Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિંદગી: રસ્સાખેંચની રમત. જે પ્રભુ સહારો લે, તેનો સદા જયવારો

જિંદગી એટલે દ્વંદ્વો વચ્ચેનો સંઘર્ષ. પછી ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે વર્તમાનકાળ.. દરેક કાળ-(સમયમાં) દ્વંદ્વો વચ્ચેની ખેંચાખેંચનો સંઘર્ષ ચાલુ જ રહે !

આશા- નિરાશા, સુખ- દુ:ખ, હાર-જીત, પ્રસન્નતા- ઉદાસીનતા, ચડતી-પડતી, શાન્તિ- અશાંતિ, ખુશી- નાખુશી, પ્રેમ-વેર, મારું- તારું, સદ્-અસદ, સુવિચાર- કુવિચાર, સ્વાર્થ- પરમાર્થ... ઓ હોહો ! આવાં તો કેટલાંયે જાતજાતનાં દ્વંદ્વોનો સંઘર્ષ આપણામાં રાત-દિન ચાલતો હોય છે. હાલતાં, ચાલતાં, ફરતાં, ખાતાં, પીતાં, ઊઘતાં, બેસતાં, ઉઠતાં, દ્વંદ્વોની ખેંચાખેંચમાં આપણી જિંદગી, ઘડીકમાં આબાજુ તો ઘડીકમાં પેલી બાજુ, બેહોશ બની જાણે લથડિયાં ખાય છે !

આપણે ત્યાં વર્ષોથી દોરડાખેંચ (રસ્સાખેંચ)ની રમત રમાય છે. આપણી જિંદગી વિશે વિચારીશું તો એમ જ લાગશે કે સવારથી સાંજ સુધી આપણામાં દ્વંદ્વોની રસ્સાખેંચ ચાલતી જ હોય છે. એમ કરતાં કરતાં 'રામ બોલો ભાઈ રામ' થઈ જઈએ ને વળી પાછા જન્મી 'હ..ઇસો'..એ..ઈ ! હ..ઇસો કરીને દોરડા ખેંચમાં જોડાઈ અધમૂવા બની જઈએ છીએ !

માનવીની જિંદગીમાં બે રસ્તા છે. ૧) શ્રેયમાર્ગ ૨) પ્રેય માર્ગ. શ્રેય એટલે એવો માર્ગ કે જેમાં પરમાત્માને સહારે સદ્જીવન જીવતાં જીવતાં જિંદગાનીને સફળ બનાવીએ છીએ. 'પ્રેય' એટલે એવા માર્ગ કે જેમાં સાસારિક- તૃષ્ણા- વાસના- માયામાં- રચ્યાપચ્યા રહી ' આસુરી જીવન' જીવાય છે. ભષ્ટ્રાચાર, દગો, કપટ, કામેચ્છા, વ્યસન, ખૂન, સત્તાલાલસા, જેવા કાદવથી ભરેલી જિંદગીઓના કાદવભર્યા દુર્ગંધ મારતા સમાચારોથી આજનાં છાપાં ખદબદે છે. અસત્- અનીતિનાં બળો આ બધાને ઊંડી ખાઈમાં ધકેલી દે છે.

જિંદગીની 'શ્રેય' અને ' પ્રેય' માર્ગની રસ્સાખેંચ ચાલુ જ હોય છે. પ્રભુ સહારે સત્જીવન શ્રદ્ધા- આત્મવિશ્વાસપૂર્વક જીવાય તો જિંદગીની રસ્સાખેંચની બાજી જીતી શકાય છે.

જિંદગીની સત્- અસત્ વચ્ચેની આ દોરડાખેંચ અટકવાની નથી. આપણે જાગૃત બની વિચારવાનું છે કે આપણી જિંદગી 'અસત્' તરફ. આસુરી બળો ખેંચી તો નથી જતાંને ? જો એવું હોય તો શ્રદ્ધાપૂર્વક પ્રભુના સહારે સદ્જીવન જીવવાનો સંકલ્પ કરો... તમે કલ્પના નહિ કરી હોય એવો ચમત્કાર સર્જાશે...' વાલિયો' વાલ્મિીકી ઋષિ બની શક્યો. દુરાચારી જેસલ સત્માર્ગી સંત બની શક્યો. ઇશ્વરનો મજબૂત સહારો પ્રાપ્ત કરવાથી દુનિયાની કોઈપણ તાકાત સામે જીતી શકાય છે.

પાંડવો પાંચ જ હતા છતાંયે શ્રીકૃષ્ણપરમાત્માના સહારે કોરવો સામે વિજયી બન્યા. નાનકડો ધ્રુવ... નાનકડો પ્રહલાદ.. અનેક આસુરીબળોને પરાસ્ત કરી શક્યા.. ને ' અમર' બની ગયા.. આ બધાંની જિંદગીની રસ્સાખેંચમાં 'પરમાત્માબળ' વધી ગયું તેનો જ ચમત્કાર છે. સુગ્રીવ, વિભીષણ, દ્રૌપદી પણ પ્રભુબળથી વિજયી બન્યાં.

અર્વાચીન યુગમાં પણ એકલવીર ગાંધીજીએ અંગ્રેજોની રાક્ષસી શક્તિ સામે ' આત્મારામની શક્તિથી વિજ્ય પ્રાપ્ત કર્યો. નેલ્સન મંડેલા એ આસુરી સત્તાઓ સામે જિંદગીભર સંઘર્ષ કર્યો ને છેવટે સત્બળ- સત્જીવનની શક્તિથી વિજ્ય પ્રાપ્ત કર્યો અર્વાચીન યુગમાં પણ વિવિધ ક્ષેત્રોની વિભુતિઓમાંથી પણ આવા ઉદાહરણ આપણને પ્રેરણા આપી શકે તેમ છે.

'ગીતાજી'ના છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકમાં વિશ્વની સમગ્ર માનવ જાતને માટે 'દિવ્યવચન' આપતાં કહેવામાં આવ્યું છે કે :

યત્ર યોગેશ્વર : કૃષ્ણે, યત્ર પાર્થો ધનુધર :।
તત્ર શ્રી વિજ્યો ભૂતિધ્રુવા નીતિર્મતિર્મમ ।।
જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે. અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે ત્યાં જ શ્રી અને વિજય છે.

ઉપરનાં વચન ઉપર શ્રદ્ધા રાખી, સંયમ, નિષ્ઠાપૂર્વકનું ધર્મપાલન, બાહ્ય- ભીતર શુદ્ધિ, ક્ષમા, ધૈર્ય, આત્મશ્રદ્ધા, પ્રસન્નતા, શૌર્ય, દાન, સેવા, જાગૃતિપૂર્વકનો કર્મયોગ યોજી ' સદ્જીવન' માટે સંકલ્પબદ્ધ હોઇશું તો જિંદગીની રસ્સાખેંચમાં આપણે વિજ્યી બની શકીશું. - હે પ્રભુ !

'વીરત્વ જીવને દઈ, આપજે શક્તિ- દક્ષતા,
અસુરો જીતવાના છે, હજીયે કેટકેટલા.
- લાભુભાઈ ર.પંડયા

Post Comments