Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ

દુ : ખોથી મુક્તિ એ સાચી મુકિત નથી...
કર્મોથી મુક્તિ જ સાચી મુક્તિ છે...


કર્મસત્તા દ્વારા આત્માને થતી નુકસાનીઓ આવી તો અગણિત છે. કર્મો ક્યારેક વ્યકિતને (દેહધારી આત્માને)  બોલબાલ થાય એવી યશસ્વી બનાવી દે, તો ક્યારેક સર્વત્ર ફિટકાર પામે એવી બદનામ પણ બનાવી દે, ક્યારેક કર્મો સફળતાના શિખરે આરૃઢ કરાવી દે, તો ક્યારેક નિષ્ફળતાની ઊંડી ખીણમાં યગબડાવી દે.

તારક તીર્થંકરપ્રભુ સમક્ષની ઉચ્ચ પ્રાર્થના સ્વરૃપ ' જયવીયરાય' સૂત્રમાં દર્શાવાયેલ એકેક પ્રાર્થના પરની  આપણી ચિંતનયાત્રામાં આજે આવે છે અગિયારમા ક્રમની પ્રાર્થના.  એનો નિર્દેશ કરતા સૂત્રકારે શબ્દો લખ્યા છે ' કમ્મક્ખઓ.' મતલબ કે ' હે પ્રભુ, આપની કૃપાથી મારાં કર્મોનો ક્ષય થાઓ.' જ્ઞાાનીભગવંતોની દૃષ્ટિથી વિચારીએ તો કર્મક્ષયની આ વાત સમગ્ર અધ્યાત્મસાધનાનું પરમ અને દૃષ્ટિ વિચારીએ તો કર્મક્ષયની આ વાત સમગ્ર અધ્યાત્મસાધનાનું પરમ અને ચરમ લક્ષ્ય છે. કઈ રીતે છે આ કર્મક્ષય પરમ લક્ષ્ય ? એ જરા વિસ્તારથી નિહાળીએ  :

જૈનશાસન કહે છે કે તમામ આરાધનાઓનું અંતિમ લક્ષ્ય છે મોક્ષની પ્રાપ્તિ. એક આરાધક સમગ્ર સંસાર-સ્વજન- પરિવાર વગેરે ત્યાગીને શ્રમણત્વ સ્વીકારે ત્યારે એનું અંતિમ લક્ષ્ય હોય છે મોક્ષપ્રાપ્તિનું , તો એક સાધક ધોર તપશ્ચર્યા- એકાંત ધ્યાન વગેરે આદરે ત્યારે એનું પણ અંતિમ લક્ષ્ય હોય છે. મોક્ષપ્રાપ્તિનું. આ મોક્ષની વ્યાખ્યા વિવિધ દૃષ્ટિબિંદુથી વિવિધ રૃપે થાય છે.

અલબત તત્ત્વત  :  એ વ્યાખ્યાઓ પરસ્પર ઐક્ય જ ધરાવે છે. પરંતુ સ્વરૃપથી વૈવિધ્ય પણ ધરાવે છે. જેમ કે સ્થાનની દૃષ્ટિએ વિચારીએ તો ચૌદ રાજલોકની ટોચ પર રહેલ વિરાટ સિદ્ધશિલા, એ મોક્ષ છે પરંતુ જો આત્મિક અવસ્થાની દૃષ્ટિએ વિચારીએ તો તમામ કર્મોનો ક્ષય તેનું નામ મોક્ષ છે.

એટલે જ સમર્થ શાસ્ત્રકાર ઉમાસ્વાતિજી ભગવંતે તત્ત્વાર્થમહાશાસ્ત્રમાં મોક્ષનું સ્વરૃપ દર્શાવતું આ માર્મિક સૂત્ર આપ્યું છે કે ' કૃત્સનકર્મક્ષયો મોક્ષ  : ' ભાવાર્થ કે સર્વ કર્મનો ક્ષય તેનું નામ મોક્ષ છે. હવે જો મોક્ષની આટલી સ્પષ્ટ વ્યાખ્યા શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે જ, તો એ સ્પષ્ટ સમજાઈ જાય તેમ છે કે આરાધક વ્યકિતની આધ્યાત્મિક સાધનાનું  પરમ-ચરમ લક્ષ્ય આ કર્મક્ષય જ છે કે જે મોક્ષસ્વરૃપ છે. અને એથી એની પ્રાપ્તિ માટેની પ્રાર્થના ' જયવીયરાય' સૂત્રમાં કરાઈ છે.

