Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા- દેવેશ મહેતા

મહર્ષિ વેદવ્યાસની અલૌકિક યોગશક્તિ

વ્યાસ મુનિએ ધૃતરાષ્ટ્રને દિવ્ય દૃષ્ટિ આપી એટલે તે પણ તેમના પુત્ર-પૌત્રો તથા સગા-સંબંધીને જીવનમાં પહેલીવાર નિહાળવાનો આનંદ લઈ રહ્યા હતા. ગાંધારીએ પણ આંખની પટ્ટી ખોલી એમના મૃત પુત્રોને જીવતા નિહાળ્યા હતા અને ઉમળકાભેર એમને મળ્યા હતા

મહર્ષિ વેદવ્યાસ ભગવાન વિષ્ણુનો અંશાવતાર કે કલાવતાર હતા. તેમની પાસે અનેક યોગસિધ્ધિઓ અને દૈવી સામથ્યે હતું. જ્યારે પાણ્ડવો વનમાં રહેતા હતા ત્યારે તેમણે એક દિવસ તેમની પાસે આવીને અર્જુનને 'પ્રતિસ્મૃતિ વિદ્યા'નું દાન આપ્યું હતું.

જેનાથી એનામાં દિવ્યદર્શનની યોગ્યતા આવી ગઈ હતી. જેનાથી તે દૂર બનતી ઘટનાઓને પ્રત્યક્ષ જોઈ શક્તો હતો. એના પ્રભાવથી સંજ્યે મહાભારતના યુધ્ધ વખતે કુરુક્ષેત્રના મેદાનમાં શું થયું તેનું પ્રત્યક્ષ જોતો હોય એ રીતે દૂરથી નિહાળીને ધૃતરાષ્ટને વર્ણન કર્યું હતું.

તેણે ભગવાન શ્રીકૃષ્ણના વિશ્વરૃપના તથા ચતુર્ભુજ સ્વરૃપના પણ દર્શન કર્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદથી પ્રકટ થયેલા ગીતા ઉપદેશના દિવ્ય શબ્દોનું પણ તે શ્રવણ કરવા સમર્થ બન્યો હતો. આ ઉપદેશ રણમેદાનમાં અર્જુન સિવાય બીજું કોઈ સાંભળી શક્યું નહોતું. પણ સંજ્યે  દૂરદર્શનની દૈવી શક્તિથી તે સાંભળ્યો હતો. વિચાર કરો, જે સંજ્યને આવી શક્તિ આપવા સમર્થ હતા તે સ્વયં તો કેવી શક્તિ ધરાવતા હશે ?

આનું એક અન્ય સરસ ઉદાહરણ આપણને મહાભારતમાંથી જ મળી રહે છે. મહાભારતના 'આશ્રમવાસિક પર્વ'માં નિરૃપણ થયું છે કે યુધ્ધ બાદ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વનમાં રહેતા હતા ત્યારે મહારાજ યુધિષ્ઠિર એમના પરિવાર સાથે ધૃતરાષ્ટને મળવા ગયા હતા.

એ વખતે વ્યાસ મુનિનું પણ ત્યાં આગમન થયું હતું. એમણે જ્યારે જોયું કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો પુત્રોના મરણનો શોક હજુ પણ દૂર થયો નથી અને કુંતી પણ પુત્ર વિયોગથી દુ:ખી થઈ રહી છે ત્યારે એમના શોકના નિવારણ માટે એક અદ્ભુત અને અભૂતપૂર્વ ઘટનાને આકાર આપવાનો નિશ્ચય કર્યો. તેમણે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પૂછયું- 'તમારો શોક દૂર થાય તે માટે હું તમે જે કહો તે કરવા તૈયાર છું.

' તેમણે વ્યાસ મુનિને કહ્યું - ' અમારા પુત્રો, સગાં- સંબંધીઓ, મિત્રો વગેરે જે બધા યુધ્ધમાં મરણ પામ્યા છે એમની મરણ બાદ શું ગતિ થઈ હશે ? હું તો આંખે અંધ છું અને મારી ધર્મપત્નીએ આંખે પાટા બાંધી રાખ્યા છે એટલે અમે એ બધાને જોઈ શક્યા નથી. યુધ્ધ વખતે કેવા લાગતા હતા  તે અમારે એક વખત જોવું છે. તેમની વાત સાંભળી મહર્ષિ વેદવ્યાસે ગાંધારીને કહ્યું- ' તમારી ઇચ્છા હું પૂરી કરીશ.

