Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ એટલે વિનમ્રતા- સંતત્વનું જાણે એવરેસ્ટ શિખર.

દુનિયા પડી ઇ ખોજમાં કે સત્સંગી કેમ ફરે છે મોજમાં, પણ એ બધાને શું ખબર કે મહંતસ્વામી મહારાજની મહેર છે વાલા એટલે તો લીલાલહેર છે...

ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન થયા બાદ બી.એ.પી.એસ.ની ધૂરા સંભાળનાર પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ એટલે નિર્મળ અને નિષ્કામી હૃદયમાંથી છૂટતું નિરહંકારી ઝરણું..!! વિનમ્રતા- સંતત્વનું જાણે એવરેસ્ટ શિખર. સંતોમાં મૂર્ધન્ય પ્રતિભાવંત સાક્ષાત્ બ્રહ્મસ્વરૃપ સંત.

તપોમૂર્તિ પૂ. મહંતસ્વામી મહારાજ નિત્ય સવારે ૩:૩૦ વાગે જાગી જાય છે. સાધુ થયા ત્યારથી આજપર્યત રસોઈમાં મીઠુ લેતાં જ નથી..!! ૬૦ વર્ષથી મીઠાનો સદંતર ત્યાગ કરેલ છે. ઘી- તેલ વગરનું બાફેલુ જ ભોજન ગ્રહણ કરે છે.

ભોજન એટલું સાદુ હોય કે હાથ ચીકણો થાય જ નહીં...!! સાધુ થયા ત્યારથી આજસુધી બોડીવેટ એક સરખુ રાખેલ છે. ક્યારેક વજન ઘટયું હશે. પણ વધવા દીધુ નથી. તેઓ ચુસ્ત પંચવર્તમાન પાળી રહ્યા છે. તપ- ત્યાગનું જાણે સમન્વયતીર્થ ! તેઓ ધર્મ-જ્ઞાાન- વૈરાગ્ય અને દાસત્વભક્તિમાં શુરા-પુરા છે.

મિતભાષી પૂ. મહંતસ્વામી બોલે છે બહુ ઓછું. વાક્યમાં પૂછો તો શબ્દમાં ઉત્તર આપે છે. શબ્દમાં પૂછો તો હાસ્યથી ઉત્તર આપે છે. સાહજિક દિવ્ય દ્રષ્ટિ ધરાવતા પૂ. મહંતસ્વામી કોઈ વ્યકિતને જૂએ તો બહુ જ પ્રેમથી, બહુ જ મહિમાથી અને દાસભાવથી વંદન કરતા જૂએ છે. પરમાત્માના સાક્ષાત્કારયુક્ત ગુરૃદેવ પૂ. મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં સૌને પરમ શાંતિનો અનુભવ થાય છે. સૌને પરમાત્માને મળ્યાનો રોમહર્ષ અનુભવાય છે.

સુરતમાં પૂ.પ્રમુખસ્વામી મહારાજની ૯૬મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે મોટાબીલ્ડર, જૈન સંગઠનના ટ્રસ્ટી શ્રી સુરેન્દ્રભાઈ જૈને પૂ. મહંતસ્વામીને પુષ્પહાર પહેરાવ્યા બાદ સંતોને જણાવેલ કે પ્રમુખસ્વામીજીમાં મે જે આધ્યાત્મિક મૃદુતા અને આંખોમાં નિર્મળતા જોઈ હતી. તેવી જ આધ્યાત્મિક મૃદુતા અને નિર્મળતા મને પૂ. મહંતસ્વામી મહારાજમાં દ્રશ્યમાન થયેલ છે. તેઓ બોલ્યા : પ્રમુખસ્વામી હેઝ મેઇડ એ પરફેક્ટ ચોઈસ..

વ્યસનવાળા આશીર્વાદ લેવા આવે એટલે પૂ. મહંતસ્વામી મહારાજ બોલે,''ગયુ'' અને પેલાનું વ્યસન છૂટી જાય..!! પ્રશ્નોનાં નિરાકરણ માટે ભક્તો- ભાવિકો આવે ત્યારે પૂ.સ્વામીશ્રી ઘણીવાર માત્ર હાથથી લટકુ જ કરી આશિષ આપે અને પેલાનું કામ થઈ જાય..!! પૂ. મહંતસ્વામી બોલે છે બહુ ઓછું પણ કામ મોટુ કરે છે. પૂ.મહંતસ્વામી મહારાજ આજકાલ જબરજસ્ત ઐશ્વર્ય વાપરી રહ્યા છે.

દુનિયા પડી ઇ ખોજમાં કે સત્સંગી કેમ ફરે છે મોજમાં, પણ એ બધાને શું ખબર કે મહંતસ્વામી મહારાજની મહેર છે વાલા એટલે તો લીલાલહેર છે...

હાલમાં પૂ.મહંતસ્વામી મહારાજ અમેરિકાના વિવિધ સેન્ટરોમાં વિચરણ કરી સૌને આધ્યાત્મિકતાના અમૃત પાઈ રહ્યા છે. તેઓની સંન્નિધિમાં જાણે ભક્તિની વસંત મ્હોરી ઉઠી છે. તેઓની દિવ્યતાથી આર્કષાઈને શહેરના મેયર સહિત મહાનુભાવો- પ્રતિષ્ઢિતો, હરિભક્તો તેમજ ભાવિકો મોટી સંખ્યામાં સત્સંગલાભ લઈ રહ્યા છે.

તા.૧૪/૦૯/૨૦૧૭નાં રોજ પૂ. મહંતસ્વામી મહારાજનો ૮૪મો પ્રાગટયદિન છે. ભક્તોના હૈયાના હાર, સત્સંગના નાડીપ્રાણ, સર્વોચ્ચ આધ્યાત્મિક મૂલ્યોનું મૂર્તિમંત સ્વરૃપ, રોમ રોમ શ્રી હરિ ધરનાર ગુણાતીત સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને તેઓના પ્રાદુર્ભાવદિને કોટિ કોટિ વંદન...

- કિશોર ગજ્જર
 

Post Comments