Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંત, સપૂત, બજરંગ દાસ

આજે તો બગદાણા આવેલું બજરંગ દાસબાપાનું તિર્થધામ બની ગયું છે. જ્યાં મોટરોમાં આવતા શ્રીમંતો લોકોને પિરસ

તળાજા- મહુવા વચ્ચેના ગામ બગદાણામાં બગડ નદીને કિનારે બગડેશ્વરના મંદિરે આવીને ૪૧ વર્ષે વસ્યા, ઝાંઝરીયા હનુમાનની પ્રસાદી સ્વરૃપ સાધુ અવતારનું નામ પડી ગયેલું બજરંગ દાસ પણ મુખમાં રટણ સતત ચાલતું રહે સીતારામનું આવનારા- જનારા તમામને એક જ જવાબ 'બાપા સીતારામ'.

સોનાની ચિડીયા કહેવાતા ભારતને અંગ્રેજોએ શોષી શકાય તેટલું શોષી લીધું હતું. શોષીત ગામડાઓ ચુડેલના વાહા જેવા ભેંકાર ભાસતા હતા. નકોઈ કામ, ન કોઈ ધંધો કે રોજગાર પ્રજા કામવીના બેરોજગાર ટળવળતી હતી તેવે સમયે રાજસ્થાનના ડુંગર પુર જીલ્લાના એક ગામડામાં રામાનંદી સાધુનો એક નવપરિણીત પરિવાર આ કપરા કાળમાં જીવન કેમ કાપવું તેની વિમાસણ અનુભવતો હતો. ઇ.સ. ૧૯૦૦ની આસપાસનો એ કાળ, દેશમાં આઝાદીનો પવન હજી ફુંકાયો ન હતો.

૧૮૫૭ના વિપ્લવમાં પછડાટ અનુભવ્યા બાદ પ્રજાને હજી કળ વળી ન હતી. તેવે સમયે આ રામાનંદી સાધુ હિરાદાસને આસપાસના બે ગામની વસ્તી ચેતવે તો પણ ઘર ચાલે તેટલો લોટ મળતો ન હતો.

એક દિવસ હિરાદાસે પત્ની શિવકોરને કહ્યું હવે આ ધરતી ખમાકારો કરવાને બદલે જાકારો આપે છે. ગુજરાતના પોરબંદર, ભાવનગર, જામનગરના રજવાડા દયાળું અને ગરીબના બેલી ગણાય છે. આપણે હજી નછોરવા (સંતાનહિન) છીએ ક્યાં કોઈ સારી જગ્યાએ આશ્રય મેળવી લઈએ તો જીવનશાંતિથી જીવાય અહીં જીવવાનો કોઈ આરો નથી શિવકુંવર માટે તો ગળથુંથીમાં મળેલું જ્ઞાાન હતું.

પતિ પરમેશ્વર અને તે બોલે તે વેદ વાકય પરિવારે પોતાના થોડા વાસણ, કપડા અને વારસામાં મળેલી રામાયણ બગસે બાંધ્યા અને રાજસ્થાનની ધુળ માથે ચડાવી હાલી નિકળ્યા, કેવા પૈસા ? કેવા વાહન ? એક ગામથી બીજે ગામ પગે ચાલીને પહોંચી જવાનું કોઈ શ્રીમંતના ઘરે થોડું ઘણુંકામ કરીને પેટ ભરીને ખાઈલેવાનું ગામને ચોરે લોકો ભેગા થાય અને હરિદાસ બાપુ રામાયણનો એકાદ પ્રસંગ કહે એમ ધીમે- ધીમે હરિદાસ ગોહિલવાડની ગરવી ધરા માથે આવી પુગ્યા ગામમાં પ્રવેશતા સામે મળેલા એક ખેડૂતને સીતારામ કરીને હરીદાસ બાપૂએ પુછયું ભાઈ ગામનું નામ શું ? અધેવાડા સામો જવાબ મળ્યો અને ખેડૂતે કહ્યું સાધુ લાગો છો ! ક્યું ગામ ? ગામ બહુ છોટું છે, રાજસ્થાન નો છું પેટીયું રળવા આવ્યો છું ગામમાં આશરો મળે તો થાકેલા છીએ એક બે દિવસ રોકાવું છે, અરે ભલા માણસ આશરો શોધવાનો થોડો હોય ? હાલો મારે ઘેર ભગવાને વાટકી જમણ આપ્યું છેતેમા સૌ ખાશું. અસલ ગોહિલવાડી જવાબ મળ્યો.
આગળ ખેડૂત અને પાછળ આ દંપતિ તેના ઘરે આવ્યા. ફળીયામાં પેસતાજ હરિદાસને ખ્યાલ આવી ગયો કે ખોરડું સુખી છે. અને આશરા ધરમ પાળનાર જણાય છે.

