Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહાલક્ષ્મીની પૂજા- આરાધના

 

મહાલક્ષ્મીની પૂજા- આરાધના વિ.સં.આસોવદ અમાસે મધ્યરાત્રીએ કરવાનું આપણા શાસ્ત્ર મુજબ ઘણું મહાત્મ્ય છે. આ ભારતીય સંસ્કૃતિનો દેવી ઉત્સવ છે અને બ્રહ્મપુરાણમાં દર્શાવવામાં આવેલ છે એ મુજબ આ આસોવદ ૩૦ અમાસની મધ્યરાત્રીએ મહાલક્ષ્મી- લક્ષ્મી મહારણી સ્વરૃપે સર્વત્ર વિહાર કરવા નીકળે છે

આથી તેનું સાતત્ય આ મધ્યરાત્રીનાં ચોઘડીયામાં હોવાથી એ વખતે તેની પૂજા- અર્ચના- આરાધના કરવાથી ખૂબ જ આર્થિક ફાયદો થાય કારણકે લક્ષ્મીજી ખૂદ અર્થની દેવી છે.

તેમની કૃપા વરસે એટલે ધનનો લોપ ન થાય ઉલ્ટાના ધન- વૃધ્ધિ થાય. આથી વ્યવસાયી લોકો આજે પણ ભલે સઘળો આર્થિક વ્યવહાર કોમ્પ્યુટર અને લેપટોપ દ્વારા કરતા હોય- તેમાં જ સઘળી માહિતી સંગ્રહાયેલ હોય તો તેને પણ લક્ષ્મીપૂજનમાં સામેલ રાખે છતાં શુકન ખાતર ચોપડા પૂજન કર્મકાંડી બ્રાહ્મણ પાસે લક્ષ્મીપૂજન સાથે પૂજન કરાવે છે.

આ અંગે નિશ્ચિયત ચોઘડીયા હોય છે તો વળી દીવાળીના આ દિવસ માટે અગાઉથી ચોપડા ખરીદવાના દિવસો અને ચોઘડીયા પણ નિશ્ચિત હોય છે.

આ ઉપરાંત મહાલક્ષ્મીની પૂજા- અર્ચના ધન- તેરસે એટલે કે આસોવદ ૧૩ એ પણ ચોઘડીયાં મુજબ ધન-વૃધ્ધિ અર્થે કરવામાં આવે છે. આમ, આર્થિક સમૃધ્ધિ અર્થે આ તેરસ અને અમાસ બન્ને મહત્વનાં છે. દીવાળીના આપણા આ દિવસે મહાલક્ષ્મીની પૂજાનો ખાસ મહિમા છે.

લક્ષ્મીજી માટે આપણે મહાલક્ષ્મી કહીએ કે માત્ર લક્ષ્મીજી એ એક સરખું જ છે. મહાલક્ષ્મી એક દેવી છે જે લક્ષ્મીરૃપે વસે છે સર્વત્ર. આથી એક મંત્રમાં કહેવાયું છે કે ''યા દેવી સર્વ ભુતેષુ લક્ષ્મીરૃપેણ સંસ્થિતા ।

મહાલક્ષ્મી, જે ઘરમાં અનીતિ, અધમતા, દગા- ફટકા અને એવાં અનેક દુરાચરણો નથી ત્યાં મા વસે છે.. કાયમ રહે છે. આથી આવા લોકોને ટૂંકા ગાળા માટે લક્ષ્મીજી આવી ગયાં અર્થાત ધન આવી ગયું.

એમ લાગે પરંતુ એ સ્થાયી નથી. વળી, આપણી પાસે રહેલ લક્ષ્મી- ધનનો સદ્ઉપયોગ અને દાન- દક્ષિણામાં ઉપયોગ ન કરીએ તો એ વધુ સમય આપણી પાસે ન રહે.

ઉપરાંત માં મહાલક્ષ્મી તાજા ગોમયમાં, મદમસ્ત હાથીમાં, પુષ્ટ ઘોડામાં, સાચા બ્રાહ્મણમાં, ગાયના દૂધ, ઘીમાં, દહીમાં, મધમાં, યુવાન સ્ત્રીમાં (એટલે તો ઘરની સ્ત્રીઓને લક્ષ્મી- ગૃહલક્ષ્મી આપણે કહીએ છીએ ) નદી-તળાવ, પર્વતમાં, ધર્મ અને નીતિમાં વસે છે.

આપણા જીવનમાં લક્ષ્મીજી ૩ સ્વરૃપે સ્થિત હોય છે. એ પત્નિ પુત્ર અને શિરમોર મા તરીકે હોય છે. ત્રણેનું માન સન્માન કરીએ એટલે ખૂદ લક્ષ્મીજી- મહાલક્ષ્મીજીનું માન સન્માન થઈ જાય.

આથી આ ત્રણે લક્ષ્મી જેના ગૃહે પિતા-પતિ કે પુત્ર તરફથી સુખ અને શાંતિ પ્રાપ્ત કરે તેના ગૃહે લક્ષ્મીજી વસે છે. ધનસંપત્તિ- શાંતિ- સુખ અને આનંદનું સામ્રાજ્ય થઈ જાય છે.

આથી માતા-પત્નિ અને પુત્રીને કદી દુ:ખી ન કરવાં. આ ઉપરાંત સમાજની અન્ય સ્ત્રીજાતનું પણ એવું જ માન- સન્માન અને મદદ કરવાં ખુબ જ જરૃરી છે.

વિશેષમાં મહાન આરોગ્ય દેવ ધનવંતરીનું પ્રાગટય પણ આ દિને થયેલું. દેવ દાનવોએ જ્યારે સમુદ્રમંથન કર્યું ત્યારે ધનવંતરી 'અમૃત કળશ' લઈને સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલા.
જય મહાલક્ષ્મી મા.. કોટી કોટી વંદન..

  જસમીન દેસાઈ
 

Post Comments