Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દુઃખથી જ, જીવન ઘડાય છે

- લહરો સેં ડરકર, નૌકા પાર નહી હોતી ; કોશિશ કરને વાલોકી, કભી હાર નહી હોતી.

મનુષ્ય જીવનમાં પણ દુઃખ, દર્દ એ ભગવાનની યોજના છે. તે વ્યકિતના વિકાસ માટે હોય છે. પરંતુ અણસમજણમાં આપણે તેને દુઃખમાંથી રાહત આપવાના પ્રયત્નો કરીએ છીએ. પરંતુ ઘણી વખત ભગવાનની યોજનાથી આપણે વિરુધ્ધ જતા હોઈએ છીએ. આનો અર્થ એ નથી કે દુઃખમાં  કોઈના પ્રત્યે દયા કે સહાનુભૂતિ ન દેખાડવી. પરંતુ ભગવાને જે સુખ- દુઃખ આપ્યું હોય તેને સ્હેજે સ્વીકારી લેવું.

દ રેક માનવીના જીવનના દિવસો સરખી રીતે પસાર થતાં નથી, કોઈ દિવસો- મહિનાઓ કે વર્ષો સુખના હોય તો, કોઈ દિવસો- મહિનાઓ અને વર્ષો દુઃખના પણ આવે છે. આપણને સૌ કોઈને સુખના દિવસો ગમતાં હોય છે, પરંતુ ખરેખર સુખમાં માણસનો સર્વાંગી વિકાસ થતો નથી. માણસોનો વિકાસ દુઃખના દિવસોમાં જ થાય છે. દુઃખથી માણસનું જીવન ઘડાય છે. જીવન એ સંઘર્ષોથી ભરેલું છે.

જીવનમાં સંઘર્ષો તો આવવાના જ છે. જીવનમાં જો કાંઈ સિદ્ધ કરવું જ છે. તો ગમે તેવી પરિસ્થિતિમાં લડવા માટે તૈયાર રહેવું જ પડશે. મારી પાસે આ સગવડ નથી માટે હું સફળ ના થઈ શકું, અગર આ કાર્ય હું ના કરું. આવું જે વિચારીને બેસી રહે છે. તે જીવનભર બેસી રહેવાનો જ વારો આવે છે. જે સાધન મળે તેને સફળતાની સીડી બનાવી જાણે છે તેજ જીવનમાં પ્રગતિ કરી શકે છે.

તેથી સ્વામીવિવેકાનંદના શબ્દો યાદ આવે છે કે, જે સાહસિક હોય છે તે હરેક પળે કશું ને કશું કરવા તૈયાર રહે છે. જીવનમાં કામ કરવું હશે તો આપણે આપણા હાથને હલાવવા જ પડશે. મહેનત કરવી જ પડશે. સાહસ ખેડવું જ પડશે.

સિડની સ્મિથના શબ્દો છે કે, થોડા સાહસ અને પુરુષપ્રયત્નના અભાવે ઘણી બધી પ્રતિભાઓ વિશ્વમાં ખોવાઈ જતી હોય છે. આપણે આપણી જાતની કિંમત કદીએ ઓછી ના આંકવી જોઈએ. દુઃખ કોના જીવનમાં નથી આવતું ? એ એક મોટો પ્રશ્ન છે, બાળક હોય કે કિશોર, યુવાન હોય કે વડીલ, પુરુષ હોય કે સ્ત્રી ગૃહસ્થ હોય કે ત્યાગી સૌના જીવનમાં દુઃખના દિવસો આવે છે. સંઘર્ષ આવે જ છે.

જેમણે જીવનમાં કાંઈક દેશ માટે, સમાજ માટે, ધર્મ માટે કાંઈક કરવું છે તે સૌ કોઈ દુઃખો સામે લડયા જ છે. પછી તે ગાંધીજી હોય કે, સ્વામી વિવેકાનંદ હોય. સ્વામી વિવેકાનંદ જયારે હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ ના પ્રચાર અને પ્રસાર માટે જયારે સૌ પ્રથમ અમેરીકા ગયા અને વિશ્વ હિન્દુ પરિષદમાં ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩નાં રોજ પ્રવચન આપ્યું ત્યારે તેમને પણ અનેક દુઃખો સહન કરવા પડયા હતા.

