Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કનૈયાકા દીદાર કરને આયા તેરે દ્વાર...- મુકેશભાઈ ભટ્ટ

આયાતેરે દ્વાર મૈયા આયાતેરે દ્વાર..

શ્રી જોગીલીલા શ્રાવણ વદ બારસ

શ્રાવણ વદ નોમને ગુરૃવારે શ્રીનંદાલયમાં નંદ મહોત્સવ થયો. બે લાખ ગાયો સાત તલના પર્વત, વસ્ત્ર, સુવર્ણ, રજ્ત અને અલંકારોનું દાન થયું. આ ઉત્સવના વિજ્યબાદ શ્રી મહાદેવજી સમાધિમાંથી અતિ પ્રસન્ન ચિત્તે જાગૃત થયા. જેનું કારણ હતુ સમાધિમાં થયેલ શ્રીનંદ ઉત્સવનો સાક્ષાત્કાર.

જો સમાધિમાં આટલો આનંદ તો સન્મુખ જઈ લાલાના દર્શન કરતા કેટલો બધો આનંદ આવે તેવા વિચારથી બાલાજોગીનું રૃપ ધરી, શૃંગી- ભૃંગી બંને ગણોને સાથે લઈ શ્રાવણવદ બારસને રવિવારના પ્રાત:કાલમાં આત્રિપુટી ગોકુલમાં આવી અને જોગીલીલા પ્રગટ કરી આ બિરાજતાં શ્રીનાથજીની સન્મુખ શ્રી સૂરદાસજીએ કિર્તન દ્વારા રજૂ કર્યું જે આજે સર્વત્ર ગવાય છે.

નગરમેં જોગી આયા... જશોદા કે ઘર આયા..

હો.. સબસે બડા હૈ તેરા નામ.. ભોલેનાથ.. ભોલેનાથ.. ભોલેનાથ
અંગ બિભૂતગલે રૃંઢમાલા શેષનાગ લિપટાયો

બાંકો તિલક ભાલચંદ્રમાં ઘરઘર અલખ જગાયો...
નગરમેં જોગી આયા....

લે ભિક્ષા નીકલીનંદરાની કંચનથાલ ભરાયો

લો ભિક્ષાજોગી જાઓ આસન પર મેરો લાલ ડરાયો...
નગરમેં જોગી આયા...

ના ચાહિયે તેરી દોલત દુનિયા ઔર ના કંચનમાયા

અપને લાલકે દર્શક રાદે મૈં દર્શન કો આયા
નગરમેં જોગી આયા....

પંચબાર પરિક્રમ્મા કરકે શૃંગીનાદ બજાયો

'સૂરદાસ' બલિહારી યશોદા જુગજુગજીયે તેરો જાયો...
નગરમેં જોગી આયા..

બાલકૃષ્ણને મળવા બાળક જેવા બનવું પડે- બાલજોગી

 

Post Comments