Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિમર્શ-ચંદ્રહાસ ત્રિવેદી

દિવાળીનો દિવસ ભગવાને પ્રગટાવેલ જ્ઞાાનજ્યોતિના પ્રકાશમાં સાધના કરવા માટેનો દિવસ છે.

ભગવાન મહાવીરને કેવળજ્ઞાાન થયું ત્યારે તેમના ચાર ઘાતી કર્મો : જ્ઞાાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મનો તો ક્ષય થઈ ચૂક્યો હતો. પરંતુ તેમના દેહ સાથે સંલગ્ન ચાર આઘાતી કર્મો , નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય બાકી હતાં.

દિવાળીનું પર્વ હિંદુધર્મનું મહાપર્વ છે. દેશભરમાં તે રંગે- ચંગે ઉજવાય છે. વળી ગુજરાતમાં તો તેનો મહિમા સૌથી વધારે છે. દિવાળીના પર્વ સાથે અનેક કથાઓ અને દંતકથાઓ પણ જોડાયેલી છે. પ્રત્યેક કથા આપણને કંઈક ને કંઈક કહી જાય છે.

દિવાળીના પર્વને આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાના પર્વ તરીકે મોટા ભાગે ઉજવીએ છીએ. વાસ્તવિકતામાં તેનો સૂચિતાર્થ છે, અજ્ઞાાનના અંધકારને મિટાવી દેવા માટે જ્ઞાાનના દીપક જીવનમાં પ્રગટાવવાનો.

દિવાળી આમ તો સૌ પોત પોતાની રીતે હવે મનાવે છે અને તેની સાથે ઘણી બધી ભૌતિક બાબતો અને વ્યવહાર વણાઈ ગયા છે.

જેનાથી સૌ પરિચિત છે અને આપણે અહીં એ બધી વાતો કરવી પણ નથી. આપણે અહીં જે વાત કરવી છે તે આધ્યાત્મિક જગતની જેના અજવાળામાં વ્યવહાર સાર્થક બની જાય છે અને પરમાર્થ પણ સધાતો રહે છે.

દિવાળીનો દિવસ જૈન શાસનમાં ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણક તરીકે ધર્મ પ્રેમી લોકો મનાવે છે અને તે રીતની આરાધના કરે છે. પાંચ હજાર વર્ષ પહેલાંની કે તેથીય અધિક વર્ષો પહેલાંની પૌરાણિક વાતોની યથાર્થતા વિશે આપણા મનમાં સંદેહ થઈ શકે પણ ભગવાન મહાવીર કે ભગવાન બુદ્ધના જીવન અને કવન વિશે સંદેહને ક્યાંય સ્થાન રહેતું નથી.

તેમના જીવનના પ્રસંગો અને ઉપદેશો સમકાલીન સમયના છે. અને ઇતિહાસમાં અંકિત થયેલા છે. આ બધા ગ્રંથસ્થ થયેલા મળી આવે છે અને વિદ્યમાન છે.
ભગવાન મહાવીરને સદેહે ભારતભૂમિ ઉપર વિચરે ઝાઝો સમય નથી થયો.

હજુ તો તેમનાં પગલાંનો ધ્વનિ સંભળાઈ રહ્યો છે અને તેમનો મધુર અવાજ વાતાવરણમાં ગૂંજી રહ્યો છે. લગભગ બોતેર વર્ષના તેમના જીવનકાળમાં તેઓ બાર વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહેલા છદ્મસ્ત અવસ્થા એટલે કેવળ જ્ઞાાનની પ્રાપ્તિ પહેલાંનો તેમનો સાધનાકાળ.

અનેક પરિષહોની વચ્ચે બાર વર્ષ સુધી સાધના કર્યા પછી તેમને સત્યનો સાક્ષાત્કાર થયો - કેવળજ્ઞાાનની પ્રાપ્તિ થઈ ગઈ. કેવળજ્ઞાાન એ આત્માની શુદ્ધ જ્ઞાાનમય અવસ્થા છે.

ભગવાન મહાવીરને કેવળજ્ઞાાન પ્રાપ્ત થયું તે સમયે તેમનાં ચાર ધાતી કર્મો તો નષ્ટ થઈ ગયાં હતાં પણ તીર્થંર્કર નામકર્મના ઉદયને કારણે તેઓ સર્વ જીવોના કલ્યાણ માટે ધર્મનો ઉપદેશ કરતા રહ્યા અને જીવ માત્રની મુક્તિનો માર્ગ ચીંધતા રહ્યા. ભગવાન મહાવીરે તેમના કેવળજ્ઞાાનમાં જોયું અને જાણ્યું કે જીવ માત્ર દુ:ખી છે તેના કર્મને કારણે અસ્તિત્વથી જ સકળ જીવો કર્મ સાથે પડેલા છે.

