Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંધ્ર પ્રદેશના એક કિસાને પોતાના ખેતરમાં ચાડિયા તરીકે સની લિયોનીની તસવીર મુકી

- ખેડૂત આ રીતે પોતાના પાકને લોકોની બુરી નજરથી બચાવી રહ્યો હોવાનો દાવો

મુંબઇ,તા.૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

સની લિયોની એ ફિલ્મસર્જકો સાથે કામ કરીને તેમને ઘણા રૃપિયા કમાવી આપ્યા છે. પરંતુ આ વખતે તે આડકતરી રીતે એક કિસાનને મદદરૃપ બની છે. આંધ્ર પ્રદેશના એક ખેડૂતે પોતાના ખેતરમાં ચાડિયા તરીકે સની લિયોનીની તસવીર મુકીને પોતાના પાકને પશુ-પક્ષી તથા લોકોની બુરી નજરથી બચાવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આંધ્ર પ્રદેશના આ કિસાને પોતાના દસએકરના ખેતરમાં સની લિયોનની લાલ રંગની બિકીની પહેરેલી તસવીર મુકી છે. આ ચાડિયાના પોસ્ટર પર  તેલુગુમાં લખ્યું છે કે, મારાથી જલતા નહીં.

ખેડૂતનું કહેવું છે કે, જ્યારે પણ મારી ફસલ સારી થતી ત્યારે લોકો નજર લગાડતા હતા.સની લિયોનીની તસવીર ખેતરમાં મુકવાથી મને બે ફાયદા થયા છે. એક તો આ તસવીર ચાડિયાનું કામ કરી રહી છે, જ્યારે બીજું લોકોની બુરી નજરથી મારા પાકની સુરક્ષા કરી રહી છે. ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે, જે મારા ખેતર તરફ જુએ છે તેની આંખ સનીના પોસ્ટર પર જ ચોંટી જાય છે,આ રીતે ફસલ પ્રત્યે લોકોનું ધ્યાન જતું અટકે છે.

Post Comments