મૂળભૂત રીતે પૂર્ણ વિશુદ્ધ સચ્ચિદાનંદમય સ્વરૃપ ધરાવતા આત્માની વર્તમાનમાં જે જે ખાનાખરાબી - સંસારમાં રખડપટ્ટી વગેરે નિહાળાય છે એનું વાસ્તવિક કારણ એની સાથે સંલગ્ન થયેલ, નીર- ક્ષીરની જેમ એક મેક થયેલ, કર્મો જ છે. આ કર્મોએ આત્માના કેવા હાલ-હવાલ કર્યા છે એની કેટલીક ઝલકો નિહાળીએ  :

૧) આત્મા મૂલભૂત રીતે અ-જ છે. અજ એટલે કદી જન્મ નહિ પામનાર. આમ છતાં કર્મની પરવશતાનાં કારણે એને જન્મોની સતત-સખત પરંપરા કરવી જ પડે છે. ક્યારેક એ કાતિલ વેદનામય નરકમાં જન્મ લે, તો ક્યારેક દીન-હીન તિર્યચાવસ્થામાં જન્મ લે ; ક્યારેક એ દેવ બને, તો ક્યારેક એ માનવ બને. આ થઈ અજ ગણાતા આત્માની કર્માધીન પ્રથમ બેહાલી.

૨) આત્મા અ-જરા છે. અજર એટલે કદી વૃદ્ધ ન થનાર. આમ છતાં કર્મપરવશ આત્મા વિવિધ ગતિમાં વૃદ્ધાવસ્થાની કારમી પરેશાની ભોગવે છે. માનવગતિમાં, આંખે અક્ષમ- શરીરે સાવ નિર્બલ- સતત ધ્રૂજતા-મુખેથી લાળ ટપકાવતાં અનેક વૃદ્ધોને આપણે પ્રત્યક્ષ નિહાળીએ છીએ. આ છે કર્મો દ્વારા થતી આત્માની બીજી બેહાલી .

૩) આત્મા અ-રુજ છે. અરુજ એટલે સર્વથા રોગરહિત. આમ છતાં કર્મોદયવશ એ અનેક જન્મોમાં અનેક રોગોનો શિકાર બને છે. કેટલાય માનવો- પશુ આદિને કેન્સર વગેરે જાલિમ રોગોથી રિબાતા આપણે નજરોનજર નિહાળીએ છીએ. આ છે કર્મોદ્વારા થતી આત્માની ત્રીજી બેહાલી. ૪) આત્મા અ-મર છે. અમર એટલે કગી ન મરનાર. આમ છતાં કર્મપરવશ આત્મા જન્મની જેમ સતત મરણની પરંપરા પણ કરવી જ પડે છે. ક્યારેક વૃદ્ધાવસ્થામાં મોત, તો ક્યારેક પ્રૌઢાવસ્થામાં મોત, ક્યારેક યુવાવસ્થામાં મોત, ત ક્યારેક સાવ બાલવયે મોત. કર્મોદ્વારા થતી આ છે ચોથી બેહાલી.

કર્મસત્તા દ્વારા આત્માને થતી નુકસાનીઓ આવી તો અગણિત છે. કર્મો ક્યારેક વ્યકિતને (દેહધારી આત્માને) રૃપરૃપના અંબાર સમી બનાવી દે, તો ક્યારેક દીઠી પણ ન ગમે એવી કદરૃપી બનાવી દે. ક્યારેક ચોતરફ બોલબાલ થાય એવી યશસ્વી બનાવી દે, તો ક્યારેક સર્વત્ર ફિટકાર પામે એવી બદનામ પણ બનાવી દે, ક્યારેક કર્મો સફળતાના શિખરે આરૃઢ કરાવી દે, તો ક્યારેક નિષ્ફળતાની ઊંડી ખીણમાં યગબડાવી દે, ક્યારેક એ વ્યકિતને સત્તાની ટોચ પર વિરાજમાન કરી દે, તોં ક્યારેક સાવ દીન-હીન સ્થિતિમાં ય લાવી દે. કર્મસત્તા વ્યકિતને કઈ હદે આ સામસામા અંતિમો પર ફંગોળી દે એ જાણવું છે ? તો વાંચો એક સમયે ફાન્સના ભાગ્યવિધાતા ગણાયેલ નેપોલીયન બોનાપાર્ટની આ જીવનઘટના  :

