Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આકાશની ઓળખ

આજ સુધી સમાજના આગેવાન બની ફૂલહાર પહેર્યા, હવે એ ગળામાં તલવારનો ઘા પડે તોય ચિંતા નથી

'રાજન્ ! તમારા જેવા મહાન રાજવીને મોંએ આ અપશબ્દો ? જેને મચ્છરસમ લેખી મસળી નાખવાની તાકાત રાખો છો, એ જ મચ્છર કોઈ વાર કાનમાં પ્રવેશ કરી જાય તો બહાર કાઢવો મુશ્કેલ છે. સંતોનો પુણ્યપ્રકોપ ભારે હોય છે.'

કોઈએ અહિંસા ધર્મના પૂજારી હોવાની વાત કરી, તો કોઈએ ભાગ્યમાં જે લખ્યું હોય તે કોઈ મિથ્યા કરી શક્તું નથી એવો બચાવ કર્યો. કોઈએ કર્મ અને પુરુષાર્થની તત્ત્વચર્ચા કરી. કોઈએ કહ્યું કે સ્ત્રીચરિત્ર દુર્બોધ છે ત્યારે આર્ય કાલકે સભાજનોને સીધો પ્રશ્ન કર્યો, 'તમારી નિર્માલ્ય તત્ત્વચર્ચા છોડી દો. કરવાનું કશું નહીં અને માત્ર તત્ત્વની ઘંટીએ બેસીને વિચારને ભરડયાં કરવાનું. બોલો, રાજાની પાસે જઈને સાધ્વી સરસ્વતીને લઈ આવવાનું બીડું કોણ ઝડપે છે.'


સા ધ્વી સરસ્વતીનું ઉજ્જૈયીનીના રાજા ગર્દભિલ્લે અપહરણ કર્યું. રાજસેવકો એને લઈ જતા હતા, ત્યારે કરુણ સ્વરે રૃદન કરતી હતી. ' હે ભાઈ ! બચાવો !' કહીને પોતાના સહોદર આચાર્ય કાલકનું સ્મરણ કરતી હતી. શાસ્ત્રોના પારગામી અને પ્રતિભાસંપન્ન આચાર્યએ જયારે હરણની ઘટનાની વાત સાંભળી, ત્યારે એમની સમતા બાજુએ હટી ગઈ અને મમતા બહાર આવી.

વિચારવા લાગ્યા કે આ તો સ્ત્રીત્વનું અપમાન છે અને એની સાથોસાથ પવિત્ર સાધ્વીના તપતેજનું અપમાન છે.  ઉપાશ્રયમાં પાછા આવેલા આચાર્ય કાલકે જોયું કે કોઈ અતિ બળવાન અને મંત્રવિદ્યાના ધારક એવા રાજા ગર્દભિલ્લની સામે બાથ ભીડવા કોઈ તૈયાર નહતા. સહુએ પોતાની કાયરતા છુપાવવા માટે જુદાં જુદાં બહાના કાઢયા.

કોઈએ અહિંસા ધર્મના પૂજારી હોવાની વાત કરી, તો કોઈએ ભાગ્યમાં જે લખ્યું હોય તે કોઈ મિથ્યા કરી શક્તું નથી એવો બચાવ કર્યો. કોઈએ કર્મ અને પુરુષાર્થની તત્ત્વચર્ચા કરી. કોઈએ કહ્યું કે સ્ત્રીચરિત્ર દુર્બોધ છે ત્યારે આર્ય કાલકે સભાજનોને સીધો પ્રશ્ન કર્યો, 'તમારી નિર્માલ્ય તત્ત્વચર્ચા છોડી દો. કરવાનું કશું નહીં અને માત્ર તત્ત્વની ઘંટીએ બેસીને વિચારને ભરડયાં કરવાનું. બોલો, રાજાની પાસે જઈને સાધ્વી સરસ્વતીને લઈ આવવાનું બીડું કોણ ઝડપે છે.'

સભાજનોમાં સોપો પડી ગયો ન કોઈ બોલે કે ચાલે ! સહુ અંદરોઅંદર ગણગણવા લાગ્યા કે આ તો આકરી કસોટીનું કામ ! આવી ઉપાધિ કોણ ઉછીની લે !
' જે પળ જાય છે, તે ભયંકર જાય છે. બોલો, તમે શું કરવા માગો છો ?'
પણ કોઈ કશું જ ન બોલ્યું - જાણે બધાની વાચા હરાઈ ગઈ હતી.

