Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા-દેવેશ મહેતા

અન્નક્ષેત્રનું સદાવ્રત ચલાવનારા પરોપકારી સંત આણદા બાવા

''સ્વાત્માર્થં જીવલોકેસ્મિન્ કો ન જીવતિ માનવ :।
પરં ય: પરોપકારાય જીવતિ સ જીવતિ : ।।

પોતાના સ્વાર્થ માટે આ જગતમાં કોણ જીવતું નથી ? પરંતુ જે પરોપકાર માટે જીવે છે તે સાચું જીવે છે.''
આવું ધન્ય, પરોપકારી જીવન જીવનારા સંતોની અગ્રિમ હરોળમાં આવે છે. સૌરાષ્ટ્રના ધોરાજી ગામમાં જન્મેલા આણદાબાવા.

સંવત ૧૭૨૯ એટલે કે ઇ.સ.૧૬૭૩માં અષાઢ સુદ પૂનમ ગુરુપૂર્ણિમાના રોજ એમનો જન્મ થયો હતો. સેવાવ્રતના કાર્યો કરતાં કરતાં પરમાર્થ પરાયણ જીવન જીવતાં ૯૯ વર્ષનું આયુષ્ય ભોગવી ઇ.સ.૧૭૭૨માં મહાસમાધિસ્થ થયા.

બાળપણમાં એમનું નામ આણંદજી સગાં- સંબંધી એને લાડમાં 'આણંદો' કહીને બોલાવતા. થોડા ભણતર પછી માતા પિતાએ એને પોતે સોની હોવાથી એ વ્યવસાયમાં મૂકી દીધો. આણંદજીને મીનાકારીનું કામ ખૂબ સારું આવડે.પણ વ્યવસાયમાં મન ન લાગે.

ગામમાં ક્યાંય કથા-વાર્તા થતી હોય, ભજન-કીર્તન ચાલતા હોય તો તે સાંભળવા આણંદજી પહોંચી જાય, ગામમાં કોઈ સાધુ સંત પધાર્યા છે એવી જાણ થાય તો તે એમની સેવા કરવા પહોંચી જાય અને એમને પોતાને ઘેર બોલાવી લાવી ભાવથી ભોજન કરાવે અને એમનું આતિથ્ય કરે.

આણંદજીની માતા ધાર્મિકવૃત્તિની હતી એટલે એમને તો સાધુ- સંતોને ભોજન કરાવવાનું ગમે પણ એમના બે ભાઈઓ અને ભાભીઓને આ જરાય ગમે નહીં. એટલે એ આ બાબતે અવારનવાર કજિયા કરે.

આણંદાના પિતાએ વિચાર કર્યો કે હું એના લગ્ન કરાવી દઉં તો એની આ પ્રવૃત્તિ અટકે. એટલે એમણે આણદાના લગ્ન કરવાની દિશામાં પ્રયત્નો કરવાના શરૃ કર્યા, એને ખ્યાલ આવી ગયો. એટલે એ મધરાતે ઘર છોડીને ભાગી નીકળ્યો અને પરિભ્રમણ કરતાં દ્વારિકા આવી પહોંચ્યો. ત્યાં દરિયા કિનારે એક ઝૂંપડી બનાવી તેમાં આકરી તપશ્ચર્યા કરવા માંડી. કેટલીકવાર તો દિવસો પસાર કરે.

કેટલીક વાર રાતોની રાતો ભગવાનના નામનો અખંડ જાપ કરે. સંવત ૧૭૪૭ની સાલ. એ વખતે એની અઢાર વર્ષની ઉંમરે એ ધ્યાનમાં બેઠેલો અને આત્મ- સાક્ષાત્કાર થયો. અપૂર્વ આનંદ અને શાંતિની અનુભૂતિ થઈ.

એ વખતે અંતરાત્મામાંથી એક અવાજ આવ્યોે- તારા અંત: કરણમાં તેં મને નિહાળ્યો. હવે જડ- ચેતન બધામાં મને નિહાળ ! દરેકમાં મને જો અને  મારામાં દરેકને જો ! સાધુ- સંતોની સેવા કર. દીન- દુ:ખીની સેવા કર.'

