Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આદિલ હુસૈનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાયો

-વૉશિંગ્ટન ડીસી સાઉથ એશિયન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં બિરદાવાયો

-મુક્તિ ભવન ફિલ્મના રોલ માટે આ એવોર્ડ અપાયો

લોસ એંજલ્સ તા. ૧૪

 લાઇફ ઑફ પાઇ, ઇંગ્લીશ વીંગ્લીશ, કમીને, પાર્ચ્ડ અને લૂટેરા જેવી ફિલ્મોના અભિનેતા આદિલ હુસૈનને એના મુક્તિ ભવન ફિલ્મના રોલ માટે વૉશિંગ્ટન ડીસી સાઉથ એશિયન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટરના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

આદિલે સોશ્યલ મિડિયા પર પોતાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવા બદલ પોતાના હજ્જારો ફેન્સ અને ફેસ્ટિવલના નિર્ણાયકોનો જાહેર આભાર માન્યો હતો.

આ ફેસ્ટિવલમાં દર વરસે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રી લંકા અને નેપાળની ઓલ્ટરનેટિવ સિનેમા તરીકે ઓળખાતી ફિલ્મો રજૂ થાય છે અને એના કલાકારોને બિરદાવવામાં આવે છે. મુક્તિ ભવનમાં વારાણસીના ઘાટ પર મોક્ષ મેળવવાની ઝંખના કરતા દયા નામના પાત્રની વાત છે જે પુત્ર રાજીવ સાથે ત્યાં રહે છે. દરમિયાન, દયા એક વિધવા સ્ત્રીના સંપર્કમાં આવે છે અને રાજીવ અવઢવમાં રહી જાય છે એવી વાત છે.

Post Comments