આ દુનિયામાં ભલે તમારા સંતાનો અને સ્વજનોનું મરણ થયું છે પણ બીજી દુનિયામાં તે બધા જીવે છે. મરણ થવાથી તેમનો સર્વનાશ નથી થઈ ગયો. આજે સાંજે હું તમને એ બધાને ફરીથી જીવતા રૃપે બતાવીશ. માત્ર બતાવીશ એટલું જ નહીં, એમને તમારી સાથે મેળવાવીશ. એ તમારી સાથે હળશે- મળશે વાતા કહેશે અને થોડો સમય સાથે વીતાવશે. તમે બધા સાંજે ગંગાના તટ પર આવજો.

સાંજના સમયે બધા ગંગાના તટ પર એકત્રિત થયા વ્યાસજીએ ગંગાની અંદર જઇને એક ઊંડી ડૂબકી મારી. પછી જળમાંથી માથું બહાર કાઢી ત્યાં ઊભા રહીને યુદ્ધમાં મરણ પામેલા યોદ્ધાઓને બીજી દુનિયામાંથી ગંગામાં આવીને બહાર નીકળવા આહ્વાન કર્યું. એ પછી એ કિનારે બધાની સાથે આવીને ઊભા રહ્યા.

થોડી પળો બાદ ગંગાજળમાં કુરુક્ષેત્રના મેદાનમાં થતો હતો એવો કોલાહલ સંભળાવા લાગ્યો. એટલાં જળમાંથી પહેલાં ભીષ્મ, પછી દ્રોણાચાર્ય અને બીજા કૌરવો બહાર આવવા લાગ્યા. યુદ્ધ સમયે જેણે જેવો વેશ પહેર્યો હતો અને જે શાસ્ત્રો ધારણ કર્યા હતા એ જ પ્રકારે તે બધા સજ્જ થયેલા હતા. એ જ રીતે પાણ્ડવોના પક્ષે જ યોદ્ધાઓ મરણ પામ્યા હતા તે પણ બધા ત્યાં પ્રકટ થયા હતા. સર્વેના શરીર દિવ્ય તેજથી ચમકી રહ્યા હતા.

યુદ્ધના મેદાનમાં એકમેકના શત્રુ થઈને લડતા લડતા મરણ પામેલા કૌરવ- પાણ્ડવ બન્ને પક્ષના યોદ્ધાઓ એ સમયે ક્રોધરહિત, અહંકારરહિત અને વેહભાવ રહિત થઈને એકમેકને મળવાનો અનેરો આનંદ અભિવ્યક્ત કરી રહ્યા હતા. વ્યાસ મુનિએ ધૃતરાષ્ટ્રને દિવ્ય દૃષ્ટિ આપી એટલે તે પણ તેમના પુત્ર-પૌત્રો તથા સગા-સંબંધીને જીવનમાં પહેલીવાર નિહાળવાનો આનંદ લઈ રહ્યા હતા. ગાંધારીએ પણ આંખની પટ્ટી ખોલી એમના મૃત પુત્રોને જીવતા નિહાળ્યા હતા અને ઉમળકાભેર એમને મળ્યા હતા.

એ પછી જે રીતે ગંગાજળમાંથી એ બધા પ્રક્ટ થયા હતા એ રીતે પાછા એમાં પાછા જવા લાગ્યા હતા. મહર્ષિ વેદવ્યાસે જેમના પતિ મરણ પામ્યા હતા એવી વિધવા સ્ત્રીઓને ઉદ્દેશીને કહ્યું હતું -' જો તમારે તમારા પતિ સાથે અન્ય લોકમાં જવું હોય તો અત્યારે જઈ શકો છો. ત્યાં તમે એમની સાથે રહી શક્શો.' આ સાંભળીને ઘણી પતિવ્રતા નારીઓ ગંગામાં પ્રવેશી એમના પતિ સાથે અન્ય લોકમાં ચાલી ગઈ હતી ! મૃત્યુ પામેલા લાખો યોદ્ધાઓને આ રીતે મહર્ષિ વ્યાસે જીવતા પ્રકટ કરી ધૃતરાષ્ટ્ર, ગાંધારી, પાણ્વો તથા કુંતીને મેળવ્યા હતા.
 

Post Comments