Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

''ત્રણ પ્રકારનાં દુ:ખ''- નૈષધ દેરાશ્રી

મનુષ્ય જીવનમાં જીવનનું ઘડતર દુ:ખમાંથી જ થાય છે. દુ:ખમાંથી જ માણસ આગળ આવે છે. દુ:ખ કોના ઉપર નથી પડયા ? ભગવાનના અનેક ભક્તો ઉપર દુ:ખ આવ્યા છે. છતાં ભક્તોની ભાવના તો જુઓ ! ભગવાનનો સાચો ભક્ત તો જાણે જ છે કે આ દુ:ખ આવ્યુ તે મારા આ જન્મનું નથી. મારા પૂર્વ જન્મના સંચીત ખરાબ કર્મનું ફળ મારા આ જન્મમાં મારી સામે હાજર થયુ છે.

આપણે પણ જીવનમાં હામ-દામ અને ઠામ હોય. દોમ દોમ સાહયબી હોય, ભગવાને તમામ પ્રકારનું સુખ આપ્યું હોય, ઘરના ઘર હોય ફળીયામાં નળ હોય છોકરાઓ લાઈનસર હોય છતાં એક એવું દુ:ખ આવી પડે છે કે જેને લીધે આપણે ત્રાહિમામ પોકારી જઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે આ જન્મ માં તો મેં કોઈનું ખરાબ કર્યું નથી છતાં આ દુ:ખ કેમ મારી ઉપર આવી પડયું. તો આવા સમયે ખૂબ જ ધીરજ રાખવી જોઈએ અને એજ વિચારવું જોઈએ કે આ દુ:ખ મારા પૂર્વ જન્મના ખરાબ સંચીત કર્મનું ફળ લઈને જ આવ્યું છે.

માટે હસતા હસતા જ તેને સહન કરીને તેને ભોગવી લેવું જોઈએ. અને તેમાંથી મુક્ત થવું જોઈએ કારણકે કર્મનું ફળ ભોગવ્યા વિના છૂટકો જ નથી. માટે સતકર્મ કરીએ અને તે પણ નિષ્કામ ભાવે કરીએ તોજ મોક્ષ માટે નું દ્વાર આપણા માટે ખુલ્લુ રહેશે.
આપણાં જીવનમાં જે અણધાર્યા દુ:ખો આવે છે તે કયા પ્રકારનાં હોય છે તેના વિષે જાણીએ.

આધિ દૈવિક દુ:ખો : આ પ્રકારનાં દુ:ખો કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે, જેમકે ધરતીકંપ થવો, વરસાદના સમયમાં અતિવૃષ્ટી થવી અથવા અનાવૃષ્ટી એટલે કે બિલકુલ વરસાદ ન થવો, વાવાઝોડું આવવું, દૂકાળ પડવો, નવા નવા રોગો ઉત્પન્ન થવા આવા આધિ દૈવિક દુ:ખો કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે.

આધિ ભૌતિક દુ:ખો : આ પ્રકારનાં દુખો આપણને અનાયાસે એટલે કે અજાણતા જ પ્રાપ્ત થાય છે. જેમ કે હડકાયુ કૂતરું કરડવું, રસ્તામાં જતા હોઈએ અને ગાય અથવા બળદની આપણને ઢીંક મારવી, ભમરી કરડવી, સાપ કરડવો કે વીંછી કરડવો જેવા દુ:ખો આધિભૌતિક દુ:ખો કહેવાય છે. જે પણ આપણે ભોગવવા જ પડે છે.

આધ્યાત્મિક દુ:ખો : આ પ્રકારનાં દુ:ખો આપણાં શારીરિક સ્તરે આવતા હોય છે જેમકે તાવ આવવો, શરદી થવી, કેન્સર થવું, હાર્ટ એટેક આવવો, મ્. હાઈ અથવા લો થઈ જવું, ડાયાબિટીસ થવો, આ પ્રકારનાં દુ:ખો આધ્યાત્મિક દુ:ખો કહેવાય છે. જે પણ આપણે ભોગવ્યે જ છૂટકો છે.
પરભવમાં કરેલા ખરાબ કર્મનું ફળ કોઈપણ જન્મમાં અથવા આ જન્મમાં પણ ફળ આપવા માટે હાજર થવાનું જ છે. માટે તેમાં અફશોશ શા માટે ?

રામકૃષ્ણ પરમહંસ, જેવા સંતો સુદામા જેવા ભક્તો વિગેરે ઉપર પણ દુ:ખો આવ્યા જ છે. છતાં તેમણે હસતા મોઢે સહન કરીને તેમાંથી મુક્તિ મેળવી છે.

જ્યારે આપણે મનુષ્ય તો આપણા માથે બારે મેઘ ટૂટી પડયા હોય તેમ મરી ગયો, મરી ગયો કહીને દુ:ખી દુ:ખી થઈ જઈએ છીએ. પરંતુ જો ભગવાન ના સંતો અને ભક્તો પર પડેલ દુ:ખોને યાદ કરીને જો આપણે જીવીશું તો આપણે પણ હલ્કાફૂલ જેવા બની જશું. અને દુ:ખ ક્યારે ચાલ્યુ જશે તે પણ આપણને ખબર નહીં પડે.

Post Comments