Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાતને જાણે..એ..જ જગતને જાણે !

અત્યાર સુધી દૃષ્ટિના ભ્રમમાં જીવનારો માણસ અચાનક દૃષ્ટિકોણમાં જીવવા લાગશે. 'થેંક્યુ ભગવાન' આ સિવાય બીજી કોઈ પ્રાર્થના જ એને નહીં આવડે. કારણકે ભગવાને એને કોઈ પશુ-પંખી કે જીવજંતુ ના બનાયો ..!

આ જગતમાં માણસ સિવાય ઘણું- બધું છે. પહાડ, ઝરણાં, નદીઓ, દરિયો તથા રંગબેરંગી ઝાડપાન, પશુપંખી- જીવજંતુ... કેટલુંય બધું ઠસ્સોઠસ્સ ભરેલું છે. તેમ છતાં માણસ નોખો અને અનોખો છે. ઉપર જે બધું વર્ણવ્યું એ બધું જ માણસમાં પણ હોય છે.

ક્યારેક માણસ  દરિયો બની જાય છે, ક્યારેક નદી. ક્યારેક પહાડ જેવો મક્કમ- અડગ તો ક્યારેક વહેતા ઝરણા જેવો. કદીક એ રંગીન બને છે તો કોકવાર પશુતા આચરી બેસે છે. કેટલીય ઠોકરો  અને રૃપિયા ખાધા પછી થોડુઘણું જાત બાબતે જાણ્યા પછી પોતાને જંતુ તુલ્ય પણ સમજે છે..!!! મુસાફર પણ સમજે.

મોટેભાગે  માણસના શ્વાસ ચાલતા હોય ત્યાં સુધી એ પોતે પોતાનાથી  બેખબર રહેતો હોય છે. આખી જિંદગી ભભકતા અને ભૌતિકતાના વમળમાં ઘૂમરિયો ખાતો ખાતો જીવન વ્યતિત કરતો હોય છે. ક્રિયા- પ્રતિક્રિયા અને બાહય આકર્ષણોની ચમકદમક એને પોતાને જાણવામાં અડચણરૃપ બનતી હોય છે. પોતાની જાતથી આંખઆડા કરનારની જબરી વલે થતી હોય છે.

માણસને વાચા અને લાગણીઓની વિશેષ ભેટ, કુદરતી તરફથી મળેલ છે. એટલે એક બુધ્ધિશાળી મનુષ્યને જે લાગણીઓના ઉભરા આવતા હોય એ બીજાને પણ આવતા જ હોય માન- અપમાન ઇર્ષા અદેખાઈ દેખાડો- ઢોંગ આડંબર હસી- ખુશી, મજાક, રોમાન્સ, સેકસ, રોમાંચ, ગુસ્સો, પ્રેમ, અણગમો લગભગ બધું જ જે ભી કંઈ એકને થાય એ બીજાને પણ થાય જ. પણ મૂળ વાત છે પકડી રાખવાની કે છોડવાની !

માણસે ખરેખર તો લાગણીઓને ધાકમાં રાખવાની જરૃર છે. માણસ ઉપર લાગણીઓની ધાક ચઢી બેસે છે. ત્યારે એ ન કરવાનું કરી બેસતો હોય છે. સુખ દુઃખ આપણા કંટ્રોલમાં હોવું જોઈએ.

દુઃખ સાથે કહેવાનું મન થાય છે કે આખી દુનિયાને જાણનાર માણસ અંત તક પોતાને નથી જાણી શક્તો. આખી જિંદગી સુધી એ પોતાનાથી અજ્ઞાાત જ રહેતો હોય છે.

પોતે એ બાબતે જરાય વિચારશીલ નથી હોતો કે છેવટે શું ? જાણેકે એક મૂર્છિત અવસ્થામાં પોતાને મોતને હવાલે કરી દેતો હોય છે.  પોતાને ખબર જ નથી હોતી કે એની અંદર એટલો બધો આંતરિક શક્તિનો ખજાનો પડેલો છે કે એ કોઈ પણ બાબતે દુઃખી કે ખિન્ન ન થઈ શકે. જે જાતને જાણી- પીછાણી લે છે એને પ્રસન્નતા શોધવા અહીં- તહીં ફાંફા નથી મારવા પડતા. કુદરતે દરેકમાં શક્તિ પ્રમાણે મસ્તી કરી શકે એટલું તત્વ ત આપેલું જ હોય છે. ઘણીવાર જે સુખ સાહયબી મજૂર ભોગવે છે એવી સુખ સાહયની માટે માલેતુજારો તરસતા હોય છે.

બીજુ, જગત આપણને જાણે એ ગૌરવ લેવા જેવી બાબત છે. આપણો વિકાસ લોકોને દેખાય એ બાબત જ પ્રસંશનીય છે. પણ આ વિકાસ એટલે માત્ર સત્તા- સંપત્તિ કે વૈભવ પૂરતો સીમિત જ રહી જાય એ માણસ માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.જગત કરતાં આપણી જાતને આપણે જાણીએ એ વધારે અગત્યનું છે. કેમ કે કેટલીક વાર એવું થાય છે કે જગત આપણને જાણે છે.

તેવા આપણે હોતા નથી. આની ખબર માત્ર આપણને જ હોય છે !! અને જેને આવી ખબર એકવાર પડી જાય પછી એ માણસને 'અંતર્યાત્રા' કરવાની સૂઝ પડવા લાગે છે. જે માણસ અંતર્યાત્રા કરવાનું ચાલુ કરી દે છે એને પછી અહંકાર અને કડવાશનો ભેદભરમ દેખાવા લાગશે. જાતને જાણનારો માણસ ધીરે ધીરે મનના ખૂણે- ખાંચરે ભરાયેલો કચરો અને ગંદકી ધીરે ધીરે દૂર કરવાની કોશિષ કરશે. સામે મળતો પ્રત્યેક આદમી પછી એને પોતાના જેવો જ લાગવા માંડશે. પોતે ગંદો તો પેલો ગંદો. પોતે ચોખ્ખો તો પેલો સ્વચ્છ જ દેખાશે.

અત્યાર સુધી દૃષ્ટિના ભ્રમમાં જીવનારો માણસ અચાનક દૃષ્ટિકોણમાં જીવવા લાગશે. 'થેંક્યુ ભગવાન' આ સિવાય બીજી કોઈ પ્રાર્થના જ એને નહીં આવડે. કારણકે ભગવાને એને કોઈ પશુ-પંખી કે જીવજંતુ ના બનાયો ..! માણસનો અવતાર ખાલી ખાઈ-પીને મરવા માટે જ નથી મલ્યો ! 'સ્વ'ને એટલે કે જાતને જાણવા માટે પણ મળ્યો છે. માણસની જાતમાં જ જગત છૂપાયેલું છે. માણસમાં પણ મેળો ભરાય છે.

- દિલીપ રાવલ

Post Comments