Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાનની સુક્તિઓ :

યદા યદા હિ ધર્મસ્ય,
ગ્લાનિર્ભવતિ ભારત ;
અભ્યુત્થાનમધર્મસ્ય તદાડડત્માનં સૃજામ્યહમ્.

હે ભારત ! જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે. ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સૌથી વધુ પ્રિય, પ્રચલિત, પ્રખ્યાત એવા આ શ્લોકથી સૌ પરીચિત છે. ગીતામાં આવા કર્ણપ્રિય શ્લોક અનેક છે, એમાં ય કેટલીક ઉક્તિઓ તો ગાગરમાં સાગરની ગરજ સારે છે. જન્માષ્ટમીના પર્વ ઉપર આવો શ્રીકૃષ્ણભગવાને સ્વમુખે કહેલી આવી રત્નકણિકાઓનો આસ્વાદ માણી એ.

 

 

 

 

 

 

ઉક્તિ

    ભાવાર્થ

 

નાસતો વિદ્યતે ભાવો

અસત્નો ભાવ નથી અને સત્નો

 

 

ના ભાવો વિદ્યતે સત :

અભાવ નથી.

 

વાસાંસિ જીર્ણાનિ યથા

મનુષ્યો જેમ જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે

 

 

વિહાય નવાનિ ગૃહયાતિ

તેમ આત્મા જૂનાં શરીરો ત્યજી નવાં ધારણ કરે છે.

 

 

નરોડપરાણિ.

 

 

નૈનં છિન્દતિ શસ્ત્રાણિ નૈનં

આ આત્માને શસ્ત્રો છેદી શક્તાં નથી કે

 

 

દહિત પાવક :

અગ્નિ તેને બાળી શક્તો નથી.

 

જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુધ્રુવં

જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો

જન્મ નક્કી છે.

 

 

જન્મ મૃકસ્ય ચ.

 

 

કર્મણ્યેવાધિકા રસ્તે મા ફલેષુ

તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં નહિ.

 

 

કદાચન

 

 

સમત્વં યોગ ઉચ્ચતે

સમતા એ જ યોગ છે.

 

યોગ : કર્મસુ કૌશલમ્

કર્મોમાં કુશળતા એ યોગ છે.

 

નહિ કશ્ચિત્ક્ષણમપિ મતુ

કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ

કર્યા વગર રહી શકતો નથી.

 

 

 

તિષ્ઠત્યકર્મકૃક

 

 

પરધર્મો ભયાવહ

બીજાનો ધર્મ આચરવો એ ભયપ્રદ છે.

 

૧૦

ગહના કર્મણો ગતિ

કર્મની ગતિ ગહન છે.

 

૧૧

સંશયાત્મા વિનશ્યતિ

જે શંકાશીલ-વહેમી છે તેનો નાશ થાય છે.

 

૧૨

આત્મૈવદ્વાત્મનો બન્ધુરાત્મૈવ

મનુષ્ય પોતે જ પોતાનો બંધુ અને પોતે જ

પોતાનો શત્રુ છે.

 

 

રિયુરાત્મન :

 

 

૧૩

દેવીદ્વેષા ગુણમથી મમ માયા

મારી આ ગુણમથી દૈવી માયા ઓળંગવી બહુ

 

 

દુરત્ચયા

મુશ્કેલ છે.

 

૧૪

ન મે ભક્ત : પ્રણશ્યતિ

મારો ભક્ત કદી નાશ પામતો નથી.

 

૧૫

અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં

હું જઠરાગ્નિ છું, દરેકના શરીરમાં પ્રાણ- અપાન

 

 

દેહમાશ્રિત...પંચમ્યનં

રહી ચાવીને- ચૂસીને - ચાટીને - ગળી જઈ

ચારેય પ્રકારનાં અન્નને હું જ પચાવું છું.

 

 

ચતુવિંધમસ્વરૃપે

 

 

૧૬

નિયતસ્ય તુ સંન્યાસ :કર્મણો

જે કર્મો આપણા ઉપર નિયત થયેલાં છે

તેનો કયારેય ત્યાગ કરવો નહિ.

 

 

નો પપદ્યતે

 

 

૧૭

મન્મના ભવ મદ્મકતો મદ્યાજીમાં

તું મારામાં મનવાળો થા, મને પૂજ,

મને નમસ્કાર કર, તું મને જ પામીશ.

 

 

નમસ્કુરુ

 

 

૧૮

સર્વ ધર્માન્યપિત્યજ્ય મામેકં શરણં

 

સર્વ ધર્મો છોડી તું એક માત્ર મારા શરણે આવી જા, હું

 

 

વ્રજ અહંત્વસર્વપાપેભ્યો

તને તમામ પાપોથી મુક્ત કરી દઈશ, તું સહેજ પણ શંકા

 

 

મોક્ષયિષ્યામિ માશુચ :

કે શોક કરીશ નહિ.

 

 

Post Comments