Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આમિર ખાન સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મ માટે ગાશે ?

-હજુ કશું ફાઇનલ થયું નથી

-ફિલ્મમાં આમિર હોનહાર ગાયિકાના માર્ગદર્શકના રોલમાં છે

મંુબઇ તા.૨૦

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાન એની આગામી ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારમાં એક ગીત ગાય એવી શક્યતા હોવાની માહિતી મલી હતી.

આ માહિતી આપનારાં સૂત્રોએ કહ્યું કે હજુ જો કે વાત પ્રાથમિક તબક્કામાં છે. કશું ફાઇનલ થયું નથી. ફિલ્મ સર્જકો આમિરને એવું ઠસાવી રહ્યા છે કે એણે આ ફિલ્મમાં એકાદ ગીત ગાવું જોઇએ.

આમ જુઓ તો આ ફિલ્મના આમિરના રોલમાં એ ગીત ગાય એ યોગ્ય પણ ગણાશે. આ ફિલ્મમાં એ સંગીતના શિક્ષક કે જાણકારનો રોલ કરે છે જે વડોદરા સ્થિત એક મુસ્લિમ બાળા જે હોનહાર ગાયિકા છે એને ટોચ પર લાવવામાં નિમિત્ત બને છે. આમ આ પાત્ર એવું છે જે ગાય તો કશું અનુચિત નહીં લાગે.

વરસો લગી અન્યના સહાયક ડાયરેક્ટર તરીકે કેટલીક ફિલ્મો કરનારા અદ્વૈત ચંદનની આ ફિલ્મ છે. આમિરની પત્ની કિરણ રાવની ફિલ્મ ધોબી ઘાટમાં પણ અદ્વૈત કિરણનો આસિસ્ટન્ટ હતો.

આ ફિલ્મ ચાલુ વર્ષના ઑગષ્ટની ચોથી એ રજૂ કરવાની ડાયરેક્ટરની યોજના છે.

Post Comments