Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રૃમઝૂમ કરતી આવી દિવાળી... રોશની સંગ થઈ ઘડી રળિયામણી..

આસો માસ એટલે જાણે આખુ વર્ષ જીવ્યાનો આનંદ એક એકથી ચઢિયાતા તહેવારોની ઉજવણીમાં આવતા વર્ષનું સોહામણું સ્વાગત પણ છે. હમણાં જ મા શક્તિના ગુણલા ગાઈ તાજામાજા થયેલા આપણે પર્વોની મહારાણી જેવી દિવાળીને ઉજવવા થનગનાટ મૂડમાં આવી ગયા છીએ.

આનંદ, ઉત્સાહ અને ઉમંગ લીલેરા આસોપાલવના તોરણ નીચે આપણા હાથે પોંખાવા તૈયાર થઈને ઊભા છે.
રોશની, ઝગમગાટ અને મેવા મીઠાઈની ચમક દમક આપણામાં પ્રગટી રહી છે. બારેમાસના હોય તેવી મીઠાણ સ્વભાવમાં પણ દેખાવા લાગી છે.

દિવાળીના તહેવારો આપણું સઘળું દુ:ખ ભૂલાવી દે છે. નોટબંધી, જીએસટી અને  નેતાની લોભામણી લાલચો દિવાળીનું કશું ઉખાડી શક્તાં નથી. કેમ કે આપણા ઉત્સવ, તહેવારો આપણા જીવનનો ધબકાર છે.

આપણા શ્વાસ છે. આપણી જણસ છે.
વાઘ બારસથી લઈ દેવદિવાળી સુધી મા શારદા, મા સરસ્વતી, મા લક્ષ્મીનું પૂજન- અર્ચન આપનારા બારેય માસ આપણને 'હર્યાભર્યા રાખે છે.

ચાલો હેમખેમ પાર ઉતરેલા ગયા વર્ષની ઉજવણી માં લાગી જઈએ, વિચારોથી પણ સમૃધ્ધ થઈએ. સ્વચ્છતા અને સંસ્કાર પ્રત્યે જાગૃત થઈએ.

મ્જઅ રહીને ઈટ્વજઅ રહેવાની કળામાં પારંગત થઈએ. અને ખાસ તો હૃદયના દ્વારે રંગોળી જેવા કલર પૂરી હૃદયના કમાડને સમુદ્ર જેવા વિશાળ કરી દઈએ. નાચ-ગાનને ભીતરે જીવંત રાખીએ પતંગીયા જેવા બનીને.
- અંજના રાવલ
 

Post Comments