Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દીપાવલી પર્વનો સંદેશ...


આવો,દીપાવલીના પુનિત પર્વ પર આપણે શુભસંકલ્પ કરીએ કે અજ્ઞાાનના અંધકારને કારણે સમાજમાં વ્યાપેલી ખરાબ પ્રવૃત્તિઓ, રૃઢિઓ તથા પરંપરાઓને વિવેકરૃપી દીવાના પ્રકાશથી દૂર કરીએ અને સમાજમાં સ્વસ્થ પરંપરાઓની સ્થાપના કરીએ.

દિવાળીનો તહેવાર પ્રકાશપર્વ તરીકે ઉજવાય છે. એક દીપથી અનેક દીપ પ્રગટાવી. એનાથી ઉદ્ભવતા પ્રકાશ દ્વારા કિરતારની કલાકૃતિ સમી સૃષ્ટિને સુશોભિત કરવાનું શ્રેષ્ઠપર્વ એટલે દિવાળી. આ પર્વ પર બહાર તો દીવા પ્રગટવાના જ. પરંતુ ખરો દીવો તો દિલમાં પ્રગટવો જોઈએ.

દિલમાં જ અંધારું હોય તો બહાર પ્રગટાવેલા હજારો દીવડાઓ શા કામના ? દીવો એ જ્ઞાાનનું પ્રતીક છે. દિલમાં દીવો કરવો એટલે ચોક્કસ પ્રકારની સમજ સાથે દિવાળીનો ઉત્સવ ઉજવવો.
ધનતેરશના દિવસે ધનદેવી લક્ષ્મીમાતાનું શ્રધ્ધાપૂર્વક પૂજન કરવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે.

લક્ષ્મી વિષ્ણુપત્ની છે. એટલે તે માતા સમાન છે. આપણે માતાને સદા આદર આપીએ છીએ તેમ લક્ષ્મીને પણ સદૈવ આદર આપવો જઈએ. આજ સાચી લક્ષ્મીપૂજા.

પરિશ્રમ અને નીતિપૂર્વક લક્ષ્મી મેળવીને તેને સદ્કાર્યમાં વાપરવી એ જ ભાવના આ પર્વ પાછળ રહેલી છે. દાન, ભોગ અને નાશ એ ધનની ત્રણ ગતિઓઓ છે. જે દાન કરતો નથી, ભોગવત નથી તેના ધનની ત્રીજી ગતિ (નાશ) થાય છે.

કાળીચૌદશ કે જેને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરન વધ કરી સંસારને ભયમુક્ત કર્યો હતો. કાળીચૌદશે મહાકાલીનું શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક પૂજન કરી શક્તિ પ્રાપ્ત કરવાની છે. અને એ શક્તિ વડે જીવનમાં નરક સર્જનારાં આળસ, પ્રમાદ, અનીતિ, પાપ, અનાચાર જેવા નરકાસુરોને મારવાના છે.

દિવાળીના દિવસે મહાલક્ષ્મીજી અને સરસ્વતીની પૂજા થાય છે. દિવાળી એટલે 'તમસો મા જ્યોતિર્ગમય' મંત્રની સાધના કરતાં કરતાં જીવનપથને પ્રકાશિત કરવાનો છે. દિવાળી એટલે વૈશ્યોનો ચોપડાપૂજનનો દિવસ. સમગ્ર વર્ષનું સરવૈયું કાઢવાનો દિવસ.

આ દિવસે માણસે પણ પોતાના જીવનનું સરવૈયું કાઢવાનો દિવસ. આ દિવસે માણસે પણ પોતાના જીવનનું સરવૈયું કાઢવું જોઈએ. અને જીવનમાંથી રાગદ્વેષ, વેરઝેર, ઇર્ષ્યા અને કૂટતા દૂર કરી પુરાંતમાં સત્ય, પ્રેમ, ધર્મ, શ્રધ્ધા અને ઉત્સાહ રહે તેનું ધ્યાન રાખવાનું છે.

નૂતનવર્ષ એટલે શુભસંકલ્પનો દિવસ નૂતનવર્ષે મનનો અંધકાર ધોઈ નાખી, અંતરને અજવાળીને, વેરઝેર ભૂલીને, પરસ્પર સદ્ભાવ, શુભેચ્છાનાં ફૂલો વેરીને આપણા અને બીજાના જીવનમાં સુગંધ ભરીએ, ઊજાશ પાથરીએ, મીઠાશ અને મધુરતાનો અનુભવ કરીએ અને કરાવીએ.

ભાઈબીજ એટલે ભાઈબહેનના હેતનું પર્વ. જેને યમદ્વિતીયા પણ કહેવામાં આવે છે. આ દિવસે યમુનાજીએ તેમના ભાઈ યમરાજને પોતાને ઘેર બોલાવી જમાડયા હતા.

આ દિવસે આપણે આપણી દૃષ્ટિને સાત્ત્વિક કરવાની છે એટલે કે દરેક પુરુષે સ્ત્રીમાં બહેનનું તેમજ દરેક સ્ત્રીએ પુરુષમાં ભાઈનું દર્શન કરવાની ભદ્ર દૃષ્ટિ કેળવવાની છે કહો કે નારીશક્તિ તરફ સમ્યક્ દૃષ્ટિ રાખી તેનું સન્માન વધે એવા પ્રયત્નો કરવાના છે.

ભારતીય સંસ્કૃતિમાં નારીશક્તિનો ખૂબ મહિમા થયો છે.
આવો, દીપાવલીના પુનિત પર્વ પર આપણે શુભસંકલ્પ કરીએ કે અજ્ઞાાનના અંધકારને કારણે સમાજમાં વ્યાપેલી ખરાબ પ્રવૃત્તિઓ, રૃઢિઓ તથા પરંપરાઓને વિવેકરૃપી દીવાના પ્રકાશથી દૂર કરીએ અને સમાજમાં સ્વસ્થ પરંપરાઓની સ્થાપના કરીએ.

આ પર્વ પર આતાશબાજી તેમજ ફટાકડા પાછળ ખોટો ખર્ચ કરવાના બદલે પોતાના અંતર મનમાં તથા પરિવારમાં શાંતિ અને પ્રકાશને આમંત્રણ આપીએ. આવી સુંદર સમજ નિર્દેશતો જ્ઞાાનદીપક દિલમાં પ્રગટે તો આપણું જીવન દીપોત્સવ સમું બની રહે. સુજ્ઞોષુ કકિં બહુના ?
 

Post Comments