ખેડૂતે ઘરવાળાને સાદ કરી અભ્યાગતની પરોણાગત કરવા કહ્યું સાધુ દંપતિ નાહીને, રસ્તાનો થાક ઉતારી તાજા થયા ત્યાંતો થાળીમાં ગરમ ગરમ ઘી એ ચોપડેલા રોટલા, દુધ અને છાશ અથાણા શાક પીરસાઈ ગયા ખેડૂતતો મહેમાનોને મુકી ખેતરે જતો રહ્યો હતો. સામેના ઢાળીયામાં હરિદાસ બાપૂએ લંબાવ્યું થાકેલી કાયાને ઉંઘે  ઘેરી લીધી.

પણ મહિલાઓને પરિચય કેળવતા વાર નથી લાગતી શિવકુંવર અને ખેડૂતના પત્ની પરસ્પર વાતુએ વળગ્યા, સારા આશરાની શોધમાં નિકળ્યાની વાત કરતા શિવકુવરના નયન ભીંજાયા સાંજે વાળૂ કરીને હરિદાસે ચોરને બદલે ખેડૂતને ત્યાંજ રામાયણના પ્રસંગ ની કથા  આદરી, ખેડૂતના ઘરની આસપાસના લોકો પણ એકત્ર થઈને કથા સાંભળી રહ્યા..

હરી અનંત હરી કથા અનંતા કહહી સુનહી બહુ બીધી સબ સંતા.. ખેડૂતે હિરાનું તેજ પારખીને હરિદાસ બાપુને દેશરટણનું કારણ પુછયું હરિદાસે હતું તે કારણ રજૂ કરી દીધું અને ત્યાં એકત્ર થયેલા સમાજે કહ્યું કે અહીં ઝાંઝરીયા હનૂમાનના મંદિરે કોઈ પુજારી નથી

બાપૂ રોકાઈ જાવ અને મંદિરમાં નિવાસ કરો ગામમાં પ્રજા ચેતાવશો એટલે અનાજની ચિંતા નહીં અને શાક પાંદડું તો રાતે રામાયણના પાઠમાં આવ્યા કરશે ક્યાંય જાવાની જરૃર નથી બાપુ હાંડા જેવું ગામ છે. સુખેથી રહો અને કોઈ અટકી આવેતો અમે બધા છીએજને..! જરૃર પડયે ઉભા રહીશું અને અત્યારે જરૃર હોય તે કહો તો પુરી કરી દઈએ. સંતોષી હરીદાસે ના પાડીકે અત્યારે કોઈ જરૃર નથી.
બીજા દિવસે ભગવાન આદિત્ય ઉદય પામે તે પહેલા તો ઝાંઝરીયા હનુમાનની જગ્યા સાફસુફ થઈ ગઈ પુંજારી માટે તૈયાર કરાયેલા ઓરડા પણ ચોકખા ચણાંક અને ભગવાન ભાસ્કરે કોર કાઢી..