સાવ ગરીબીમાં બાળપણ વીતાવનાર નેપોલીયન આગળ જતાં પુણ્યકર્મના પ્રભાવે અને પુરુષાર્થના સહારે સમગ્ર ફ્રાન્સના સર્વેસવા સત્તાધીશ અને કાબેલ યુદ્ધવિજેતા સેનાપતિ તરીકે જગમશહૂર બન્યો. સફલતા એને એ હદે મળી ગઈ હતી કે એના કેફમાં- નશામાં એ ઘણીવાર એમ બોલતો કે ' હું જ્યારે ઓર્ડર કરીશ ત્યારે ફ્રાન્સની આલ્પ્સ પર્વતમાળાએ પણ હટી જઈને મારા માટે માર્ગ કરી આપવો પડશે !!' આ શબ્દોમાં આત્મવિશ્વાસ કરતાં અહંકાર-ઘમંડ વધુ છલકાતો હતો.

કેટલાક સમય બાદ કર્મસત્તાએ કરવટ બદલી અને માંઘાતા ગણાતો નેપોલિયન વોટરલૂના યુદ્ધપરાજ્ય બાદ શત્રુઓના હાથે કેદ થયો. એનું સામ્રાજ્ય- સૈન્ય- સત્તા  :  બધું ગયું. એને એકાંત કેદની સજા આપીને સેંટ હેલીના ટાપુ પર લઈ જવાતો હતો ત્યારે પગદંડી જેવો માર્ગ એટલો સાંકડો હતો કે બે પ્રવાસી આમને-સામને થઈ જાય તો એકે માર્ગની નીચે ઊતરવું પડે. બરાબર એ જ સમયએ માર્ગ પર સામેથી માથે લાકડાનો ભારો ઉઠાવીને એક મજૂર સ્ત્રી આવતી હતી.

એ લગોલગ આવી ગઈ ત્યારે નેપોલિયને એને એકક્ષણ માર્ગથી નીચે ઊતરી જવા કહ્યું. પેલી સ્ત્રીએ તત્ક્ષણ તાડૂકીને જવાબ આપ્યો  :  ' અરે ! જોતો નથી ? મારા માથે ભાર છે, જ્યારે તું સાવ ખાલીખમ છે. વળી હું સ્ત્રી છું. માટે માર્ગ મને મળવો જોઈએ. તું નીચે ઊતરી જા.' એ મજૂર વ્યકિતનાં વચનો સાંભળી નેપોલિયન ચૂપચાપ નીચે ઊતરી ગયો. બિચારો નેપોલીયન ?? આલ્પ્સની પર્વતમાળાને હટાવી દેવાની વાતો કરતો હતો. પણ કર્મસત્તાએ કારમી થપ્પડ મારી ત્યારે એક મજૂર સ્ત્રીને પણ એ હટાવી ન શક્યો.

કર્મસત્તાએ કરેલી નેપોલિયનની આ કરુણ હાલતના સંદર્ભમાં યાદ આવે 'જ્ઞાાનસાર' ગ્રન્થના કર્મવિપાક અષ્ટકનો આ અદ્ભુત શ્લોક કે  : -

યેષાં ભ્રૂભઙ્ગમાત્રેણ, ભજ્યન્તે પર્વતા અપિ ;
તૈર હો કર્મ વૈષમ્યે, ભૂપૈર્ભિક્ષાડપિ નાપ્યતે ।।


ભાવાર્થ કે જેમની આંખના એક ઇશારામાત્રથી પર્વતોના પણ ભુક્કે ભુક્કા બોલાઈ જાય એવા પરાક્રમી-પુણ્યવંતા સમ્રાટોને ય કર્મોની વિષમતા સમયે ભૂખ ભાંગવા જાય ભિક્ષા પણ મળી શકતી નથી. ચિત્તોડ ગુમાવ્યા બાદ રાન રાન ભટકી રહેલ મહારાણા પ્રતાપની સ્થિતિમાં પણ આ શ્લોકના પ્રતિબિંબ ઝિલાય છે, તો દિલ્હીના મોગલ બાદશાહ શાહઆલમના સ્વજનોનાં જીવનમાં ય આ શ્લોકના પ્રતિબિંબ ઝિલાય છે. એમના માટે રચાયેલી પેલી પંક્તિ આજે ય મશહૂર છે કે ' સગા દીઠા મેં શાહઆલમનાં, ભીખ માંગતા શેરીએ.'

