Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોજમાં રહેવામાં જ મજા છે !!!

આપણે ત્યાં મોજ- મસ્તી કરવા કેટલા સરસ-સરસ તહેવારો છે. ઉત્તરાયણનો જુદો આનંદ, નોરતાની આગવી મોજ-મસ્તી, હોળી- ધુળેટી ને કૃષ્ણ જન્માષ્ટમીમાં વળી જુદો નશો. આ બધા જ

તહેવારોની મોજ આપણે સૌ સાથે મળીને માણીએ છીએ. પણ એ મસ્તી-મોજ કેવળ તહેવાર પૂરતી સીમિત રહેવાથી બાકિના દિવસો આપણે વિષાદ અને નિરાશામાં પસાર કરીએ છીએ.

કેમ આમ.. ? જેને આનો જવાબ જડી જાય એને દુનિયાનો સુખી માણસ સમજી શકાય.

કોઈ આપણને એવું પૂછે કે, આ જીવનનો હેતુ શો ? અહીં શું કામ આવ્યા છીએ ? જવાબ કદાચ સૌનો અલગ અલગ હોઈ શકે, પણ એક કોમન જવાબ તો રહેવાનો જ. અને તે જવાબ

એટલે આનંદ, મોજ- મસ્તી. જેનો જવાબ આવો ન આવતો હોય તેને ભટક્તી આત્મા કહી શકાય. એ હોય તો ય શું ને ન હોય તો ય શું ? જેને મોજ શું એની ખબર  જ ના પડે તે વળી

માનવ શાનો ? મસ્તીની સુગંધ વગર જીવન વ્યર્થ કહેવાય !

કહેવાતુ બુધ્ધિશાળી માનવપ્રાણીમાં આનંદ તત્વ હોય છે જ. કોકને પહેલુ સમજાય, કોકને મોડું સમજાય, કોકને લોકોના ગોદા ખાઈ ખાઈને સમજાય, કોકને બહુ બધું ભેગુ કરવાની લ્હાયમાં

કથળેલી તબિયતથી માલુમ પડે, કોકને કોક લેખકની પુસ્તિકામાંથી મળે.

માણસને મોજ કરતા આવડવું જોઈએ. બીજુ બધું થોડુુ ઓછુ- વધતું હશે તો ચાલશે.  લોકોને એમ પણ થતું હોય છે કે , ભાઈ રૃપિયા વગર કશું નથી. ના, ખોટી વાત. રૃપિયાવાળા

ઘરોમાં પણ મોજ ગેરહાજર હોવાનું માલુમ પડે છે . બધું હોવા છતાં જે ઘરોમાં શંકા-કુશંકાઓ ઘૂસી જાય છે, મોઢાં વંકાયેલા રહે છે, એકબીજાનું બોલેલું ગમતું નથી, મારા ઉપર મને

સંભળાવવા જ કહેતો'તો કે કેંતીતી  એવો ભાવ પેસી જાય પછી મોજ કે આનંદ ક્યાંથી હોય ? આવા લોકો રાત્રે સારી રીતે ઊંઘી પણ નથી શક્તા. આનંદ- મસ્તીને મોજ એમનાથી જોજનો

દૂર હોય છે. મોજ ના હોય તો કશું ના હોય.

આપણો આનંદ આપણો આગવો હોવો જોઈએ. પેલો કે પેલી ફલાણું- ઢીંકણું જબરજસ્તી કરે છે, એટલે હું પણ કરું એવું ન હોવું જોઈએ. કોકનું આંધળું અનુકરણ કરવાથી મોજ કદાપી ન

મળે. આપણી જિંદગીના માલિક આપણે. મારે કેમ જીવવું એ મારે જોવાનું. આપણે આપણી  રીતે મોજ- મસ્તી કરતા હોઈએ ને કોક વિદુષી- બહુરૃપિયો આપણને જૂદું સમજે એ એનો કારણ

વગરનો પૂર્વગ્રહ છે. એમાં આપણા આનંદમાં શું કામ ઓટ આવવા દઈએ.. ?

જે કદાપી ખડખડાટ હસતો ના હોય અને મીઠા ગાંડા ના કાઢે એનો બહુ વિશ્વાસ ન કરવો. મોજ કદાપી એકલાથી થતી નથી. ઓછામાં ઓછા બે માણસ તો જોઈએ જ. મજાનો જોક્સ પત્ની

સાથે શેર કરવાથી કે મિત્રને કહેવાથી આપણી મજા બેવડાઈ જતી હોય છે. જે પતિને આવો જોક્સ કહેવાની ઉતાવળ છે. એ પતિ-પત્ની નસીબદાર કહેવાય. હસવાનું- રડવાનુ કે નાચવાનું

કારણ જ ખબર ન પડે એનું નામ 'મોજ'.

આપણે ત્યાં મોજ- મસ્તી કરવા કેટલા સરસ-સરસ તહેવારો છે. ઉત્તરાયણનો જુદો આનંદ, નોરતાની આગવી મોજ-મસ્તી, હોળી- ધુળેટી ને કૃષ્ણ જન્માષ્ટમીમાં વળી જુદો નશો. આ બધા જ

તહેવારોની મોજ આપણે સૌ સાથે મળીને માણીએ છીએ. પણ એ મસ્તી-મોજ કેવળ તહેવાર પૂરતી સીમિત રહેવાથી બાકિના દિવસો આપણે વિષાદ અને નિરાશામાં પસાર કરીએ છીએ.

કેમ આમ.. ? જેને આનો જવાબ જડી જાય એને દુનિયાનો સુખી માણસ સમજી શકાય.

Work is Worship કામ એ ડ પુજા આપણે ત્યાં આવું કહેવાય  છે. કામને પૂજા સમજો પ્રજામાં તો આનંદ સિવાય કશું નથી હોતું. સોમથી શની જે લોકો કામની પૂજામાં વ્યસ્ત રહે છે.

તેવા જ લોકો રવિવારને મોજથી ઉજવી શકે છે. રવિવાર એમના માટે ઉત્સવ બની જાય છે. મહત્તમ લોકો વાર-તહેવારે જે ઉત્સવો મનાવે છે, એવા ઉત્સવનો ઓશિયાળો એ નથી હોતો.

ખરેખર તો મોજમાં રહેવું એ કોઈ તહેવારથી કમ નથી. માણસે ભક્તિ પણ મસ્તીથી, મોજથી કરવી જોઈએ. કોઈ ડર કે લાલચથી કરવામાં આવતી ભક્તિમાં ભલીવાર નથી હોતો, એમાં

મોજ ના પડે. શ્રીફળ બગડેલું નીકળે કે દીવો હોલવાઈ જાય કે અગરબતી પડી જાય એટલે કાંઈ અમંગળ થાય એવી કલ્પના માણસને ધ્રુજાવી નાખતી હોય છે. જે એને શંકામાં નાખી આખા

દિવસની મજા બગાડી નાખે છે. જોવા જઈએ તો શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની વચ્ચે મોજના બેસણા છે.  લગન..લગન... લગન..લગ..ગઈ તુમસે મેરી લગન લગી.. આવું જાત સાથે થાય તો

કેટલી મજા પડે ? પછી તો મન મસ્ત હુઆ ફીર વ બોલે ! તેમ છતાંય આપણી મોજ કોઈને નડે નહી, કોઈને નુકશાન ન કરે, કોઈ લઘુતામાં ન આવે ને ખાસ તો મર્યાદામાં રહે એનું ધ્યાન

એની તકેદારી તો રાખવી જ રહીં.
- અંજના રાવલ

Keywords It's,fun,to,live,in,the,fun,!!!,

Post Comments