Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

''શ્રીકૃષ્ણનો ઉધ્ધવને અંતિમ ઉપદેશ''- નૈષધ દેરાશ્રી

પૃથ્વી ઉપર દરેક યુગમાં કોઈ પણ સ્વરૃપે પ્રભુ પ્રગટ થાય જ છે. અને પૃથ્વીનો પાપીઓના ભારથી ઉધ્ધાર કરે છે તથા પોતાના ભક્તો ઋષીઓ વિગેરેને દૂષ્ટોના ત્રાસમાંથી મુક્ત કરે છે.

ભક્તવસ્તલ ભગવાન ભક્તોનું કલ્યાણ કરવા માટે દરેક સમયે હાજર જ હોય છે. પરંતુ આપણે તેમને ઓળખી શકતા નથી. ભગવાન કોઈપણ સ્વરૃપે આવીને, અથવા પોતાના પાર્ષદો નારદ- ઉધ્ધવ વિગેરેને કોઈપણ સ્વરૃપે મોકલીને ભક્તનું કાર્ય કરવા માટે પોતાનું વૈકુંઠ અને ગો-લોક છોડીને પણ હાજર થાય જ છે.

ભગવાન શ્રીકૃષ્ણ પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરીને જ્યારે પોતાના ધામમાં જવાની તૈયારી કરે છે. તે સમયનું વર્ણન કોઈ કરી શકે નહીં. ભગવાન શંખ-ચક્ર-ગદા- પદમ ધારણ કરીને એકવડના ઝાડ નીચે બેઠા છે. પ્રકૃતિનું સ્વરૃપ નિસ્તેજ થઈ ગયું છે. ભગવાનને પ્યારા પક્ષીઓ પણ મૂંગા બનીને બેસી ગયા છે. નદિઓના ખળખળ વહેતા જળ શાંત થઈ ગયા છે. ઉધ્ધવજી ને ખબર પડે છે કે પ્રભુ પોતાના ધામમાં જવાની તૈયારી કરે છે ત્યારે તે શ્રીકૃષ્ણ પાસે આવે છે.

ગદ્ગદ્ કંઠે ભગવાનની સ્તુતિ કરે છે. અને દેવકીનંદનને પ્રાર્થના કરે છે હે નાથ..! તમારી સાથે મને તમારા ધામમાં લઈ જાવ. તમારા વિના હવે આ દેહ નિષ્પ્રાણ થઈ જશે. ભગવાને કહ્યું હે ઉધ્ધવ ! મારા રામાવતારમાં આખી અયોધ્યાને હું મારા ધામમાં મારી સાથે લઈ ગયો હતો. પરંતુ આ અવતારમાં એ હવે શક્ય નથી.

જન્મ સમયે માણસ એકલો આવે છે અને તેણે અંત સમયે એકલાજ જવાનું છે હે ઉધ્ધવ..! મારો અંતિમ ઉપદેશ તું એક ચિત્તે ગ્રહણ કરજે. તું મારો ભક્ત છે. પાંડવો પણ મારા અનન્ય ભક્ત છે. તું નિત્ય મારામાં મનને સ્થિર કરજે. મારી અખંડ ભક્તિ હું તને આપુ છું.

મારું સ્વરૃપ મેં મારા ભાગવતગ્રંથમાં પધરાવ્યું છે. તેથી મારા ભાગવતની કથાઓનું લીલાઓનું નિત્યશ્રવણ કરજે. તેથી હું તારી સાથે જ છું તેવો યોગ તને થશે. બાકિ સાત દિવસ પછી સમુદ્ર આ મારી દ્વારકાને ડૂબાડી દેશે માટે તૂં તથા પાંડવો સર્વ દ્વારકાવાસીઓને લઈને જલ્દીથી ચાલ્યા જજો. જીવનમાં જેનો સંયોગ થયો છે તેનો વિયોગ અવશ્ય થવાનો છે.

ઉધ્ધવજીની આંખોમાંથી આંસુઓની ધારાઓ વહી જાય છે. મૂંગા મોઢે રડતા રડતા પ્રભુની અંતિમ સ્તુતિ કરી છે. પ્રભુની પૂજા કરી છે. અને પ્રભુની ચાર પ્રદક્ષિણા કરીને સાક્ષાત દંડવત નમસ્કાર કર્યા છે. પ્રભુ પાસેથી દૂર થવું ગમતું નથી. ધૂસકે ધ્રૂસકે ઉધ્ધવજી રડી પડયા છે.

પ્રભુએ ઉધ્ધવજીને અંતિમ આશિર્વાદ આપ્યા છે અને કહ્યું કે હે ઉધ્ધવ...! આ સંસારમાં કોઈ કોઈનું સગુ નથી. જ્યાં સુધી એક બીજા સાથે લેણાદેણીનો સબંધ હોય છે ત્યાં સુધી જ લેણું લેવાય છે અને દેણૂં દેવાય છે. હવે તમે ધીરજ ધરો. આ સ્વાર્થી સંસારમાં સૌ કોઈ સ્વાર્થનાજ સગા છે.

માટે હવે તમે મારું સ્મરણ કરતા કરતા જુઓ હું હંમેશા મનુષ્યમાત્રના હૃદયમાં રહીશ. જુઓ...! મારો એક ભક્ત જઈ રહ્યો છે જે કેવુ સરસ આ સ્વાર્થી સંસાર વિષે ગાઈ રહ્યો છે. તે સાંભળતા સાંભળતા તમે જાઓ. ''સ્વસ્તિ કલ્યાણમ ભવતું...''!

- ચીઠ્ઠી ફાટશે ઉપરવાળાની અને વેળા થશે તારે જાવાની...!

સગા સબંધી તારા ભેગા થઇને તને ચમચીપાણીં પાવાની...! વેળા થશે તારે જાવાની..

- લોટ પાણીનો લાડવો કરશે
જરૃર નથી તારે ખાવાની...!
પાંચ પચીસ ભેગા થઈને
કરશે ઉતાવળ કાઢી જાવાની... !!
વેળા થશે તારે જાવાની
- લાકડા ભેગો તને બાળી મૂકશે
હશે ઉતાવળ ઘરે જાવાની...!
હાડકા લઈને હાલતા થાશે
રાખ તારી ઉડી જાવાની..!! વેળા થશે તારે જાવાની
- બાર દિવસ તારી મોકાણ મંડાશે
પછી મીષ્ટાન ખાવાની...!
સ્વાર્થી છે આ દુનિયા સારી
થોડા દિવસમાં ભૂલી જાવાની...!!
વેળા થશે તારે જાવાની...
'રાજાધિરાજ ગૌબ્રાહ્મણ પ્રતિપાળ
ભગવાન દ્વારકાધીશજીની જ્ય હો...!!!


 

Post Comments