કેટલાંક કર્મો જીવને સુખભ્રષ્ટ કરે છે, તો કેટલાંક કર્મો જીવને જ્ઞાાનભ્રષ્ટ કરે છે, કેટલાંક કર્મ જીવને શ્રદ્ધાભ્રષ્ટ કરે છે, તો કેટલાક કર્મ જીવને આચારભ્રષ્ટ કરે છે. આપણે કેન્સર ટી.બી. ડાયાબિટીસ વગેરે રોગો દ્વારા સુખભ્રષ્ટ બનાવી દેનાર કર્મોથી ભયભીત થઈએ છીએ, એટલા શ્રદ્ધાભ્રષ્ટ બનાવી દેનાર કર્મોથી જેટલા ભયભીત થઈએ છીએ, એટલા શ્રદ્ધાભ્રષ્ટ- આચારભ્રષ્ટ બનાવી દેનાર કર્મોથી ભયભીત થતા નથી.

વસ્તુત  :  પારમાર્થિક કલ્યાણની દૃષ્ટિએ સુખભ્રષ્ટ કરનાર કર્મ એટલાં ખતરનાક નથી, અરે ! અમૂક પરિસ્થિતિમાં તો એ કર્મના ઉદય આત્મકલ્યાણ માટે ઉપકારક પણ નીવડે છે. આના મુકાબલે શ્રદ્ધાભ્રષ્ટ-આચારભ્રષ્ટ બનાવનાર મોહનીય કર્મનો ઉદય આત્મકલ્યાણ માટે અવશ્યમેવ નુકસાનકારક નીવડે છે. ઇતિહાસ સાક્ષી છે કે આત્મસાધનાના પંથે ખૂબ ખૂબ આગળ વધી ચૂકેલ સાધકો પણ આ જાલિમ મોહનીય કર્મના ઉદય સમયે પીછેહઠ-પછડાટ અનુભવી ચૂક્યા છે  :  ક્યારેક વિષયપરવશ, તો ક્યારેક કષાયપરવશ. આપણે આનાં એકેક ઉદાહરણ સંક્ષિપ્ત ઝલકરૃપે નિહાળીએ  :

સંભૂતિમુનિરાજ !! સંસારની દુ : ખમયતા સ્વાનુભવથી પિછાણીને એમણે વડીલબંધુ સાથે દીક્ષા લીધી હતી અને સ્વેચ્છાએ અનેક કષ્ટો સહન કરીને અંતે આમરણ અનશન સ્વીકાર્યું હતું. એ અવસરે અહભાવથી દર્શન-વન્દનાર્થે આવેલ વધી ચૂકેલ સાધકો પણ આ જાલિમ  મોહનીય કર્મના ઉદય સમયે પીછેહઠ- પછડાટ અનુભવી ચૂક્યા છે  :  ક્યારેક વિષય પરવશ, તો ક્યારેક કષાયપરવશ. આપણે આનાં એકેક ઉદાહરણ સંક્ષિપ્ત ઝલકરૃપે નિહાળીએ  :

સંભૂતિમુનિરાજ ! સંસારની દુ : ખમયતા સ્વાનુભવથી પિછાણીને એમણે વડીલબંધુ સાથે દીક્ષા લીધી હતી અને સ્વેચ્છાએ અનેક કષ્ટો સહન કરીને અંતે આમરણ અનશન સ્વીકાર્યું હતું. એ અવસરે અહોભાવથી દર્શન-વન્દનાર્થે આવેલ ચક્રવર્તીના સ્ત્રીરત્નની કેશલટનો અછડતો સ્પર્શ અચાનક જ પવનના સપાટે થઈ જતાં મોહનીયનું તાંડવ જાગી ઊઠયું અને મહામુનિ લક્ષ્ય ચૂકીને નિયાણું-ગલત નિર્ણય કરી બેઠા કે 'આ તપસાધનાના ફલરૃપે મને ભવાંતરમાં આવા જ સ્ત્રીરત્નની પ્રાપ્તિ થજો..' સ્ત્રીરત્ન પ્રાપ્તિ પછી અંતે  એમને મળી સાતમી નરક.

કરુડ-ઉત્કુરુડમુનિરાજ !! ભરયુવાનીમાં અઢળક રાજ્યસમૃદ્ધિ ત્યજીને નખશિખ વૈરાગ્યપૂર્વક એમણે સંયમ સ્વીકાર્યો હતો અને ચાતુર્માસમાં લગાતાર ચાર ચાર માસના ઉપવાસની કમાલ એ કરતા હતા. આમ છતાં વરસાદ ન વરસવાના મુદ્દે ગામજનોએ જ્યારે એમને અપશબ્દો-તાડન આદિથી અપમાનિત કર્યા ત્યારે કષાયોનું તાંડવ જાગી ઊઠયું અને એમણે એવી ક્રોધાંધ પ્રવૃત્તિ કરી કે એનાથી એમના સહિત તમામ નગરજનો મરણશરણ થયા. એમને જાલિમ નરક મળી એ છોગામાં.

