Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભગવાન શ્રીકૃષ્ણનું 'વિશ્વ સ્વરૃપ દર્શન'- પરેશ અંતાણી

ભગવાન શ્રીકૃષ્ણનું માનવરૃપનો જન્મ એટલે એક વિરાટ સ્વરૃપનું ધરતી પર અવતરણ. તેમના જન્મનું રહસ્ય જાણવું હોય તો 'ભગવદ્ ગીતા'નાં વિશ્વરૃપ દર્શન અધ્યાયનો અભ્યાસ જરૃરી છે. જેમાં તેમના જીવનનું એક મહત્વનું પણ માયાવી સ્વરૃપ જોવા મળે છે.

વિષભરી પૂતનાનાં માનવ આયુષ્યનાં ઉધ્ધારમાં, કાળીનાગને નાથવામાં ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ધારણ કરવામાં મહાભારતનાં કુરૃક્ષેત્ર યુધ્ધમાં વિષાદથી યુક્ત અર્જુનને વામન-માંથી વિરાટ સ્વરૃપ દર્શન કરાવવામાં તથા જશોદા મૈયાને પોતાનાં મુખમાં બ્રહ્માંડનું દિવ્ય દર્શન કરાવવા જેવા અનેક પ્રભાવી પ્રસંગોનું નીરૃપણ જોવા મળે છે.

શ્રી નારદજી એ આ વિષયમાં જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણભગવાને પોતાની આ માયાવી કળાઓ દ્વારા પોતાનું ભવ્ય સામથ્યે પ્રદશિત કર્યું, એટલા માટે કે પોતાના ભક્તોનાં હૃદયમાં શ્રધ્ધા અને વિશ્વાસની ભાવના જાગૃત થાય.

ભગવાન શ્રીકૃષ્ણનું વ્યકિતત્વ બહુ આયામી છે. જે માત્ર વ્રજમાં ન સમાઈ શકે, ગોકુળમાં તો શ્રીકૃષ્ણનો એકમાત્ર અંશ જોવા મળે. આ બધા ઉપરથી શ્રીકૃષ્ણમાં વિરાટ અસ્તિત્વનો અણસાર ન થાય. મથુરાના કૃષ્ણ વળી જુદા જ સ્વરૃપે જોવા મળે. તો દ્વારિકામાં પહોંચ્યા પછી શ્રીકૃષ્ણનાં આપણને અન્ય સ્વરૃપનું દર્શન થાય છે.

પણ ભગવાન શ્રી કૃષ્ણનું પૂર્ણસ્વરૃપ પ્રગટયું છે, કુરૃક્ષેત્રનાં યુધ્ધ મેદાનમાં, જ્યારે તેઓ અર્જુનને ગીતાનો ઉપદેશ આપતા હોય છે. ભગવાનનાં આ સ્વરૃપનાં પૂર્ણ દર્શન આપણને 'ગીતા'નાં વિશ્વરૃપદર્શનનાં અધ્યાયમાં થાય છે. ત્યાં તેઓએ પૂર્ણ પુરૃષોત્તમ સ્વરૃપે અર્જુનને દર્શન આપ્યા. જે ખૂબ જ અસાધારણ છે, ત્યાર પછી પરમાત્માનું આ સ્વરૃપ કયારેય સમગ્ર સંસારમાં જોવા મળતું નથી.

દર્શન વિના જ્ઞાાન અધુરૃં છે. 'ભગવદ ગીતા'નાં દસમા અધ્યાય સુધી શ્રીકૃષ્ણે અર્જુનને સંસારનું સ્વરૃપ સમજાવ્યું, પણ તેનાથી અર્જુનની જ્ઞાાન માટેની જિજ્ઞાાસા સંતોષાતી નથી. તો શ્રીકૃષ્ણે એને વિભૂતિયોગનાં અધ્યાયમાં વિદ્યવિદ્ય વિભૂતિઓની વાત કરી, તો પણ તેનાથી અર્જુનનું મન માન્યું નહીં. તેણે તો તે વિભૂતિઓનાં પ્રત્યક્ષ દર્શનની ઇચ્છા શ્રીકૃષ્ણ આગળ પ્રગટ કરી.

ભગવાન શ્રીકૃષ્ણે, અર્જુનને દિવ્યદ્રષ્ટિ આપી. જેનાથી અર્જુને ભગવાનનું વિરાટ સ્વરૃપ જોયું, અનંત અસ્તિત્વનાં પ્રત્યક્ષ દર્શન થયા. તેને સંસારનું સૌન્દયે દેખાયું. તો સંસારનાં વિકરાળ બિભત્સ, જુગુપ્સા પ્રેરક રૃપ દેખાઈ ગયા. અર્જુન આવું બિહામણું રૃપ તો જોઈ ન શકયો. તેણે બે હાથ જોડીને શ્રીકૃષ્ણને પુન: સુંદરરૃપ ધારણ કરવા વિનંતિ કરી.

અર્જુનને જે બોધ શ્રીકૃષ્ણનાં 'ગીતા-વચનો' થી ન થયો તે તેને ભગવાન શ્રીકૃષ્ણનાં વિશ્વરૃપ દર્શન થી થયો. તે સમયે અર્જુનનાં મનમાંના સંદેહો દૂર થયા. તેનું સમાધાન થયું. તેને ત્યારે જ સમજ પ્રાપ્ત થઈ કે અસ્તિત્વમાં દેખાતા બંન્ને સ્વરૃપો, સુંદર અને ભીષણ એ પરમાત્માનાં જ છે, પરમાત્મા તેનાથી ભિન્ન નથી. આ પરમાત્મા પાસે માનવીની હસતી ન ગણ્ય છે. તેની કોઈ વિસાત નથી. આવી મહત્વની વાતની પ્રતીતિ થતાં અર્જુનનો અહંકાર ઓગળી ગયો.

અસ્તિત્વની અંદર માનવી તો માત્ર નિમિત્ત પાત્ર છે. તેની પાસે તો કેવળ એકજ વિકલ્પ છે, કે તે સર્વ સમર્થ છતાં અજ્ઞાાત એવા પરમ અસ્તિત્વને આદ્યીન થવાનો.
ભગવાન શ્રીકૃષ્ણનાં આવા વિશ્વરૃપ યોગ દર્શનથી અર્જુનની બધી આશંકાઓ નિરસન થઈ શક્યું. તેનો આગળનો માર્ગ પણ સ્પષ્ટ થયો. તેને જ્ઞાાન થયું કે પરમની આવી અદ્ભૂત પ્રાપ્તિ માટે તો પાત્રતા જોઈએ. એ સાથે ઇશ્વરની કૃપા પણ એટલી જરૃરી છે.

વિશ્વરૃપ દર્શનની બીજી એક ફૂલશ્રુતિ છે કે ધરતી પરનું અસ્તિત્વ અસીમ છે. કોઈ તેનો પાર પામી શકે નહી.. તે એક મહાન રહસ્ય સમાન છે, જેનો પુરેપુરો તાગ મેળવવો અસંભવ છે. તેને પામવાના માનવોનાં પ્રયાસ વ્યર્થ જવાનાં. તેને માત્ર એક રહસ્ય જ રહેવા દઈને તેનો સ્વીકાર કરીને જીવવામાં મજા છે. અસ્તિત્વ પરમાત્માથી અલગ નથી. સંસારમાં પરસ્પર વિરોધી દેખાતા સ્વરૃપો આખરે તો પરમાત્માનાં જ છે. જે આ હકીકતને સ્વીકારે છે, તેને માટે તો જીવન પ્રભુનાં પ્રસાદ જેવું છે.

 

Post Comments