'કાયાને કાચની કહેનારા આજ એની માયા કેમ કરી રહ્યા ? શું કાચની શીશી તૂટવાની નથી એમ માનો છો ? કે આતતાયી રાજાનો માત્ર એક જ હુંકાર તમારી કાયાની શીશીને તોડી નાખશે, એ કારણે ડરો છો ?' આર્ય કાલકે સ્પષ્ટ વાતો કરવા માંડી હતી, એ તરતમાં જ નિર્ણય લેવા માગતા હતાળ

એ વખતે સભામાંથી એક પ્રૌઢજન ઊભો થયો. એ સંઘનો આગેવાન હતો. એના ગળામાં નવલખો હાર હતો. કપાળ પર તિલક હતું. આંગળીઓ પર હીરાની મુદ્રિકાઓ દીપી રહી હતી.
' જાઉં છું હું ! એક ઉંદર દરમાંથી નીકળી બિલાડીના ઘરમાં માથું મારવા જાય છે. છું તો પતંગિયું, પણ દીવાને ઠારવાની તમન્નાએ જાઉં છું.'
' કલ્યાણ હો તારું !' આર્ય કાલકે આશીર્વાદ આપ્યા.

'કલ્યાણ કે અકલ્યાણ હવે જોવાનું રહ્યું નથી. આજ સુધી આ સમાજનો આગેવાન બની ફૂલહાર પહેર્યા છે. આજ એ ગળામાં તલવારનો ઘા પડે તોય ચિંતા નથી. આશીર્વાદ આપો કે સત્તાનો ભૂકંપ ભાળી હું ઢીલો પડી ન જાઉં !' ' આશીર્વાદ છે મારા ! વીરધર્મના પૂજારી ! મારું અંતરબળ તારી સાથે છે.' મહાગુરુએ આશીર્વાદ આપ્યા.
સંઘના આગેવાન કલ્યાણદાસે આગળ ડગ ભર્યા ; એક પારેવું લોહી તરસ્યા બાજને સમજાવવા ચાલ્યું હોય તેમ સૌને લાગ્યું.

કલ્યાણદાસ જોતજોતામાં ઉજ્જૈનીની વિથિકાઓમાં અદૃશ્ય થઈ ગયો. આર્ય કાલકના અંતરમાં ત્યારે અશાંતિનો સાગર તોફાને ચડયો હતો ! સત્તા અને સુવર્ણ એકચક્રે પ્રભાવ પાડી રહ્યાં, ત્યાં નીચેથી રાજા ગર્દભિલ્લના મહેલમાં અવાજ આવ્યો ઃ ' ઓબાપુ ! હું સેવક કલ્યાણદાસ આવ્યો છું.'

'આવો મહાજન ! ગર્દભિલ્લનાં દ્વાર અભંગ છે.' રાજા ગર્દભિલ્લે કહ્યું. એના મનમાં એમ હતું કે આ મહાજન પણ પોતાની વફાદારી પ્રગટ કરી, લાભેલોભે પૂંછડી પટપટાવવા આવ્યો હશે ! 'બાપુ ! હું મહાજન. રાજરાજેશ્વરને પણ કડવામીઠા બે શબ્દ કહેવાનો અમને વંશપરંપરાનો હક છે.'
' શું અત્યારે એ હક અદા કરવા આવ્યા છો, કલ્યાણદાસ ?'

' હા બાપુ ! રાજાનું કલ્યાણ, પ્રજાનું કલ્યાણ એ મહાજનનો જીવનધર્મ છે.' કલ્યાણદાસે કહ્યું.
'રાજાના કલ્યાણની ચિંતા ન કરશો, મહાજન ! મારી ચિંતા હું પોતે કરવા સમર્થ છું.' રાજાએ ગર્વભર્યા વચન કહ્યાં.

કલ્યાણદાસને એ વચનો ન રુચ્યાં, છતાં એ સમાધાનમાં માનનારો જીવ હતો. એણે કહ્યું ઃ ' સ્વામી ! જે ભૂમિમાં રહીને તપસ્વીઓ તપ કરે, એ તપના પુણ્યનો છઠ્ઠો ભાગ રાજાને મળે.'
'પુણ્ય કમાવાની ચિંતા મને નથી. સમર્થને દોષ સ્પર્શતા નથી. અગ્નિને આભડછેટ હોતી નથી. હાં, આગળ વધો, મહાજન ! તમારે શું કહેવું છે ?' રાજા હસ્યો.

રાજાના નિષ્ઠુર હાસ્યથી કલ્યાણદાસનું હૃદય વીંધાઈ ગયું, પણ એ શાણો વણિક હતો. ઝટ તોડી નાખવામાં માનતો નહોતો. 'તપ એ જ જેનું ધન છે એવી તપસ્વિની સરસ્વતીને આપના સેવકો ઉપાડી લાવ્યા છે એમ મેં સાંભળ્યું છે. તે સાચું છે એવી ખાતરી અનેક નજરે જોનાર માણસોએ આપી છે.'
' હું પણ એને ટેકો આપું છું.' રાજાએ કહ્યું.
'આપની આજ્ઞાાથી આ કાર્ય થયું છે ?' કલ્યાણદાસે પૂછયું.