આકાશ રતુમડું થયું ત્યાંતો ઝાંઝરીયા હનુમાનના મંદિરમાં નગારા અને ઘંટારવે અઘેવાડાને જાગૃત કરી દીધું હરિદાસ બાપુના બુલંદ સ્વરમાં જ્ય હનુમાન જ્ઞાાન ગુણ સાગર જ્ય કપિશ તિહં લોક ઉજાગર તેમજ રામચંદ્ર કૃપાળુ ભજમન હરન ભવભય દારૃણં નવકંજ લોચન કંજ મુખકર કંજ પદ કંજારૃણં સાંભળવા આસપાસના ગામલોકો પણ એકત્ર થવા માંડયા ગામના મારગે મંદિર શિવકોર માતા પણ વટેમાર્ગુને પાણી, ચા, રોટલો જેવો સમય તેવો આશરા ધરમ નિભાવવા મંડયા પછી તો રોજ રાત્રે રામાયણનો પાઠ એ એક ક્રમ બની ગયો રઘુકુલ રીતી સદા ચલી આઈ, પ્રાણજાય અરૃબચન ન જાઈ સાથે રામ વનવાસ, કે ભરત મિલાપ કે સીતા- ત્યાગનો પ્રસંગ સાંભળતા ભોળી ગ્રામ્ય પ્રજા ધૃસ્કે ચડી જતી.

સમય દેવતાનું ચક્ર ફરતું રહ્યું હરિદાસ બાપુ અધેવાડાનું એક અંગ બની ગયા. સાજા- માંદા હોય અને કોઈ દિવસ રામાયણનો પાઠ  ન થાય તો ગામમાં સોપો પડી જતો, દરેક વ્યકિત પૃચ્છા કરી જતો કે બાપુ દવા લીધી ? કાંઈ ઓસડીયા લાવી આપું ? વર્ષોના વહાણાં વાયા ૧૯૦૫-૦૬નો ગાળો ચાલી રહ્યો છે. હરિદાસ અને શિવકુંવરને ત્યાં પૂત્ર જન્મ થયો.

આસપાસના ગામડાના ટેકાથી પગભર થઈ ગયેલા હરિદાસ બાપુએ ઓચ્છવ કર્યો ગામમાં પણ બાપુને ત્યાં પારણું બંધાયાનો આનંદ વર્તાઈ રહ્યો બાપુનું આખા દિવસનું કામજ હતું હનુમાનજીની ભક્તિ એટલે દિકરાનું નામ રાખ્યું ભક્તિ રામ પણ શ્યામ વર્ણ અને નાકેથી જોરથી શ્વાસ છોડવાની આદતને કારણે લોકો તેમને શેષનારાયણનો અવતાર માનતા.

પાંચ વરસનો થતા ભક્તિરામને અધેવાડાની ધુડી શાળામાં ભણવા મુક્યો. માંડ માંડ બે ચોંપડીનું ભણતર લીધું પણ રામાયણનો રંગ એવો લાગેલો કે જે મળે તેને બાપા સીતારામ કરવાની આદત પડી ગયેલી સંસાર તરફ કોઈ અનુરાગ નહી માબાપે ઘણાં સમજાવ્યા પણ પંદરવર્ષની વયેતો મા બાપ-ઘર છોડીને ભક્તિરામે વનની વાટ પકડી લીધી ભગવત ઉપાસના અને તપશ્ચર્યાનું ભાથુ ભેગું કરતા, કરતા તળાજા- મહુવા વચ્ચેના ગામ બગદાણામાં બગડ નદીને કિનારે બગડેશ્વરના મંદિરે આવીને ૪૧ વર્ષે વસ્યા, ઝાંઝરીયા હનુમાનની પ્રસાદી સ્વરૃપ સાધુ અવતારનું નામ પડી ગયેલું બજરંગ દાસ પણ મુખમાં રટણ સતત ચાલતું રહે સીતારામનું આવનારા- જનારા તમામને એક જ જવાબ 'બાપા સીતારામ'.

બગડેશ્વર મહાદેવે સતત ચાલુ રહેતી લોકોની અવર જવર ભક્તિમાં વિધ્ન નાખે છે એવું લાગતા મંદિરથી થોડે દુર ઢોરા પર મઢુલી બનાવી, ધીમે- ધીમે તેમની સુવાસ એટલી પ્રસરી કે આસપાસના ખારી- ગળથર મોણપર, કવીમોદર, ધરાઈ ગામોના લોકો પણ બાપાના દર્શને આવતા થયા.