શ્રદ્ધાભ્રષ્ટ-આચારભ્રષ્ટ કરનાર મોહનીય કર્મની આ જાલિમતા જોઈને ઉપાધ્યાયજી યશોવિજ્યજીગણિવરે જ્ઞાનસારગ્રન્થમાં જણાવ્યું છે કે  : -
આરૃઢા  :  પ્રશમશ્રેણિં, શ્રુતકેવલિનો પિ ચ ;
ભ્રામ્યન્તેનન્ત સંસાર - મહો દુષ્ટેન કર્મણા.

ભાવાર્થ કે અતિ ઉચ્ચ આત્મિક અવસ્થારૃપ ઉપશમશ્રેણિ પર આરૃઢ થયેલ શ્રુતુકેવલી- ચૌદ પૂર્વઘર મહર્ષિઓને પણ આ દુષ્ટ કર્મ અનંતકાલપર્યંત સંસારમાં રખડાવી શકે છે.

આવા જાલિમ કર્મોના સંપૂર્ણ ખાતામાં માટે સાધના પણ પ્રબળ જોઈએ અને સત્ત્વ પણ પ્રચંડ જોઈએ. જે સાધનામાં ચિરકાલપર્યતનું સાતત્ય હોય, અનુકૂળતા યા પ્રતિકૂળતામાં શિથિલ ન થઇ જવાની સખ્તાઈ હોય, અંતરંગ આધ્યાત્મિક આનંદ અનુભવવાની સરસતા હોય, નિમિત્તોને સાધના પર હાવી ન થઈ દેવાની સાવધાની હોય અને ઉત્તરોત્તર સાધનાપરંપરા સર્જે એવી સાનુબંધતા હોય એને કહેવાય પ્રબળ સાધના.

આવી સાધના હોવા છતાં કેટલાક સાધકોને અંતિમ લક્ષ્યસિદ્ધરૃપ કર્મક્ષયનું પરિણામ ત્વરિત મળે છે, તો કેટલાકને એ પરિણામ ખૂબ દીર્ઘકાલ પછી પણ હાંસલ થતું નથી હોતું. એવી સ્થિતિમાં પણ ધૈર્ય જરાય ગુમાવ્યા વિના પૂર્ણ ઉલ્લસિતભાવે અખંડ ટકી રહેવાની તત્પરતાને કહેવાય સત્ત્વ.

આપણી પાસે કર્મક્ષય માટે નથી આવી પ્રબળ સાધના કે નથી પ્રચંડ સત્ત્વ. આ પરિસ્થિતિમાં આપણા માટે એક જ વિકલ્પ શ્રેષ્ઠ છે. એનું નામ છે પ્રભુકૃપાની યાચના. અરે ? પ્રચંડ સત્ત્વથી પ્રબળ સાધના કરનાર ઉત્તમ આત્માઓ પણ લક્ષ્યસિદ્ધિ માટે પ્રભુકૃપા ઝંખે છે. તો આપણી ઝંખના તો ખાસ જ હોવી જોઈએ. આ ઝંખનામાંથી અગિયારમાં ક્રમની આ પ્રાર્થના પ્રગટે છે કે ' પ્રભુ, આપની કૃપાથી મારા કર્મનો ક્ષય થાઓ. આપણે આ પ્રાર્થનામાં અંતરની ઊંડી સંવેદના ઉમેરીએ કે ' પ્રભુ, આપની  કૃપાથી મારા કર્મનો ક્ષય થાઓ.' આપણે આ પ્રાર્થનામાં અંતરની ઊંડી સંવેદના ઉમેરીએ કે ' પ્રભુ, આપની કૃપા વિના મારો કર્મક્ષય શક્ય જ નથી. માટે આપે અનરાધાર કૃપા વરસાવવી જ રહેશે.' સ્વયં મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગણિવર જેવા સમર્થ સાધકે આવા અંદાજમાં આ પંકિત પ્રભુને ઉદ્દેશીને લખી છે કે  : -

પાપી અધમ પણ તુમ સુપસાયે, પામ્યા ગુણસમુદાય ;
અમે પણ તરશું ચરણ સ્વીકારી, મહેર કરો મહારાય..


છેલ્લે એક અગત્યની વાત  :  દુ : ખોથી મુક્તિએ સાચી મુક્તિ નથી, કર્મોથી મુક્તિ જ સાચી મુક્તિ છે..

Post Comments