Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાલકૃષ્ણની રાસલીલાનો મર્મ- કનૈયાલાલ રાવલ

ભાગવતના દશમસ્કંદમાં બાલકૃષ્ણના રૃપનું અને તેમણે કરેલી રાસલીલાનું મનોહર વર્ણન છે. બાલકૃષ્ણનું રૃપ અતિશય સુંદર હતું. તેમના રૃપની પ્રશંસા કરતાં ધ્યાનયોગીઓ કહે છે કે 'સુંદર તો ઘણા હોય પરંતુ બાલકૃષ્ણની સુંદરતા તો એવી હતી કે એ સુંદરતા જોયા પછી જગતમાં બીજું કંઈ જોવાનું રહેજ નહિ.

' કહો કે સાક્ષાત્ કામદેવ જેવું તેમનું સ્વરૃપ હતું. એ કારણે ગોકુળવાસીઓનાં મન તેમની તરફ ખેંચાતાં. ગોપીઓ તો બાલકૃષ્ણને જોઈ ગાંડીઘેલી બની જતી અને તેમને લાડ લડાવવાનો એકપણ અવસર ચૂકતી નહિ.

એક ઘનઘોર રાત્રે બાલકૃષ્ણે વાંસળી વગાડી એ વાંસળીનો નાદ સાંભળીને ઘરમાં સૂતેલી ગોપીઓ જાગી ગઈ અને ઘરમાંથી બહાર નીકળી બાલકૃષ્ણની પાસે જઈ, તેમની સાથે રાસ રમવામાં મગ્ન બની ગઈ. જો કે રાસલીલાની આ સમગ્ર ઘટના સામાજિક દૃષ્ટિએ તો અનુચિત લાગે છે પરંતુ એ ઘટનાને સૂક્ષ્મદૃષ્ટિએ વિચારીએ તો આપણને એમાંથી મહત્ત્વપૂર્ણ તથ્યોની જાણકારી મળે છે. અજ્ઞાાનની ઘનઘોર રાત્રે સૂતેલા પ્રબુદ્ધ આત્માઓનું ઇશ્વરીય વાણી-વાંસળી દ્વારા ઉદ્બોધન કરાવવું.

તેમનું એક સીમિત પરિવારની ઉપેક્ષા કરીને વિશ્વપરિવાર માટે આગળ ચાલી નીકળવું અને ઇશ્વરીય પ્રયોજનમાં તન્મય બની જવું એ ખરેખર શું મહારાસ નથી ? ગોપીઓ પ્રબુદ્ધ આત્માઓ છે, વાંસળી આત્માનો પોકાર છે, મહારાસ એટલે ઇશ્વરીય પ્રયોજન, નિશા એટલે અજ્ઞાાન અને પરિજનોની ઉપેક્ષા એટલે સંકુચિત સ્વાર્થ પરતાનું ઉલ્લંઘન. એ રાસલીલામાં બ્રહ્માનંદનો અનુભવ કરતી ગોપીઓ પોતાને બડભાગી અનુભવી શકી છે. બાલકૃષ્ણની એ રાસલીલા મહારાસ નથી શું ?

બાલકૃષ્ણ મહાકાલના અઘરો પર થિરક્તા મહારાગનો શાશ્વત મહારાસ છે. મહારાસ કોઈ શબ્દ નથી. આ તો અધ્યાત્મના શિખર પર આહ્લાદક નર્તન છે. આત્મા સાથે મિલન અને વિચરણ છે. જ્યાં ન તો કાળ છે ન કોઈ સ્થાન. એટલા માટે તે ચિરશાશ્વત છે. ક્યારેય સમાપ્ત ન થાય એવું, ક્યારેય ન સુકાય એવું આ પૂર્ણમાં પૂર્ણતાનું પ્રતીક છે. કૃષ્ણ આ પૂર્ણતાનું પ્રતીક, મહારાગના મહારાસ છે. સુજ્ઞોષુ કિં બહુના?
 

Post Comments