પગે ચાલી ચાલીને ફરવું પડયું હતું. અનેક રાત્રીઓ ખાધા પીધા વગર વીતાવવી પડી હતી. ઘણો સંઘર્ષ કરવો પડયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી  સૌ પ્રથમ સંત તરીકે શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સૌ પ્રથમ ઇ.સ. ૧૯૪૮માં આફ્રિકા ગયા ત્યારે તેમને પણ દુઃખો આવ્યા હતા.
તેથી જ કહ્યું છે કે,
અફાટ રણમાં શીતળ,
છાંયડાની આશ ન કર,
સિવાય કાંટા અહીં,
કોઈનો વિકાસ નથી.
કૃપાઓ એટલી વરસી છે,
મૃગજળો રુપે;
અમારે થાકીને કહેવું પડે છે,
પ્યાસ નથી.


આમ જીવનમાં દુઃખો તો આવતા રહેશે જ. જીવનમાં કાંઈક હાસંલ કરવું છે તો દુઃખો તો આવશે જ. આપણે આવા મહાપુરુષોના જીવનમાંથી દુઃખ આવે ત્યારે ડગવું ના જોઈએ, અને સુખ આવે ત્યારે ચગવું ના જોઈએ તે શીખવાનું છે.

ભગવાન દરેકને સુખ દુઃખ આપે જ છે. માણસનું ઘડતર દુઃખથી થાય છે તેવી જ રીતે પશુ, પંખી કે પ્રાણી  પણ દુઃખથી જ ઘડાય છે. ભગવાને એવી યોજના કરી છે કે કોશેટામાંથી બહાર નીકળવા માટે પતંગિયાને ચોક્કસ પીડા થાય. કારણકે પતંગિયાંની પાંખો પ્રવાહીથી ભરાઈને ફૂલી ગયેલી હોય છે.

જ્યારે તે સંઘર્ષ કરી કોશેટામાંથી બહાર નીકળે છે ત્યારે તેની પાંખોમાં ભરાયેલું પ્રવાહી નીકળી જાય છે અને તેના પગમાં આવી તે પગને મજબૂત કરે છે. પછી પ્રવાહીથી ખાલી થતાં, પતંગિયું ઉડી શકે છે.
એક કોશેટાને તોડી તેમાંથી પતંગિયું બહાર આવવા પ્રયત્ન કરતું હતું. ત્યાંથી પસાર થતા એક માણસની નજર આ કોશેટા ઉપર પડી. આ માણસ બહુ દયાળુ હતો. તે કોઈનું પણ દર્દ જોઈ દ્રવી જતો.

માણસે જોયું કે કોશેટાને તોડી બહાર આવવામાં પતંગિયાંને બહુ તકલીફ પડે છે અને પીડા પણ પહોંચે છે. તેને પતંગિયાંની પીડા જોઈ બહુ દુઃખ થયું અને તેથી તેણે કોશેટાને એકદમ તોડી નાખ્યો. માણસનો એ આશય હતો કે પતંગિયાને બહાર આવવાનું સ્હેલું કરી દઉં. કોશેટાને તોડયું એટલે પતંગિયું બહાર આવ્યું તો ખરું પણ તે લંગડાતું- લંગડાતું ફસડી પડયું. ઉડી ન શક્યું.

માણસે જ્યારે કોશેટાને તોડી પતંગિયાને બહાર કાઢયું ત્યારે ભગવાનની યોજના વિરુધ્ધ તેણે મદદ કરી અને પતંગિયાને અપંગ બનાવી દીધું.

મનુષ્ય જીવનમાં પણ દુઃખ, દર્દ એ ભગવાનની યોજના છે. તે વ્યકિતના વિકાસ માટે હોય છે. પરંતુ અણસમજણમાં આપણે તેને દુઃખમાંથી રાહત આપવાના પ્રયત્નો કરીએ છીએ. પરંતુ ઘણી વખત ભગવાનની યોજનાથી આપણે વિરુધ્ધ જતા હોઈએ છીએ. આનો અર્થ એ નથી કે દુઃખમાં  કોઈના પ્રત્યે દયા કે સહાનુભૂતિ ન દેખાડવી. પરંતુ ભગવાને જે સુખ- દુઃખ આપ્યું હોય તેને સ્હેજે સ્વીકારી લેવું. તેમાં જ આપણું હિત છે અને આપણો સર્વાંગી વિકાસ છે. દુઃખથી જીવન ઘડાય છે. તેથી જીવનમાં દુઃખ આવે ત્યારે હાય- હાય ના કરવું, પણ એ તો હોય એમ કરવું.

તેથી જ કહ્યું છે કે,...
ડગતો નહી, ઉભો રહેતો નહી ;
પડી જાય ભલે પણ, તું મનથી પડતો નહીં.
દોસ્ત તારી યાત્રા, તારે જ કરવાની ;
આંખ ભીની થશે પણ, ચોધાર આસું રડતો નહી.

Post Comments