Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇષ્ટની પ્રાપ્તિ કરાવતું પર્વ : ' કાળી ચૌદશ'


કાળી ચૌદશ એટલે કે આસો વદ ચૌદશ દશેરા અને નવરાત્રીની જેમ આસુરી શક્તિ પર દૈવીય શક્તિનાં વિજ્યનું પર્વ છે.

આજનાં દિવસે જ શ્રીકૃષ્ણએ નરકાસુર નામનાં રાક્ષસનો વધ કર્યો, લોકોને આસુરનાં ત્રાસમાંથી  મુક્તિ અપાવી, તેના આનંદમાં સૌએ આ પર્વની ઉજવણી કરી હતી. નગરવાસીઓએ દીવા પ્રગટાવીને આ 'નરક ચતુર્દશી'નો તહેવાર મનાવ્યો.

માતાજીનાં બે સ્વરૃપો છે, એક સૌમ્ય તો બીજું રૌદ્ર. કાળી ચૌદશનાં પર્વમાં મહાકાળીનાં રૌદ્ર સ્વરૃપની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૃપ અનિષ્ટોનો નાશ કરીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે. મનુષ્ય જીવ સ્વભાવગત અનેક દુર્ગુણોથી ઘેરાયેલો હોય છે જે તેની આદ્યાત્મિક ઉન્નતિમાં મોટું વિઘ્ન બને છે.

કાળી ચૌદશમાં મા કાળીની પૂજા ભકિતોનાં દુર્ભાવોનો નાશ કરી, તેને સાચો માર્ગ સૂચવે છે. આ પર્વમાં તંત્ર-મંત્ર અને સાદ્યનાનો વિશેષ મહિમા છે. ગૂઢ વિદ્યાનો જાણકારો તંત્ર સાધકો અનોખી સિદ્ધિ  પામવા તંત્ર- મંત્રની સાધના કરતા હોય છે.

કાળી ચૌદશને જેમ નરક ચતુર્દશીને રૃપચૌદશ પણ કહેવામાં આવે છે. આની પાછળ એક ખાસ પ્રાચીન કથા જોડાયેલી છે.

હિરણ્ય ગર્ભ નામના પ્રદેશમાં એક યોગીએ પરમાત્માને પામવા સમાધિ સાધના આદરી. આ દરમિયાન તેના દેહમાં જીવ- જંતુ પ્રવેશીને કરડવા લાગ્યા. તેથી તેનો દેખાવ કદરૃપો અને વિકરાળ બની ગયો.

નારદજી ફરતાં ફરતા ત્યાં આવી ચઢયા. તેમણે  યોગીની આવી હાલત જોઈ, તેને આવા બદરૃપમાંથી મુક્તિ અપાવવા માટે આસો વદ ચૌદશનું વ્રત કરવા કહ્યું, તેનાથી તેનું ગયેલું રૃપ પાછું આવી ગયું. આ પ્રમાણે કાળી ચૌદર્શનો દિવસ સૌન્દર્ય વર્ધક હોવાથી તે રૃપ ચતુર્દશી તરીકે પણ કહેવામાં આવે છે.

ઘણી જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણની પણ પૂજા કરવાનો રિવાજ છે. કાળીચૌદશ સાથે સંકળાયેલી ગેરમાન્યતાઓને એક તરફ રાખીને, આ પર્વને તેના સાચા અર્થમાં સમજીને મહાકાળી અને મંગળમૂર્તિ, મંગલકર્તા હનુમાનજીનાં શરણમાં નિષ્પાપ ભાવે ઉપાસના કરવાથી આ પર્વને સાર્થક બનાવી શકાય.
 

Post Comments