેમાં ક્યાંય અક્ષય કુમારનાનામનો ઉલ્લેખ જોવા મળ્યો નથી.અક્ષયની ૨૦૧૬માં 'હાઉસફુલ, એરલિફ્ટ, અને રૃસ્તમ એમ ત્રણ ફિલ્મો રીલિઝ થઇ છે તેમજ ઢિશુમમાં પણ એણે કેમિયો કર્યો હતો.પરંતુ એ ફિલ્મનો પણ કોઇ યાદીમાં ઉલ્લેખ નથી. એવોર્ડસમાં અક્ષયની રૃસ્તમનું નામ બેસ્ટ પ્લેબેક સિંગર આતિફ અસલમ માટે છે.

બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડતાઆ અભિનેતાનું નામ નોમિનેશનમાં ન હોવાથી તેના ચાહકો ભડકી ગયા છે. ઘણાએ તો એવી ટીપણી પણ કરી છે કે ભૂતકાળમાં સ્પેશયલ ૨૬ અને બેબીને નજર અંદાજ કરવામાં આવી હતી. હવે તેની ત્રણ-ત્રણ ફિલ્મની અવગણના કરવામાંઆવી છે. કોઇએ તો વળી એવોર્ડસને 'બિકાઉ' કહ્યો છે. લોકોને એરલિફ્ટ જેવી ફિલ્મ પ્રત્યે દુર્લક્ષ સેવ્યાનો ખેદ છે.

અક્ષયે મજાકમાં ઘણી વખત કહ્યું છે કે એવોર્ડ  શોમાં હું એવોર્ડ મેળળવાની આશાએ જ નાચવા જાઉં છું.જોકે અભિનેતાને પોતાને એવોર્ડ ન મળ્યાનો વસવસો કદી જાહેર કર્યો નથી.

Post Comments