Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોબી દેઓલની બીજી ઇનિંગ રસપ્રદ છે

-ચારેક વર્ષ પહેલાં કારકિર્દી લગભગ છોડી દીધી હતી

-અત્યારે રેસ થ્રી અને હાઉસફૂલ ફોર બબ્બે ફિલ્મો કરે છે

મુંબઇ તા.૧૪

 પોતાની હાલકડોલક કારકિર્દી જોઇને ચારેક વર્ષ પહેલાં બોબી દેઓલે બોલિવૂડ છોડી દીધું હતું. ત્યારબાદ એ ભાગ્યે જ કોઇ ફિલ્મમાં દેખાયો હતો.પરંતુ આજે ફરી એનો સમય પલટાયો હોય એવું લાગે છે.

સિનિયર કલાકાર ધર્મેન્દ્રના આ બીજા ક્રમના પુત્રે છેલ્લે ૨૦૧૨માં પ્લેયર્સ ફિલ્મ કરી હતી. વચ્ચે થોડો સમય એણે ડીજે બોબી દેઓલ તરીકે કામ કરવાના પ્રયાસો કર્યા હતા. એક ક્લબમાં પોતાની ગુપ્ત ફિલ્મનું દુનિયા હસીનોં કા મેલા ગીત ગાયા બાદ એ ક્લબ છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારે એને કલ્પના પણ નહીં હોય કે એના સારા દિવસો ફરી આવી રહ્યા છે.

તાજેતરમાં સલમાન ખાને રમેશ તૌરાનીની ફિલ્મ રેસ થ્રી માટે બોબીની ભલામણ કરી હતી અને પ્રોડયુસરે બોબીને સાઇન કર્યો હતો. આ એની કમબેક ફિલ્મ બની રહેવાની છેે. એ પછી સાજિદ નડિયાદવાલાએ સલમાન ખાનની ભલામણ સ્વીકારીને બોબીને હાઉસફૂલ ફોર માટે સાઇન કર્યો હતો. આ ફિલ્મનું ડાયરેક્શન સાજિદ ખાન કરી રહ્યો છે. સાથોસાથ પોતાના હોમબેનરની યમલા પગલા દિવાના ફિર સેમાં પણ બોબી દેખાવાનો છે.

બોબીએ કહ્યું કે અગાઉ મેં અક્ષય કુમાર સાથે અજનબી, દોસ્તી, ફ્રેન્ડ્સ ફોર એવર અને અબ તુમ્હારે હવાલે વતન સાથીયોં જેવી ફિલ્મો કરી હતી. હવે સાજિદ નડિયાદવાલાની હાઉસફૂલ ફોરમાં અમે બંને ફરી સાથે કામ કરીશું.

Post Comments