Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જ્યોત સે જ્યોત જલે

 

*     માણસના પતન માટે એક ક્ષણ પણ પુરતી છે.

*    સલાહ એ એવી બેંકનો ચેક છે જે બેંકમાં આ ચેક આપનારનું ખાતું જ હોતું નથી.

*     સીડીની ટોચ પર ઉભેલો માણસ પહેલા પગથિયાનો ઋણી હોવો જોઈએ.

*     જ્યાં નદી ના હોય ત્યાં પુલ બાંધવાનું વચન આપે તે ખરો રાજકારણી.

*     બોલતા બધાને આવડે છે વાતચીત કરતા બહુ થોડાને આવડે છે.

*     માનવી બીજાના દુ:ખને ભોગે સુખ ભોગવવામાં શરમ અનુભવતો નથી.

*    માણસ પહેલા સંપત્તિ મેળવવા સ્વાસ્થ્ય વેડફી નાખતો હોય છે. પછી સ્વાસ્થ્ય મેળવવા સંપત્તિ વેડફે છે.

*     પહેલાનું જીવન મૌનથી ચાલતું, આજનું જીવન લોનથી ચાલે.

*     માણસને બીજાની પીઠ પર ઘા કરતા તો આવડે છે પણ બીજાની પીઠ થાબડતાં નથી આવડતું.

*     પ્રાર્થના મનુષ્યને પાપ કરતા અટકાવે છે. પાપ મનુષ્યને પ્રાર્થના કરતા અટકાવે છે.

*     વસ્ત્રથી ગાળેલ પાણી સ્વાસ્થ્ય ટકાવે છે. વિવેકથી ગાળેલ વાણી સંબંધ ટકાવે છે.

*     કલહ જીવનને ઉજ્જડ બનાવે છે. સુલેહ જીવનને ઉજ્જવળ બનાવે છે.
 

Post Comments