Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાણી વ્યકિતના વ્યકિતત્વની અભિવ્યકિત છે

વાણી અવનીનું અમૃત અને જીવનનું પંચામૃત છે. મૃત્યુલોકની સંજીવની છે, સૃષ્ટિનો સુધાકુંભ છે, મહેકતી અને મધમધતી ધૂપસળી છે. જે સમગ્ર વાતાવરણને સુરભિત બનાવે છે. વાણીમનુષ્યને મળેલી એક ઉત્તમ ભેટ છે.

ભ ર્તૃહરિએ નીતિશતકમાં કહ્યું છે કે ' મનુષ્યને બાજુબંધ, ચંદ્ર સમાન ઉજ્જવળ રત્નહાર, સ્નાન, ચંદનનો લેપ, સુરભિત પુષ્પો કે અલંકૃત કરેલા વાળ શોભા આપતા નથી. પરંતુ મનુષ્ય જે

શુદ્ધ અને મધુરવાણી બોલે છે તે જ એને સુશોભિત કરે છે. કારણકે શરીરને શોભાવતાં આભૂષણો તો રોજરોજ ક્ષીણ થતાં જાય છે. જયારે વાણીરૃપી આભૂષણ જ સર્વદા શોભારૃપ બને છે.'

વાણી અવનીનું અમૃત અને જીવનનું પંચામૃત છે. મૃત્યુલોકની સંજીવની છે, સૃષ્ટિનો સુધાકુંભ છે, મહેકતી અને મધમધતી ધૂપસળી છે. જે સમગ્ર વાતાવરણને સુરભિત બનાવે છે. વાણી

મનુષ્યને મળેલી એક ઉત્તમ ભેટ છે. વ્યકિતના પરિચયની શરૃઆત ભલે તેના ચહેરાથી થતી હોય પરંતુ તેની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે કહેવાય છે કે જ્યારે જ્યારે વાણી રૃપી

બાણ છૂટે છે ત્યારે ત્યારે મનુષ્યની જાતિનું તેમજ તેના કુળનું પ્રમાણ મળી જાય છે. વાણીથી જ મનુષ્યની ઓળખ અને પરખ થાય છે. વાણી જ વ્યકિતના વ્યકિતત્વની અભિવ્યકિત છે.

આ વાતના સંદર્ભમાં એક પ્રેરક પ્રસંગ અત્રે પ્રસ્તુત છે.
એક દિવસ એક રાજા. એના મંત્રી અને નોકર સાથે શિકાર કરવા જંગલમાં ગયો. ત્રણેય જણા જંગલમાં તો પ્રવેશ્યા પરંતુ જંગલ હતું અડાબીડ. એ કારણે તેઓ એકબીજાથી છૂટા પડી ગયા.

તેઓ એકબીજાને શોધવા લાગ્યા. એવામાં રાજાનો નોકર જરા આગળ નીકળી ગયો. અને જંગલની એક કાંટાફી કેડી નજીક આવેલા એક વૃક્ષના થડનો ટેકો લઈને એક અંધ ફકીર બેઠો હતો

અને પ્રભુભક્તિમાં લીન હતો. રાજાના નોકરે છેક નજીક જઈને એ ફકીરને પૂછયું : ' એ આંધળા ! અહીંથી કોઈ માણસ ગયો ? ' ફકીરે કહ્યું : ' ભાઈ ! મને ખબર નથી.' થોડીવાર પછી

રાજાનો મંત્રી પણ એ વૃક્ષ નીચે આવ્યો. તેણે અંધ ફકીરને  ત્યાં બેઠેલો જોઈ પૂછયું : ' ભાઈ ફકીર ! અહીંથી કોઈ માણસ ગયો ?' ફકીરે કહ્યું : ' હા, હમણાં જ રાજાનો નોકર ગયો.' છેલ્લે

રાજા પણ ફરતો- ફરતો એ ઘટાદાર વૃક્ષ નીચે આવ્યો. તેણે ય પેલા અંધ ફકીરને પૂછયું : ' અરે સુરદાસ !
અહીંથી કોઈ માણસ ગયો ?' ફકીરે કહ્યું : ' રાજન ! પહેલાં તમારો નોકર આવીને ગયો. પછી મંત્રી આવીને ગયા અને હવે આપશ્રી પધાર્યા છો.'
અને આમ રાજા, મંત્રી અને નોકર ફરી પાછા એ અડાબીડ જંગલમાં ભેગા થઈ ગયા. પરંતુ એ ત્રણેયને આશ્ચર્ય એ વાતનું થયું કે પેલા અંધ ફકીરે તેઓને ઓળખ્યા  કઈ રીતે ? તેમના

મનમાં સમસ્યા પેદા થઈ. અને એના ઉકેલ માટે  તેઓ પેલા ઘટાદાર વૃક્ષ નીચે બેઠેલા અંધ ફકીર પાસે ગયા. રાજાએ ફકીરને પૂછયું : 'ભાઈ સુરદાસ ! તમે તો અંધ છો. તમે જોઈ શક્તા

નથી. છતાં તમે અમને ત્રણેયને કેવી રીતે ઓળખી શકયા ?'
ફકીરે હસીને કહ્યું : ' રાજન ! એ તો ખૂબ સરળ વાત છે. તમારા નોકરે મને ' આંધળો' કહ્યો. તમારા મંત્રીએ મને 'ફકીર' કહ્યો અને આપશ્રીએ મને ' સુરદાસ' કહ્યો. પછી હું તમને ત્રણેયને

કેમ ન ઓળખી શકંા ?' રાજા ફકીરની વાતનો ભેદ પામી ગયો.
સાચે જ વાણી વ્યકિતના વ્યકિતત્વની અભિવ્યકિત છે.
તુલસી મીઠે વચનસે, સુખ ઉપજત ચહું ઔર ।
વશીકરણ એક મંત્ર હૈ, તજ દે વચન કઠોર ।।
- કનૈયાલાલ રાવલ

Post Comments