Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વામનના વિભાવને બદલે શ્રીપાળનું મુખ્ય સ્વરૃપ દેખાતું હતું !

કંચનપુરના શૂરવીર રાજવી વજ્રસેનની અતિ સ્વરૃપવાન પુત્રી ત્રૈલોક્યસુંદરીના સ્વયંવરમાં શ્રીપાળે પ્રવેશ કર્યો. રાજા- મહારાજા અને રાજકુમારો અનુપમ લાવણ્યમયી રાજકુમારીને વરવા માટે સ્વયંવરમાં ઉપસ્થિત થયા હતા. વિશાળ મંડપના મુખ્ય થાંભલા પાસે રત્નજડિત સોનાની પુતળી ગોઠવી હતી, ત્યાં કુબડાનું રૃપ ધારણ કરીને આવેલા શ્રીપાળે આસન લીધું.

એના ચિત્ર-વિચિત્ર રૃપને જોઈને સહુ કોઈ ઠઠ્ઠા- મશ્કરી અને કટાક્ષ કરવા લાગ્યા. રાજકુમારોએ એના આગમનનું કારણ પૂછયું, ત્યારે શ્રીપાળે કહ્યું કે એ તો પોતાના ભાગ્યને પારખવા આવ્યો છે, ત્યારે રાજકુમારોએ એની મજાક કરી અને બોલ્યા, ' દુર્ભાગીને વળી ભાગ્ય જેવું કશું હોય છે ખરું ?'

આમ ચોતરફ ઉપહાસ ચાલતો હતો ત્યારે કુબડાનું રૃપ ધારણ કરીને આવેલા શ્રીપાળે કહ્યું, ' શું માત્ર તમને જ સુંદરીને પરણવાનો હક્ક છે ? મને પણ હક છે.'

આ સાંભળી કેટલાકે ખડખડાટ હસતાં કહ્યું, 'જુઓ, જુઓ, આ રૃપના ભંડારને જુઓ. એના સુદૃઢ, સુંદર દેહને જુઓ ! આવા રૃપાળા વરને જો રાજકન્યા નહીં પરણે, તો તેનું બિચારીનું શું થશે ?'
આમ ઉપહાસ અને કટાક્ષ થતા હતા, તેવામાં દાસીને આવીને મહારાજ વજ્રસેનને કહ્યું, ' રાજકુમારી ત્રૈલોક્યસુંદરી પધારી રહી છે.' સુંદર શૃંગારસહિત, અમૂલ્ય જરિયાની વસ્ત્રોથી અલંકૃત એવી ત્રૈલોક્યસુંદરી પાલખીમાં બેસીને સ્વયંવર મંડપમાં પ્રવેશી.

ઊંચા પહાડની આસપાસ જામેલાં મેઘાડંબરની વચ્ચે એકાએક વીજળી ચમકે એવી એ શોભતી હતી. એના ગળામાં ઝૂલતો શુભ્ર મોતીનો હાર ચોપાસ તેજકિરણો ફેલાવતો હતો. એના હાથમાં એક વરમાળા હતી તેનો સ્વયંવર મંડપમાં પ્રવેશ થતાં જ રાજાઓ, રાજકુમારો અને સઘળે કોલાહલ વ્યાપી ગયો, પણ રાજકુમારીની દૃષ્ટિ તો મુખ્યસ્તંભ પાસે બેઠેલા શ્રીપાળકુંવર પર હતી. એની ચંચળ આંખો એકાગ્ર બનીને શ્રીપાળનું રૃપ જોવા લાગી. બન્યું હતું એવું કે સ્વયંવરમાં બેઠેલા અન્ય સહુ કોઈ શ્રીપાળના કુબડાના રૃપને જોતા હતા, ત્યારે રાજકુમારી ત્રૈલોક્યસુંદરીને મૂળસ્વરૃપમાં એ દેખાતા હતા. કુબડા વામનના વિભાવના બદલે સ્વભાવના મૂળ સ્વરૃપને શ્રીપાળને રાજકુમારી જોતી હતી.

સ્વયંવર મંડપમાં અનેક રાજાઓ અને રાજકુમારો આ અતિ સ્વરૃપવાન સુંદરીને વરવા માટે આતુર હતા. દાસી એ દરેકના વંશ- યશ- ગુણ આદિનું વર્ણન કરતી હતી, ત્યારે રાજકુમારીનું ચિત્ત કુબડા વામન પર સ્થિર થયું હતું અને એ વિચારવા લાગી, ' સ્વયંવરમાં બેઠેલા સઘળાં રાજાઓ અને રાજકુમારોમાં કોઈનું ય રૃપ આના જેવું રમણીય અને આકર્ષક નથી. એને જોતા જ મારા મનનો મોરલો કળા કરીને જાણે નૃત્ય કરવા લાગ્યો છે. આવો અપૂર્વ આનંદ ક્યારેય અનુભવ્યો નથી. કોઈ ઉત્તમ સંયોગો જ આવો મેળાપ કરાવે છે.'