ગ્રામ્ય પ્રજાને જરૃર પડયે પ્રેમથી, ક્રોધથી સમજાવતા- સમજાવતા નામના એટલી પ્રસરી કે લોકો તેમની સમસ્યાઓ તેમની સામે રજૂ કરતા થઈ ગયા વળી મઢુલીનો નિયમ બની ગયો કે આવનાર દરેકને ચા-પાણી આપવાના બપોરે ભોજન પણ ખરૃં બજરંગદાસ બાપા બંડીના ખીસ્સામાં હાથ નાંખી નોટોનું બંડલ કાઢી ખાંડનો બોરો કે ચાની પેટી મંગાવે, પૈસા ક્યાંથી આવે છે ? કેમ આવે છે ? તેનો કદી કોઈને પત્તો ન લાગ્યો એક સમય એવો આવ્યો કે બાપાની મઢુલીએ ખાંડ અને ચાની ટ્રક લાવવી પડે અને છતા તે બંડીમાંથી રૃપીયા ચુકવાઈ જાય ઘણી વાર ટ્રકવાળા પૈસાનો અસ્વિકાર કરીને કહી દે કે પૈસા અગાઉ ચુકવાઈ ગયા છે તમારે કંઈ આપવાનું રહેતું નથી ધીમે- ધીમે માનવ મહેરામણ ઉમટવા લાગ્યો.

આખો દિવસ લોકોને મળવામાં જાય  બજરંગદાસ બાપાને લાગ્યું કે અરે જીતવા, ભક્તિ કરવા મઢુલી બાંધી તો અહીં તો મેળો જામ્યો તે દરમિયાન ૧૯૬૨માં ભારત- ચીનનું યુધ્ધ થયું વડાપ્રધાને દેશને સૈનિક ફંડમાં ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી ગૃહિણીઓએ ઘરેણાં ઊતારીને જવાનોના ફંડમાં આપી દીધા ત્યારે બાપાને વિચાર આવ્યો કે અરે..રે હું સાધુ પાંસે કંઈ ન મળે મારા દેશના બલિદાની શહિદોને જવાનોને હું શું આપું ? તેમને વ્હાલો એક રેડીયો અને રહેવાની મઢુલી અને ફળીયામાં પોતે ઉછેરેલો વડલો હતા.

બાપુએ મઢુલી અને રેડીયો વેચવાની જાહેરાત કરી બાપુની મઢુલી અને રેડીયાના મોંધેરા મૂલ ઉપજ્યા બાપુએ ગણ્યા વીના ગ્રામ પંચાયતમાં સૈનિક ફંડમાં અર્પણ કરી દીધા ઉંમરે સાદ દીધો અવસ્થા પાકતી ગઈ બાપાને પણ મેળાથી વેગળા પડી ભક્તિ કરવાની ઝંખના જાગી ગઈ આખરે ૯-૧-૧૯૭૭માં પોતાની જીવન લીલા સંકેલી લીધી તેમના જીવનમાં નાસીકના કૂંભમેળામાં તમામ સાધુઓને ખારાને બદલે મીઠું પાણી પાયા સહિતના અનેક પરચાઓ તેમના માટે વર્ણવાયેલા છે પણ પોતે તે તમામ ચમત્કારોથી અલિપ્ત રહીને બાપા સીતારામની દયા ભાઈ મારાથી કંઈ ન થાય ઇતો ભગવાનની મરજી પ્રમાણે થાય તેવા જવાબો આપતા રહ્યા.

આજે તો બગદાણા તિર્થધામ બની ગયું છે. જ્યાં મોટરોમાં આવતા શ્રીમંતો લોકોને પિરસતા હોય કે, વાસણો વીંછળતા હોય તે ઘટનાની નવાઈ નથી. આપણ એક ચમત્કારજ ગણવા રહ્યોને ? આજે પણ તે તપોભૂમીમાં રોજ સેંકડો માણસોના હરિહરની હાંકલ પડે છે.
 

Post Comments