Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુપ્તવંશના શૂરવીર શાસક સ્કંદગુપ્ત દેશપ્રેમી અને ધર્મપ્રેમી હતા !

- વિચાર વીથિકા - દેવેશ મહેતા

સ્કંદ ગુપ્તના શાસનકાળમાં કોઈ વિદ્રોહ થયો નહોતો અને કોઈપણ માનવી ઘર વિનાનો હોય એવું બન્યું નહોતું. સુદર્શન સરોવર અને એના પર બંધનું નિર્માણ એ સ્કંદગુપ્તના શાસનની

મહત્વપૂર્ણ કામગિરી હતી. સર્વપ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્તે 'પર્વતી' નદીના જળને રોકીને આ સરોવરનું નિર્માણ લોકહિતની દૃષ્ટિએ કર્યું હતું.

સ્વાભિમાની, નીતિનિપુણ. દેશપ્રેમી, શૂરવીર અને સ્ત્રીઓના સન્માનની રક્ષા કરનાર શાસક તરીકે સ્કંદગુપ્તનું નામ અગ્રિમ હરોળમાં રખાય છે. દેશ અને સંસ્કૃતિના રક્ષણ માટે એમણે

પોતાના સુખ કે પ્રાણની પણ પરવા કરી ન હોતી. ઇ.સ. ૪૫૫થી ૪૬૭ સુધી એમનો શાસનકાળ રહ્યો. ગુપ્તવંશના એ આઠમા રાજા હતા. પાટલીપુત્ર એમની રાજધાની હતી. જે અત્યારે

બિહારની રાજધાની પટણા છે. બર્બર હૂણોથી ભારતનું રક્ષણ કરવાનું શ્રેય એમના શિરે જાય છે. મધ્ય એશિયામાં નિવાસ કરનારા આ ક્રૂર, લડાયક, કબીલાના હૂમલાખોર લોકો હિંદુ કુશ પાર

કરીને ગંધાર આવી ગયા હતા અને ત્યાંનો પ્રદેશ પડાવી લીધો હતો. હૂણોએ યુરોપ અને ચીન પર પણ અનેકવાર આક્રમણ કર્યું હતું.
એકવાર સ્કંદગુપ્તના પિતા કુમારગુપ્ત દરબાર ભરીને બેઠા હતા ત્યારે એક દૂતે આવીને સમાચાર આપ્યા કે હિમાલયની પેલે પાર હૂણો એકત્રિત થઈ ભારત પર આક્રમણની તૈયારી કરી

રહ્યા છે. ત્યારે કુમાર ગુપ્તે એમને આશ્વાસન આપતાં કહ્યું હતું કે વીર ગોવિંદ ગુપ્ત સીમા પર બેઠેલા છે એટલે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એમ છતાં આપણે કંઈ કરવું તો જોઈએ જ.

એમનો સામનો કેવી રીતે કરવો એની ચર્ચા કુમારગુપ્ત મંત્રીઓ સાથે કરી રહ્યા હતા તે વખતે કેવળ પંદર વર્ષની વયના સ્કંદગુપ્તે હૂણોની સામે યુધ્ધ કરવા જવાનું બીડું ઝડપ્યું હતું અને

એમના સંકલ્પને સાકાર કરવા મોટી સેના એકત્રિત કરી હૂણોને ભગાડવાના ભગીરથ કાર્યમાં લાગી ગયા હતા. કુંભા નદીના તટ પર સ્કંદગુપ્તે શિબિર બનાવી હતી. તીડના ટોળાની જેમ હૂણ

સૈનિકો હૂમલા કરવા તૂટી પડતા પણ સ્કંદગુપ્ત અને એમની સેના જરાય ડર્યા વગર એમની સામે લડત આપતા. હૂણ સરદાર ખિંખિલ એના સૈનિકોને ચાનક આપીને લડવા મોકલતો પણ