' અવશ્ય. મારી આજ્ઞાા બહાર અહીં એક ચકલું પણ ચીં કરી શકતું નથી.' રાજા ગર્દભિલ્લે ગર્વપૂર્વક કહ્યું.
'મહારાજ ! તો એ અયોગ્ય થયું છે.'
'જરા પણ નહિ. આ કોઈ વિવાહિત સ્ત્રી નથી. આ તો કુંવારી યુવતી છે. ક્ષત્રિયોને માટે સ્ત્રી અને રત્ન હરીને લાવવાં ધર્મ્ય છે. રાજાને ગમી તે રાણી, પછી ગમે ત્યાંથી આણી.'
'મહારાજ ! આ તો સાધ્વી સ્ત્રી છે.'  

'માત્ર વાઘા બદલવાથી માનવી બદલાય, એવું હું માનતો નથી. સ્ત્રી અને રત્ન તો ઉકરડેથી પણ લાવી શકાય.'  ગર્દભિલ્લ સર્વ કલા- સર્વવિદ્યા વિશારદ હતો. વાદમાં, દલીલમાં એ પાછો પડે તેમ નહોતો.
'મહારાજ! આ તો સાપના માથાનો મણિ છે. '  કલ્યાણદાસે જરા ડર બતાવવા માંડયો.
'કેવી રીતે સાપનું ડાચું તોડી નાખવું અને મણિ કેવી રીતે ઝડપી લેવો, એ મને બરાબર આવડે છે.'
' પણ એમ કરતાં સાપ દંશ દઈ જાય તો એનું ઝેર મારતાં આવડે છે ?' કલ્યાણદાસે કહ્યું.
'સિદ્ધકુટીનો શિષ્ય છું. મને વાર નહિ લાગે.'

' મહારાજ ! ઘણીવાર સાપને કચડી શકાય છે, પણ ઝેરને નિવારી શકાતું નથી.' કલ્યાણદાસ દલીલમાં ઊતર્યો.
'ગર્દભિલ્લને એની ચિંતા નથી. હું નામર્દ નથી. જા વચન આપું છું, સાપના માથેથી મણિ ખેંચી લઈશ અને સાપને જીવતો છોડી દઈશ. જોઉં  છું એ એનો કાતિલ દંશ મને કેવી રીતે મારી શકે છે !' ગર્દભિલ્લે કહ્યું.
'મહારાજ ! ઘણા ગારુડી આવા મિથ્યાભિમાનમાં થાપ ખાઈ જતા હોય છે. ઝેરનાં પારખાં છોડી દો, મહા બલી !' કલ્યાણદાસે ગળગળે સાદે કહ્યું, અને ઉમેર્યું. ' આપણે એક નાવમાં બેઠા છીએ. રાજાનું અકલ્યાણ એ પ્રજાનું અકલ્યાણ છે.'

' મહાજન ! મને ગાળો દેવા આવ્યા છો ? જાઓ, જાહેર કરો કે એક ક્ષત્રિયકન્યાનો મેં ભિક્ષુઓના ટોળામાંથી  ઉદ્ધાર કર્યો છે અને એને રાણીપદે સ્થાપી છે. જેની તાકાત હોય તે અજમાવી લે.' રાજાએ આખરે પોત પ્રકાશ્યું.
'રાજન્ ! ધર્મ સાથે ચેડાં ન કરો !' ' ધર્મ તો માત્ર મુડદા જેવો છે અને તમે બધા તો આત્માની વાતો કરો છો ને ? એના આત્માને અણસ્પર્શ્યો રાખીશ, મારે તો માત્ર દેહનું કામ છે.'

'રાજન્ ! તમારા જેવા મહાન રાજવીને મોંએ આ અપશબ્દો ? જેને મચ્છરસમ લેખી મસળી નાખવાની તાકાત રાખો છો, એ જ મચ્છર કોઈ વાર કાનમાં પ્રવેશ કરી જાય તો બહાર કાઢવો મુશ્કેલ છે. સંતોનો પુણ્યપ્રકોપ ભારે હોય છે.'

કલ્યાણદાસ હજી રાજાને સમજાવવા માગતો હતો. એ મહામંત્રી સેનાપતિ અને પુરોહિતની પાસેથી પણ પોતાની મદદમાં બે શબ્દ કહેવરાવવાની અપેક્ષામાં હતો, પણ એ બધા તો ત્યાં પથ્થરનાં પૂતળાંની જેમ સાવ મૌન ખડા હતા !
(ક્રમશઃ)
- કુમારપાળ દેસાઈ

Post Comments