Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મનના મણકા

૦૧ કહેવત છે કે મન હોય તો માળવે જવાય.

૦૨ મનના ભૂગોળને બદલી નાખો તો જીવનનો ઇતિહાસ આપોઆપ બદલાઈ જશે.

૦૩ કામના, વાસના અને કલ્પના આ ત્રણેયનો સરવાળો એનું જ નામ મન.

૦૪ મળેલા સુખને છોડવાની અને ન આવેલા દુ : ખને અપનાવવાની જેનામાં તૈયારી હોય એ આત્મા પોતાના મનને અકબંધ રાખી શકે છે.

૦૫ ઉમર વધતા શરીરની જરૃરિયાતો ઘટે છે. પણ મનની અપેક્ષાઓ વધતી જાય છે.

૦૬ મનમાં રહેલી દુર્બુધિ ક્યારે દૂર થાય અને સદ્બુધ્ધિ ક્યારે પ્રતિષ્ઠિત થાય એ જીવન સંઘર્ષનો એક પ્રકાર છે.

૦૭ જીવનમાં જ્યારે જ્યારે દુ : ખો આવે ત્યારે એ દુ : ખોની પાછળ શોક ન કરાય પણ એ દુ : ખોના કારણોની શોધ કરાય જેથી મનની સ્વસ્થતા ટકી રહે.

૦૮ જેના મનમાં ક્યારેય સારો વિચાર આવતો નથી એને દુર્જન ન કહેવાય પણ જેના મનમાં સારો વિચાર આવવાં છતાં પણ એ તેનો અમલ ન કરે એને દુર્જન કહેવાય.

૦૯ આપણે ભગવાન તો નથી બની શકવાના પણ આટલાં વર્ષો વિતી ગયા છતાં પણ આપણે ભગવાન ન બની શક્યા એ આપણા મનની કરૃણતા જ કહેવાય.

૧૦ જેનું મન નિર્મળ અને મંગળમય હોય એનું જીવન હંમેશા સફળ જ હોય છે. સાધુસંતોનું મન આવું જ હોય છે.

૧૧  મરણને હંમેશા સૂતી વખતે ઓશીકાની નીચે રાખો અને ઉઠયા પછી આંખોની સામે રાખશો તો આખો દિવસ મન પ્રફુલિત રહેશે.

- રિયાબેન પાલીયાદવાળા

Post Comments