Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સગામાં શ્યામ તું, વ્હાલામાં વ્હાલોતું..- લાભુભાઈ ર. પંડયા

એક દિવય અંતરમાંથી પ્રેરણા મળી. કનૈયા સાથે માનસિક સંબંધ જોડું. હું તેનો સગો છું. તે મારો છે. એવો ભાવ સંબંધ બાંધી રાતદિન બસ માનસિક રીતે એની સાથે વાત કરું...મળું.. એને રમાડું.. એને ખવડાવું... સંતે તો મનોયોગથી શરૃઆત કરી. ને જાણે ખરેખર કનૈયો એમની સાથે જ રહે છે.. ફરે છે.. વાત કરે છે.. મળે છે ભાગે છે.. સૂવે છે. ખાય છે. એમાં જ એમનું મન સ્થિર થઈ ગયું. એક વખત સંતે ગંગા સ્નાન કરવા અન્યતીર્થ સ્થાને જવાનું વિચાર્યું.. પણ પછી જાણે કનૈયો તેમને કંઈ કહેતો હોય તેવું લાગ્યું..  

ભગવાનનો સ્વભાવ અત્યંત કોમળ, મૃદુલ, સરળ, સરસ, મધુર અને મનોહર છે. તેમના જેવું નિર્હેતુક દયાળુ, નિ: સ્વાર્થપ્રેમી, સૃહૃદ, શરણાગતવત્સલ, દીનબંધુ,  પતિતપાવન અન્ય કોઈ જ નથી.

વાત્સલ્ય, દાસ્ય, સખ્ય, માધુર્ય વગેરે જે કોઈ ભાવથી ભગવાનને જે ભજે છે તેને ભગવાન તે જ ભાવથી ભજે છે. નંદ- જશોદા, વસુદેવ- દેવકી વગેરે ભગવાનને વાત્સ્લ્ય ભાવે ભજતાં હતાં, તો ભગવાન તેમના પુત્રરૃપે રહેતા હતા. અક્રૂર વગેરે ભક્તો ભગવાનને દાસ્યભાવે ભજતા હતા તો તેમના માટે ભગવાન સ્વામી- માલીક બની રહેતા હતા.

શ્રી દામા વગેરે ગોપબાળકો ભગવાનને સખ્ય ભાવે ભજતા હતા તો ભગવાન તેમના માટે સખા બની રહેતા હતા. અર્જુન દાસ્ય- સખ્ય એમ બંને ભાવથી ભજતા તો ભગવાન તેમના માટે સ્વામી અને સખા બની રહેતા હતા.

''સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાાત્વામાં શાન્તિમૃચ્છતિ'' (મારો ભક્ત મને સ્મસ્ત ભૂત- પ્રાણીઓના સુહૃદ તરીકે અર્થાત્ નિ:સ્વાર્થ, દયાળુ અને પ્રેમી એમ તત્ત્વથી જાણીને શાન્તિ પ્રાપ્ત કરે છે.)

સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ યાચતે ।
અભયં સર્વભૂતેભ્યો દદામ્પેનદ વ્રતં મમ ।।

''જે મનુષ્ય હું તમારો છું એવા ભાવેથી ભાવિત થઈને ફકત એકવાર પોતાને તમામ પ્રકારે મને અર્પણ કરી દે છે, યથાયોગ્ય મને સોંપી દે છે તે સાચાભાવથી પ્રાર્થના કરનારા ભક્તને અપનાવી લઈને હું તેને તમામ પ્રાણીઓથી નિર્ભય કરી દઉં છું. આ મારું વ્રત છે.'' પરમાત્માનાં આ વચનો આપણા સૌ માટે વરદાનરૃપ છે.
પ્રેમસંબંધ બાંધી જે ભગવાનને પોતાના કરી લે છે, તેનો બેડો પાર થઈ જાય છે.

શ્રી કૃષ્ણકનૈયાની લીલાભૂમિ વ્રજમાં એક સંત રહેતા હતા. રાતદિન પ્રભુ સ્મરણ કરે, તપ કરે, ધ્યાન કરે, પ્રાણાયામ વગેરે કરે. થોડાંક વર્ષો પસાર થયાં. સંતે આત્મનિરીક્ષણ કર્યું તો તેમને સમજાયું કે આટલાં બધાં વર્ષો ધ્યાન ધર્યું. પ્રાણાયામ કર્યો. પણ મનમાં શાન્તિ રહેતી નથી. ધ્યાન- પ્રાણાયામ પછી મનની સ્થિતિ સારી રહેતી નથી.

એક દિવય અંતરમાંથી પ્રેરણા મળી. કનૈયા સાથે માનસિક સંબંધ જોડું. હું તેનો સગો છું. તે મારો છે. એવો ભાવ સંબંધ બાંધી રાતદિન બસ માનસિક રીતે એની સાથે વાત કરું...મળું.. એને રમાડું.. એને ખવડાવું... સંતે તો મનોયોગથી શરૃઆત કરી. ને જાણે ખરેખર કનૈયો એમની સાથે જ રહે છે.. ફરે છે.. વાત કરે છે.. મળે છે ભાગે છે.. સૂવે છે. ખાય છે.

એમાં જ એમનું મન સ્થિર થઈ ગયું. એક વખત સંતે ગંગા સ્નાન કરવા અન્યતીર્થ સ્થાને જવાનું વિચાર્યું.. પણ પછી જાણે કનૈયો તેમને કંઈ કહેતો હોય તેવું લાગ્યું.. કનૈયો કહેતો લાગ્યો ''બાબા ! તમારા વિના ગમશે નહિ.'' ને બાબાએ ગંગાસ્નાન તીર્થયાત્રાનો વિચાર માંડી વાળ્યો.

વર્ષો પછી 'સંતનું અવસાન થયું. સંતના શબને સ્મશાને લઈ ગયા. અગ્નિ સંસ્કાર કરવાનો વખત થયો ત્યારે ઓચિંતા અગિયારેક વર્ષનો એક બાળક દોડતો આવી કહેવા લાગ્યો,''મારા બાબાજીનો મારે અગ્નિસંસ્કાર કરવા  છે.'' ને અગ્નિસંસ્કાર કરી તે બાળક થોડેક દૂર જઈ અદૃશ્ય થઈ ગયો. શ્રધ્ધાળુજનોને લાગ્યું કે આ કૃષ્ણકનૈયા વિના બિજું કોણ હોય ? આ બાબાજીએ વર્ષો સુધી કનૈયાની  સાથે સંબંધ બાંધ્યો તેનું આ સુફળ મળ્યું.

સાચા શુધ્ધ પ્રેમાનુરાગનું આ પરિણામ છે પવિત્રતા, સરળતા, શુદ્ધપ્રેમ, પૂર્ણ શરણાગતિ સાથે, કનૈયાજોડે સંબંધ બાંધ્યો હોય તો આ હળહળતા કળિયુગમાં પણ તે (કનૈયો) સંબંધ સાચવે છે.
હવ્હાલો પ્રેમને તે વશ થયા રાજીરે..
હતેમાં શું કરે પંડિત ને કાજી રે..

- ભગવાન કહે છે :-
પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા
રાત દિન હૃદયે ભાળું રે..

અડસઠ તીરથ મારા સંતને ચરણે
કોટિ ગંગાને કાશીરે.

હસગામાં શ્યામ તું વ્હાલમાં વ્હાલોતું
મારી સૂરતા સંભાળી લેવા આવજો રે.

 

Post Comments