નદી-પાષાણ યોગે તેમાંથી જીવો સતત બહાર આવતા રહે છે અને જેમ જેમ તેમનો વિકાસ થાય છે તેમ તેમ તેમના ઉપર કર્મનો પ્રભાવ વધતો રહે છે. યોગાનુયોગે એમાંથી કેટલાક જીવો કર્મની અકામ નિર્જરા કરતા સંજ્ઞાી પંચેન્દ્રિય અવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી જ મોક્ષ માર્ગ પકડી લેવાની તેમની સંભાવના વધી જાય છે. જીવ જ્યારે કર્મની સકામ નિર્જરા કરીને સકળકર્મ રહિત થઈ જાય છે.

ત્યારે તેનો મોક્ષ થઈ જાય છે અને તે અનંત ચતુષ્ટયીમાં સ્થિતિ કરી લે છે. ભગવાને આ આખોય માર્ગ જોયો, જાણ્યો, અને આગળ સ્વયં ચાલીને ચાતરી બતાવ્યો અને તે બન્યો જૈન ધર્મ. આમ જૈન ધર્મ સંસારનો વિશિષ્ટ ધર્મ બની રહ્યો.
તીર્થંકર નામકર્મનો ઉદય થતાં તેમનામાં ચાર અતિશયો પ્રગટ થાય છે.

તેમાંનો એક અપાય પગમા અતિશય કહેવાય છે. તેને કારણે તેઓ જ્યાં વિચરતા હોય ત્યાં સકળ પ્રકૃતિ ઉપદ્રવ રહિત થઈ જાય છે અને જીવોને પ્રસન્નતા વર્તાય છે. અન્ય અતિશયોમાં જ્ઞાાનાતિશય, પૂજાતિશય અને તેમનો વચનાતિશય હોય છે. આ ચાર અતિશયો પ્રગટયા પછી જ તીર્થંકરો ઉપદેશ આપે છે.

ભગવાન મહાવીરને કેવળજ્ઞાાન થયું ત્યારે તેમના ચાર ઘાતી કર્મો : જ્ઞાાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મનો તો ક્ષય થઈ ચૂક્યો હતો. પરંતુ તેમના દેહ સાથે સંલગ્ન ચાર આઘાતી કર્મો , નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય બાકી હતાં.

ભગવાન મહાવીરે નિર્વાણકાળ નજીક આવતાં શુકલ ધ્યાનના છેલ્લા બે પાયાની સાધના શરૃ કરી અને પળ માગમાં તે ખપાવીને તેમનો આત્મા સિદ્ધશિલા ઉપર અવસ્થિત થઈ ગયો. આ દિવસ દિવાળીનો હતો. આમ દિવાળી ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાલકનો દિવસ છે.

ભગવાન મહાવીરના જવાથી પૃથ્વી ઉપર એક રીતે અંધકાર છવાઈ ગયો પરંતુ તેમણે પ્રગટાવેલ જ્ઞાાનની જ્યોતિ તેમની પાછળ ઝળહળતી રહી તેને લીધે અંધકારનું પ્રકાશમાં પરિવર્તન થઈ ગયું.

તેના પ્રતીક તરીકે આપણે દિવાળીની કાજળઘેરી રાત્રિએ દીવાઓ પ્રગટાવીને પર્વની ઉજવણી કરીએ છીએ. તે રીતે જૈનધર્મમાં દિવાળીના પર્વની મહત્તા છે.

વાસ્તવિકતામાં તે દિવસ ખાણી-પીણી કે મોજશોખનો દિવસ નથી. પણ ભગવાને ચીંધેલા કલ્યાણમાર્ગ ઉપર વિચાર કરીને તેમણે પ્રગટાવેલ જ્ઞાાનજ્યોતિના પ્રકાશમાં સાધના કરવાનો દિવસ છે.  ભગવાન મહાવીરે નિર્વાણ થતા પહેલાં જે અંતિમ દેશના આપી હતી તે જૈન ધર્મના ઉત્તરાધ્યયનમાં સંગ્રહિત થયેલ છે.

દિવાળીને દિવસે આપણે તેનું વાંચન- મનન અને ચિંતન કરીએ તો દિવાળી સાર્થક થઈ જાય. આમ દિવાળીનું પર્વ આત્માના આનંદથી અભિમુખ થવાનું પર્વ છે. અને તે રીતે તેનો ઉત્સવ મનાવીને આપણે તેને સાર્થક કરીએ.


 

Post Comments