આ આદેશને માથે ચડાવી આણદાએ જામનગર આવી ત્યાં નિવાસ કર્યો. ત્યાં સોનીનો વ્યવસાય કરતાં જે કમાણી થાય તેમાંથી અડધા પોતાની પાસે રાખે અને બાકીનાના દાળિયા ખરીદી સાધુ- સંતોને ખાવા આપે.

સંવત ૧૭૮૨ની સાલ દરમિયાન એક ઘટના બની. એક દિવસ રાત્રિના પહેલા ્પ્રહરમાં એક સંત આણદા પાસે દાળિયા લેવા આવ્યા. આણદાએ કહ્યું- 'બાપાજી, દાળિયાના ટોપલા ખાલી થઈ ગયા છે. આજે દાળિયાનો એક દાણો પણ ઘરમાં નથી. કાલે દુકાનમાંથી ખરીદીને તમને આપીશ.

પેલા સંતે આણદાને કહ્યું -' અરે ! બહાર આવીને જુઓ તો ખરા ! તમારા ટોપલાં તો દાળિયાથી ભરેલા છે.' આણદાએ બહાર આવીને જોયું તો ખરેખર ટોપલા ભરેલા પડયા હતા !  તે સમજી ગયા કે આ કોઈ સિદ્ધપુરુષ છે ! તે સિધ્ધપુરુષે તેમના હાથ માથા પર મૂક્યો અને કહ્યું- હું તને દીક્ષા આપવા આવ્યો છું.' તેમણે તેને એક સરળ રામ મંત્ર આપ્યો અને તુલસીની માળા આપી.

દીક્ષા આપ્યા બાદ તે સિદ્ધપુરુષે કહ્યું- તારું સદાવ્રત હંમેશા ચાલુ રાખજે. દાનનો પ્રવાહ અટકવા ના દઈશ. હવેથી એકલા દાળિયાનું જ નહીં, અન્નનું પણ દાન કરજે.' પછી એ સંત ચાલ્યા ગયા.

બીજા દિવસથી એમણે ' અન્ન ક્ષેત્ર'નું સદાવ્રત ચાલુ કરી દીધું. એ સિદ્ધપુરુષના આશીર્વાદથી લોકો તરફથી તેમને પુષ્કળ અન્ન મળવા લાગ્યું. તેમણે તે દાનમાં આપવાનું શરૃ કરી દીધું. આસપાસના પ્રદેશમાં તેમને 'અન્નદ' પરથી 'અન્નદા' અને તેના અપભ્રંશમાં 'આણદા' તરીકે ઓળખવા લાગ્યા.

આણદા બાવા હંમેશા દાનનો મહિમા ગાતા.' જળ અને ધન તો વહેતા સારા. જો એ સ્થિર રહે તો એના પર શેવાળ ચડે અને દુર્ગંધ મારે. બન્નેને વહેતા રાખશો તો ચોખ્ખાં રહેશે. એટલે દાન આપો, દાન આપો અને દાન આપો.' વેદ પણ આજ્ઞાા કરે છે.

' શતહસ્ત સમાહર, સહસ્ત્રહસ્ત સંકિર- સો હાથે ધન કમાઓ પણ એ પછી હજાર હાથે તે વહેંચી દો !
'પ્રધાસિનો હવામહે મરુતશ્ચ રિશાદસ : । કરંભેણ સભેષસ :।

વારંવાર સ્નેહ- સાંનિધ્ય પ્રાપ્ત કરવા, આત્મગત દોષોનો નાશ કરવા સરસ, સ્વાદિષ્ટ ભોજન કરવાવાળા અતિથિઓને અને યજ્ઞા કરવાવાળા વિદ્વાન લોકોને સત્કારપૂર્વક નિત્ય બોલાવતા રહીએ.' આણદા બાવાએ આ વેદધર્મ ખૂબ ઉત્તમ રીતે જીવનમાં ઉતાર્યો હતો.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments