Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધન તેરસ, ધન પૂજનનો ઉત્તમ અવસર

ધનતેરસનાં પવિત્રદિને ધનનાં દેવતા કુબેરની પૂજાનું વિશેષ મહત્વ છે. એક પૌરાણિક કથા અનુસાર લંકાધિપતિ રાજા રાવણે કુબેરની સાધના કરી, તેમને પ્રસન્ન કર્યા, અને પુરેપુરી સુવર્ણની લંકા બનાવી હતી.
ધનતેરસ એટલે આસો વદ તેરસ.

મહાલક્ષ્મીની પૂજાનો દિવસ. ધન- સંપત્તિએ વર્તમાન સમયનું અનિવાર્ય અંગ છે, એટલીજ મા લક્ષ્મીની આપણા પર કૃપા હોવી જરૃરી છે. લક્ષ્મીજી દેવી નું સ્વરૃપ છે.
'મહાલક્ષ્મી ય વિધ્મર, વિષ્ણુ પત્ની પધિમહિ ।
તન્નો લક્ષ્મી : પ્રચોદયાત્ ।।'

અર્થાત્ : હે લક્ષ્મી મા અમારી મન-બુધ્ધિ શક્તિને પ્રેરણાનું બળ આપો. વાસ્તવુ મા લક્ષ્મીને પરમાત્મા તરફથી મળેલી પ્રસાદી માની ને પવિત્ર અને માનવ કલ્યાણમાં વહાવી જોઈએ.
લક્ષ્મી પૂજન વખતે નિમ્ન લિખિત મંત્ર વારંવાર ઉચ્ચારવામાં આવે છે,

''યા દેવી સર્વ ભૂતેષુ, લક્ષ્મી રૃપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ.'

લક્ષ્મીજીને પ્રસન્ન કરનારો આ મંત્ર રિધ્ધિ, સિધ્ધિ આપનારો છે, લક્ષ્મીજી વિષ્ણુ પ્રિયા છે. એટલે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લક્ષ્મીજી એમની સાથે- સાથે કૃપા વરસાવે છે.

મા લક્ષ્મીજીનાં પૂજન પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો, કે તેમણે લગભગ તેર વર્ષ સુધી એક ભૂમિપુત્રને ત્યાં રહેવાનું છે. આ તેર વર્ષ દરમિયાન તે ખેડૂતનાં ધન ધાન્યમાં ખુબ વૃધ્ધિ થઈ. શાપની અવધિ પૂર્ણ થઈ.

ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને પાછા લેવા આવ્યા. ત્યારે ખેડૂતે તેમને ત્યાં જ રોકાઈ જવા વિનવણી કરી. તે વખતે લક્ષ્મીજી એ ખેડૂતને વરદાન આપ્યું કે જે વ્યકિત ધન તેરસને દિવસે દીવા પ્રગટાવીને ધન પૂજન કરે છે તેનાં ઘરમાં સુખ- સંપત્તિ પ્રવેશે છે.

પરંપરા અનુસાર ધનતેરસની સંધ્યાએ, દક્ષિણ દિશામાં યમદેવજીના માટે તેર દિવા પ્રગટાવવામાં આવે છે. યમરાજજીનું આની પાછળ વરદાન છે કે જે આ દિવસે મારા પૂજનમાં દીપદાન કરશે, તે વ્યકિત અકાળ મૃત્યુથી બચી જશે.

મા લક્ષ્મીજી જરૃર ધન- સંપત્તિનાં દેવી છે, પરંતુ તેની કૃપા મેળવવા માટે શારીરિક સ્વસ્થતા અને દિર્ઘ આયુષ્ય હોવાનું પણ એટલું જ મહત્ત્વનું છે. આસોવદ તેરસનો દિન ભગવાન ધન્વંતરિનો પ્રાગટય દિવસ પણ છે. જે પ્રમાણે દેવ- દાનવોનાં સમુદ્ર મંથન દરમિયાન તેમાંથી માલક્ષ્મીજી ઉત્પન થયા, તેજ પ્રમાણે ભગવાન ધન્વંતરિ પણ અમૃતકળશ લઈને સમુદ્રમંથનમાંથી બહાર આવ્યા હતા.

એ આસો વદ તેરસનો દિવસ હતો. તેથી ધનતેરસનાં દિવસે 'ધન્વંતરિ જયંતિ' તરીકે પણ મનાવવામાં આવે છે. ધન્વંતરિ ભગવાન વિષ્ણુનો અવતાર ગણાયા છે. તેઓ દેવોનાં વૈધ પણ કહેવાતા.
ભગવાન ધન્વંતરિ કળશ સાથે પ્રગટ થયા હતા. તેથી ધનતેરસનાં દિવસે વાસણ ખરીદવાની પરંપરા ચાલી આવે છે.

એક એવી આપણામાં માન્યતા છે કે ધનતેરસનાં દિને નવા સોના- ચાંદીનાં ઘરેણા ખરીદવાથી તેમાં તેર ગણી વૃધ્ધિ થાય છે. પિત્તળ એ ધન્વંતરિની ધાતુ છે, આ દિવસે તેની ખરીદી કરવાથી, આરોગ્ય, આયુષ્ય અને સોભાગ્ય ને પામી શકાય છે.

ધનતેરસનાં પવિત્રદિને ધનનાં દેવતા કુબેરની પૂજાનું વિશેષ મહત્વ છે. એક પૌરાણિક કથા અનુસાર લંકાધિપતિ રાજા રાવણે કુબેરની સાધના કરી, તેમને પ્રસન્ન કર્યા, અને પુરેપુરી સુવર્ણની લંકા બનાવી હતી. ત્યારથી આજનાં દિવસે કુબેરનાં યંત્રનું પૂજન કરવામાં આવે છે.

બ્રહ્મ પુરાણમાં ઉલ્લેખ છે, લક્ષ્મીજી દિપોત્સવીનાં તહેવારોમાં પૃથ્વી પર વિહાર કરવા નીકળે છે. ત્યારે પવિત્ર- સ્વર છે. આંગણું- મન રાખનાર તથા શુધ્ધ આચાર- વિચાર કરનારાને ત્યાં લક્ષ્મીજી જરૃર વાસ કરે છે.

- પરેશ અંતાણી

Post Comments