શ્રીપાળે જોયું કે રાજકુમારી ત્રૈલોક્યસુંદરી એને અત્યંત પ્રેમભરી દૃષ્ટિથી નિહાળી રહી છે. શ્રીપાળે એ પ્રેમની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. ક્યારેક એકાએક કુબડાનું રૃપ ધારણ કરે, તો ક્યારેક પછી મૂળરૃપ દેખાડવા લાગે. ક્યારેક તો એવું વિરૃપ બતાવે કે સુંદરી છળી જાય. આમ છતાં ત્રૈલોક્યસુંદરી સતત સ્નેહ વરસાવતી રહી. કોઈ જાદુગર ખેલ ખેલે, એ રીતે આ વિભાવ અને સ્વભાવનો ખેલ ખેલી રહ્યો છે. પછી તો એવું બન્યું કે ત્રૈલોક્યસુંદરીને એનું વામનરૃપ પણ પસંદ પડી ગયું. એના કુબ્જ રૃપને જોતાં એના મનમાં તિરસ્કાર કે અણગમાના ભાવને બદલે પ્રબળ આકર્ષણ અને અનુપમ આનંદ ઊભરાવા લાગ્યો.

ત્રૈલોક્યસુંદરીના પ્રેમભર્યા હૃદયની ભીતરમાં એવો દૃઢ વિશ્વાસ જાગ્યો કે આ કુંવર ગમે તેટલાં રૃપ ધારણ કરે, પણ એ બધાં એણે ધારણ કરેલાં માયાવી રૃપ છે. એનું મૂળ રૃપ તો જૂદું છે. વળી વિચારે છે કે હૃદયમાં એટલો બધો પ્રેમ જાગ્યો છે કે એનું કુબ્જ રૃપ જ સાચું હોય, તો પણ મારું મન એને વરવાનું કહે છે. મન રાજી હોય તો પછી શું કરે કાજી ? આથી બસ, ગમે તે થાય, તો પણ મારે આ કુંવરને વરવો છે.

સ્વયંવરની રીત મુજબ રાજકુમારી રાજાઓની હાર તરફ ચાલી. એમના રૃપ, ગુણ, દેશ, વય વગેરેના વર્ણન સાંભળ્યા. દાસીએ રાજાના ગુણ બતાને અને કુંવરી એમના દોષ બતાવતી આગળ વધે. કોઈના તરફ એની નજર ઠરતી નહોતી. એ તો માત્ર કુબડાના રૃપમાં રહેલા શ્રીપાળ તરફ નજર ઠેરવીને બેઠી હતી. શેરડી, મધ, સાકર અને દ્રાક્ષ એ બધાં મીઠાશવાળા છે, પણ જેનું મન જે ચીજની સાથે જોડાઈ ગયું હોય, તેને તે ચીજ મીઠી લાગે છે. બીજી લાખો ચીજ ઘણી મીઠી, ગમતી કે મનભાવન હોય, તો પણ એ સઘળી ફીકી લાગે છે.

આમ બીજા ઘણા રાજાઓ અને રાજકુમારો રૃપ અને ગુણથી અલંકૃત હોવા છતાં ત્રૈલોક્યસુંદરીનું મન શ્રીપાળમાં ડૂબેલું હતું. આથી બીજું કોઈ એને પસંદ પડતું નથી.

એક વાર જ્યાં રાજાઓના મનરૃપી દરિયામાં આશાની ભરતી ચડી હતી, ત્યાં ધીરે ધીરે ઓટ આવવા લાગી. રાજકુમારી એમના પર નજર નાખતી નથી અને કોઈ ભાવ પણ દાખવતી નથી, ત્યારે સ્વયંવર મંડપના મુખ્ય થાંભલા પર મૂકેલી સુંદર રત્નજડિત સુવર્ણ પુતળીએ ચમત્કાર સર્જ્યો. (ક્રમશઃ)

ગોચરી
કર્મ, જ્ઞાાન અને ભક્તિ એ સાધનાનાં ત્રણ અંગો છે. એ અંગોનું યોગ્ય આચરણ સાધકને પરમાત્મની નિકટ લઈ જાય. એ અંગોનું અયોગ્ય આચરણ સાધકને દોષગ્રસ્ત બનાવે. કર્મ અર્થહીન વિધિવિધાનોને કારણે નકામું  બની જાય છે. જ્ઞાાન એ રહસ્ય અને ગુપ્તતાની ભાવનાથી પાખંડી થઈ શકે છે અને ભક્તિ ઇંદ્રિયભોગની વાસનાથી કલુષિત થઈ શકે છે. ત્રણે પ્રત્યેની સાધકની સાવધાની એ જ સાચી જાગૃતિ છે.
- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ

Post Comments