Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એ આર રહેમાને જીવનકથા સ્વેચ્છાએ પ્રગટ કરાવી

-ઓસ્કાર વિજેતા સંગીતકાર વિશે લોકો બહુ ઓછું જાણે છે

- ચેન્નાઇના લેખકે લખી છે, ઑગષ્ટમાં પ્રગટ થશે

ચેન્નાઇ /મુંબઇ તા.૧૪

ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાને પોતાની જીવનકથા પ્રગટ કરવાની પરવાનગી આપ્યા બાદ હવે આ પુસ્તક ઑગષ્ટમાં પ્રકાશિત થશે એવી જાણકારી મળી હતી.

ચેન્નાઇના એેક લેખક કૃષ્ણ ત્રિલેાકે આ જીવનકથા લખી છે. અગાઉ લંડન સ્થિત પત્રકાર ફિલ્મ સર્જક નસરીન મુન્ની કબીરે રહેમાન સાથે સવાલજવાબનું એક પુસ્તક પ્રગટ કર્યું હતું. સ્વભાવે અંતર્મુખ હોવાથી રહેમાન બહુ બોલતા નથી. એમણે ડઝનબંધ હિન્દી ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે પરંતુ એમના વિશે લોકો બહુ ઓછી માહિતી ધરાવે છે. એટલે ખૂબ આગ્રહ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ પુસ્તક લખવાની રજા આપી હતી એવું ત્રિલોકે કહ્યું હતું.

આ પુસ્તકને નોટ્સ ઑફ ધ ડ્રીમઃ એન ઓથોરાઇઝ્ડ બાયોગ્રાફી ઑફ એ આર રહેમાન એવું ટાઇટલ આપવામાં આવ્યું છે. ત્રિલોકે કહ્યું કે જાહેરખબરની જિંગલ્સના સ્વરનિયોજકથી ઓસ્કાર વિજેતા સંગીતકાર બનવા સુધીની રહેમાનની જીવનયાત્રા આ પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે. જે મહાનુભાવે આપણી વચ્ચે પોઝિટિવ રીતે જીવ્યા છે એમની જેમ જીવન જીવવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. આ પુસ્તક દ્વારા મેં ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાનના વ્યક્તિત્વને અને એમના કૌટુંબિક જીવનને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છેે.

Post Comments