Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોણ સુખી અને કોણ દુઃખી ?

માનવજીવનમાં સુખ અને દુઃખનું ચક્ર નિરંતર ફર્યા કરે છે. એમાં સુખ એટલે અનુકૂળ વેદન અને દુઃખ એટલે પ્રતિકૂળ વેદન એવો મત છે. સુખ અને દુઃખ આપ નિર્મિત છે. કોઈ બાબત કે પરિસ્થિતિ અંગે આપણા વિચારો સકારાત્મક હોય તો સુખ મળે છે અને વિચારો નકારાત્મક હોય તો દુઃખ મળે છે. કહો કે સુખ અને દુઃખનો આધાર આપણા દૃષ્ટિકોણ પર છે. આમ તો આપણા સુખમાં અભાવ નથી.

આપણી શાંતિમાં પણ અભાવ નથી. પરંતુ જ્યારે આપણે આકાશ તરફ જોઈએ છીએ ત્યારે આપણને ઘણી મુસીબતોનો અનુભવ થાય છે. આપણાથી અનેક સુખી માણસોનો વૈભવ જોઈ આપણને દુઃખ થાય છે. પરંતુ આપણાથી દુઃખી માણસો કે જેઓ ઝૂંપડીમાં રહે છે. જેમની પાસે પહેરવા માટે કપડાં નથી, ખાવા માટે અન્ન નથી. કોઈ દિવસ તેમને મજૂરી મળે છે. તો કોઈ દિવસ નહી. જો એવા માણસો સાથે આપણી તુલના કરીએ છીએ ત્યારે લાગે છે કે આપણે ઘણા સુખી છીએ.

હા, સુખ કોઈ વસ્તુ નથી. આપણા જોવાના દૃષ્ટિકોણનું નામ જ સુખ છે. આપણી માન્યતા કંઈક એવી છે કે જેની પાસે ધનદોલત છે, નોકરચાકર છે, કાર છે, બંગલો છે તેઓ જ સુખી હોય છે એવું નથી. ઘણા સંપત્તિવાન લોકો પણ સામાન્ય વ્યકિત કરતાં પણ વધારે પરેશાન અને દુઃખી હોય છે.

ફક્ત આપણને લાગે છે કે તેઓ સુખી છે ત્યારે આપણે પણ તે વસ્તુઓ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ, નકલ કરીએ છીએ. પરંતુ દિલ ખોલીને જોવામાં આવે તો, સમજવાની કોશિશ કરવામાં આવે તો તેમને સામાન્ય માણસ કરતાં પણ વધુ દુઃખી જોઈ શકીએ છીએ.

હેન્રીફોર્ડ દુનિયાનો સૌથી ધનવાન માણસ હતો. જ્યારે તેના જીવનનો અંતકાળ નજીક હતો ત્યારે તેણે પોતાની ડાયરીમાં નોંધેલા માનનીય શબ્દો કંઈક આ પ્રમાણેના હતા; ' હું મારી ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને જાડી રોટલીઓ કે રોટલા ખાતા જોઉં છું. ગાઢનિદ્રામાં સૂતેલા જોઉં છું તો મને તેમની ઇર્ષ્યા આવે છે.

હું હેન્રીફોર્ડ સંસારનો સૌથી ધનવાન માણસ, પરંતુ મને ક્યારેય નિદ્રા ન આવી, લાંબા સમયથી સૂતો નથી, ખાવાનું પણ ક્યારેય પચ્યું નથી.' તેમણે લખ્યું: ' હે ભગવાન ! મને જયારે મોત આવે અને જયારે હું ફરીવાર જન્મ લઉં તો, હું ઇચ્છું છું કે કોઈ એક ફેક્ટરીમાં લોખંડ કાપવાનું કામ મળી જાય. હું મજૂરો સાથે કામ કરું, હથોડા ચલાવતો રહું, જેથી મારું પેટ યોગ્ય રીતે કામ કરે. મને સારી ઊંઘ આવે.'

ફોર્ડ સમજતા હતા કે મજૂર સૌથી સુખી અને અમીર માણસ છે. અને મજૂરો સમજતા હતા કે હેન્રીફોર્ડ સૌથી અમીર અને સુખી માણસ છે. આમ બંને એકબીજાને સુખી તથા અમીર માનતા હતા. ' કોણ સુખી અને કોણ દુઃખી ? ' એ સવાલનો સાચો જવાબ માત્રને માત્ર આપણા વિચારોમાં છે, આપણા દૃષ્ટિકોણમાં છે.

- કનૈયાલાલ રાવલ

Post Comments