સ્કંદગુપ્તની સેનાના પરાક્રમ આગળ તે પાછા પડતા અને ત્યાંથી ભાગી છૂટતા.
સ્કંદગુપ્તે આ રીતે રાજપાટના સુખ વૈભવ છોડી એક સામાન્ય સૈનિકની જેમ એકાદ બે મહિના નહીં પણ સોળ વર્ષ સેનાની સાથે કુંભા નદીના કિનારે વસવાટ કર્યો હતો. સામાન્ય સૈનિકો

જેવું ભોજન કરતા અને જમીન પર સૂઈ જતા એ જ રીતે એ પણ ભોજન કરતા અને ભોંય પર સૂઈ જતા.
વીર સ્કંદગુપ્તે હૂણો ઉપરાંત પુષ્યમિત્રોને પણ વિભિન્ન સંગ્રામોમાં હરાવ્યા હતા. આ રીતે એમણે જે શૂરવીરતા બતાવી એનાથી જ એમને વિક્રમાદિત્યની પદવી પ્રાપ્ત થઈ હતી. તેમણે

સ્ત્રીનો પહેરવેશ પહેરી ધ્રુવસ્વામિનીને બદલે પોતે જઈને શકોના રાજાને મારી નાંખ્યો હતો. આ રીતે પોતાના વંશના મહારાણી ધ્રુવસ્વામિનીની રક્ષા કરી હતી. એ પછી એમણે ધ્રુવસ્વામિની

સાથે લગ્ન પણ કરી લીધા હતા.
સ્કંદ ગુપ્તના શાસનકાળમાં કોઈ વિદ્રોહ થયો નહોતો અને કોઈપણ માનવી ઘર વિનાનો હોય એવું બન્યું નહોતું. સુદર્શન સરોવર અને એના પર બંધનું નિર્માણ એ સ્કંદગુપ્તના શાસનની

મહત્વપૂર્ણ કામગિરી હતી. સર્વપ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્તે 'પર્વતી' નદીના જળને રોકીને આ સરોવરનું નિર્માણ લોકહિતની દૃષ્ટિએ કર્યું હતું. પછી સમ્રાટ અશોકે સિંચાઈ માટે એમાંથી નહેર કાઢી

હતી. એકવાર ઇ.સ.૧૫૦માં એ બંધ તૂટી ગયો. ત્યારે રુદ્રદામને એમની અંગત ધનરાશિ આપી એનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઇ.સ. ૪૫૬માં એ બંધ ફરી તૂટી ગયો હતો. જેના લીધે

સૌરાષ્ટની જનતાને ભારે તકલીફનો સામનો કરવો પડયો હતો. એ વખતે સ્કંદગુપ્તે પોતાના વ્યકિતગત ખજાનામાંથી પુષ્કળ ધન રાશિનું દાન આપ્યું હતું. સ્કંદગુપ્તે સિંચાઈના સાધનોનો

પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતો. સ્કંદગુપ્તે સુદર્શન સરોવર પાસે ભવ્ય વિષ્ણુ મંદિર અને વિષ્ણુ સ્તંભ બનાવ્યા હતા.
મહારાજ સ્કંદગુપ્ત વૈષ્ણવ ધર્મનું પાલન કરતા હતા પણ એમના પૂર્વજોની જેમ એમણે પણ ધાર્મિક ક્ષેત્રે ઉદારતા અને સહિષ્ણુતા દાખવી હતી. તેમણે જૈન તીર્થકરોની પાંચ પાષાણ

પ્રતિમાઓ પણ બનાવડાવી હતી. સૂર્યમંદિરમાં દરરોજ દીપક પ્રકટાવવા માટે પણ એમણે પુષ્કળ ધનનું દાન આપ્યું હતું. દેશની રક્ષા માટે હણોની સામે લડતાં લડતાં જ એમણે એમના

પ્રાણની આહુતિ આપી દીધી. એમનું જીવન દેશપ્રેમ અને ધર્મપ્રેમ માટે સદાકાળ ઉદાહરણીય અને અનુકરણીય બની રહ્યું છે.

Post Comments