Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

''ભૂતળ ભક્તિ પદાર્થ મોટું''

આ પૃથ્વિઉપર ભક્તિ એકજ એવું સાધન છે કે જેને સહુકોઈ સહેલાઈથી કરી શક્તે છે. અને આ કરવાનો સહુ કોઈને અધિકાર છે. આ કળિયુગમાં આત્મોદ્ધાર માટે ભક્તિના જેવો બીજો કોઈ સહેલો ઉપાય જ નથી કારણકે જ્ઞાાન- તપ- યોગ- યજ્ઞાપાત્ર વિગેરે આ યુગમાં સિધ્ધ થવા ઘણાંજ કઠણ છે. સરળ વ્યકિત- સાધુજનો ભગત માત્ર ભક્તિથી જ ઇશ્વર ને રાજી કરી શક્યા છે.

નારદ મૂની એ 'પરમપ્રેમરુપા'અને 'અમૃતસ્વરૃપ' ભક્તિને કહેલ છે. ભક્તિ શબ્દ જ 'ભજ' ધાતુ ઉપરથી બનેલો છે. અને અર્થ એ છે કે ઇશ્વર પ્રત્યે આસક્તિ, ભજન, પૂજા, ભક્તિ, અનુરાગ, પ્રેમ, પ્રીતિ વગેરે સમાન વાચી શબ્દો છે.

ભક્તિનો પ્રેમ તદ્ન નિષ્કામ હોય છે. ભક્તિનું સાચુ સ્વરૃપ પરમ પ્રેમરૃપ છે. બીજુ ભક્તિ એટલે 'અમૃત' તે જન્મ મરણનાં ચક્રમાંથી મુક્તિ બક્ષે છે. યમરાજ પણ તેની નજીક આવી શક્તા નથી.

મહર્ષિ શાંડિલ્યે કહ્યું છે કે સાપરાનુરકિરીશ્વરે, ઇશ્વરમાં  પરમ અનુરાગ યાને પરમ પ્રેમ એજ ભક્તિ છે. ઇશ્વરની ભક્તિ કરવામાં દરેક જીવોનો અધિકાર છે.

જેમકે હનુમાન, જામ્બવાન, ગજેન્દ્ર, ગરૃડ, કાકા ભુશિદિડ, જટાયુ વગેરે પશુ-પક્ષીઓ પણ ભગવાનની ભક્તિનાં પ્રતાપે પરમપદને પામ્યા છે.
ઇશ્વર ભક્તિમાં આયુષ્ય, રૃપ-જાતિ નું પણ કોઇ મહત્વ નથી, ભાવનું અને શુધ્ધ હૃદયનું મહત્વ છે. શબરી બાઈ વિગેરે તેનાં ઉદાહરણો છે.

ભગવાન માત્ર પ્રેમ ને જૂવે છે. જૂઓ.''વ્યાધનું ક્યું સારૃં આચરણ હતું ? ધ્રુવની ઉમર કેટલી હતી ? પ્રહલાદ ક્યા કુળમાં જન્મ્યો હતો ? ગજેન્દ્ર પાસે કઈ વિદ્યા હતી ? વિદૂરજીની કઈ જાતી હતી ? યાદવ પતિ ઉગ્રસેનનો ક્યો પુરુષાર્થ હતો ? કુબ્જાનું ક્યું  વિશેષ સૌદર્ય હતું ? સુદામા પાસે ક્યું ધન હતું ?  ભક્ત જલારામ બાપાની કઇ સમૃધ્ધિ હતી ? ભક્તિ પ્રિય ભગવાન તો માત્ર ભક્તિથીજ પ્રસન્ન થાય છે.''

તુલસીદાસજી એ રામાયણમાં શબરી સાથેના સંવાદમાં ભગવાન શ્રી રામચંદ્રજી એ નવ પ્રકારની ભક્તિમાં સત્સંગ, ઇશ્વરની કથા, સદગુરૃસેવા વિગેરે કપટ રહિતનાં ભાવની ભક્તિનાં ગુણગાન ગાયેલા છે.

શ્રીમદ્ ભાગવતમાં પ્રહલાદજીએ પણ કહ્યું છે કે ભગવાનનાં નામ, ગુણો કથા વિગેરેનું શ્રવણ, તેનાં કિર્તનો ગાવા, તેનું સ્મરણ કરવું. ચરણોની સેવા, પૂજન કરવું, વંદન કરવાં, દાસ તથા સખા પણાનો ભાવ તેમજ પોતાની જાતને સમપર્ણ કરી દેવી આ નવ પ્રકારની ભક્તિ બતાવી છે. ભગવત્ ગીતા માં પણ ભક્તિયોગનું મહત્વ દર્શાવેલું છે.

હૃદયમાં ભક્તિ ભાવ પ્રેમભાવ જાગે છે ત્યારે

૧. પ્રાણી માત્ર ઉપર દ્વેષ રહિત દૃષ્ટિ

૨. પ્રાણી માત્ર ઉપર પ્રેમ ભાવ, મૈત્રી ભાવ,

૩. પ્રાણી માત્ર ઉપર કરૃણ ભર્યા ભાવ.

૪. નિરંહકારી- અહંકાર રહિતનાં ભાવ.

૫. સુખ અને દુ:ખને સમાન ગણવાનાં ભાવ.

૬. હૃદયમાં ક્ષમા ભાવ.

૭. સંતોષી ભાવ.

૮. સમપર્ણનાં ભાવ.

૯. અપેક્ષા રહિતનાં ભાવ

વિગેરે ભાવો જાગે છે આથી જ નરસિહમહેતા એ ગાયુ છે કે 'ભૂતળ ભક્તિ પદારથ મોટું...

- ડો.ઉમાકાંત જે. જોષી
 

Post Comments