Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

મુંબઈમહાનગરે ૨૧૦ માસક્ષમણમહાતપનો અદ્ભૂત માહોલ :' આ કાળમાં તપસ્યા કરે તે મહાન..'

જૈન દર્શનનો તપ એટલે અત્યંત કઠોર- ચુસ્ત અનુષ્ઢાન. એમાં પણ સળંગ ત્રીશ ત્રીશ ઉપવાસનું માસક્ષમણમહાતપ તો અજૈન ભાવિકોને અશક્ય લાગે તેવો મહામુશ્કેલ તપ

'પાવરપોઈન્ટ' એટલે પરમાત્મા અને ગુરુભગવંત. એમના પરની અવિચલ શ્રદ્ધારૃપ 'કનેક્શન' જે તપનો અભિલાષી આત્મા બરાબર દૃઢ- મજબૂત કરી દે એનો માસક્ષમણ જેવો મહામુશ્કેલ તપ પણ ખૂબ આસાન બની જાય..

લીફટ ?? શહેરોની આભ ઊંચી ઇમારતોમાં જે અનિવાર્ય બની ગઈ છે તે લીફટની અદ્ભુત વિશેષતા એ છે કે તે ખાસ કોઈ મહેનત વિના જે મજલે જવું હોય ત્યાં જઈ શકે છે- સૌને પહોંચાડી શકે છે. કિંતુ એના માટે ત્રણ શરત અપેક્ષિત રહે છે : એક લીફટનું કનેક્શન 'પાવર પોઈન્ટ' સાથે બરાબર- મજબૂત હોવું જોઈએ. બે, લીફ્ટનો દરવાજો બંધ જ હોવો જોઈએ. અને ત્રણ, જે મજલે જવું હોય તે મજલાનું જ 'બટન' દબાવવું જોઈએ.

જો આ ત્રણમાંથી એક પણ બાબતમાં ખામી હોય તો લીફટ ઇષ્ટ સ્થાને ન જ પહોંચી શકે. અને જો આ ત્રણમાંથી એક પણ બાબતમાં ખામી હોય તો લીફ્ટ ઇષ્ટ સ્થાને ન જ પહોંચી શકે. અને જો આ ત્રણેય બાબતો બરાબર હોય તો લક્ષ્ય ચાહે તેટલું ઉચ્ચ હોય, એકસો આઠ યા એકસો એંશીમો મજલો હોય, તો ય લીફ્ટ ત્યાં સડસડાટ પહોંચી જાય.

જેવી વાત આ લીફ્ટની છે એવી જ વાત તપસ્વી પુણ્યાત્માની છે. આમ તો જૈન દર્શનનો તપ એટલે અત્યંત કઠોર- ચુસ્ત અનુષ્ઢાન. એમાં પણ સળંગ ત્રીશ ત્રીશ ઉપવાસનું માસક્ષમણમહાતપ તો અજૈન ભાવિકોને અશક્ય લાગે તેવો મહામુશ્કેલ તપ. પરંતુ જો તપસ્વી સાધક લીફ્ટની ઉપરોક્ત ત્રણ બાબતો જેવી બાબતો આત્મસાત્ કરી લે તો એ બહુ આસાનીથી- ખાસ કોઈ મહેનત વિના માસક્ષમણનું લક્ષ્ય સર કરી શકે. જરા સમજીએ આ વાત.

'પાવરપોઈન્ટ' એટલે પરમાત્મા અને ગુરુભગવંત. એમના પરની અવિચલ શ્રદ્ધારૃપ 'કનેક્શન' જે તપનો અભિલાષી આત્મા બરાબર દૃઢ- મજબૂત કરી દે એનો માસક્ષમણ જેવો મહામુશ્કેલ તપ પણ ખૂબ આસાન બની જાય.. બીજી બાબતરૃપે લીફ્ટમાં દરવાજા સજ્જડ બંધ કરી દેવાય છે, તો અહીં ઉત્સાહ મંદ કરી દે- તપની ભાવના તોડી નાંખે એવી વાતો કરનાર માટે કાન બંધ કરી દેવા જોઈએ.

ઘણા કિસ્સાઓમાં બને છે કે તપસ્વી મક્કમ હોય તો ય સ્વજનોનાં - ડોકટરોનાં કારણે એનો તપ પૂર્ણ ન થાય. સ્વજનો કહે કે ' શરીર ઊતરતું જાય છે, ઘરમાં તકલીફ પડે છે, પાછળથી પરેશાન થશો. માટે તપ મૂકી દો.'' તો ડોક્ટર કહે કે ''તમને બી.પી. છે, ડાયાબીટીશ છે, થાઈરોડ છે.

આ રીતે તપ કરશો તો મરી જશો.  છોડી દો તપ.'' જે આ બધી વાતોમાં આવી જાય એ તપથી વંચિત રહી જાય અને જે કાનના દરવાજા બંધ રાખી મક્કમ આગળ વધે એ તપની આખરી મંઝિલ હસતા હસતા સર કરી શકે... ત્રીજી બાબતરૃપે લીફટમાં જેમ નિશ્ચિત બટન દબાવાય છે એમ અહીં 'માસક્ષમણ જ કરવું છે ' આવા દૃઢ સંકલ્પનું બટન દબાવવું જોઈએ. 'હમણાં ત્રણ ઉપવાસ કરું, પછી જોઈએ. ઠીક લાગે તો આગળ વિચારીશ' આવી શિથિલતા ન જોઈએ.

જો આ ત્રણ બાબતો બરાબર મજબૂત હોય તો માસક્ષમણ જેવા મહામુશ્કેલ તપ માટે પણ પરિણામ કેવું નેત્રદીપક આવે એ આ વર્ષના અમારા તથા અમારા શિષ્યવૃંદનાં ચાતુર્માસસ્થાનોમાં થયેલ અને હાલ પૂર્ણતાના આરે આવેલ સામૂહિક માસક્ષમણતપની સંખ્યા પરથી સમજાય છે. ત્યાં એકાદ- બે નહિ, બસો-બસો જેવી માતબર સંખ્યા આ મહાન માસક્ષમણ તપસ્વીઓની છે.

અમારા ચાતુર્માસસ્થાન ઘાટકોપર(પૂર્વ)નાં શંખેશ્વર પાશ્વનાથ- ૬૦ ફુટ રોડ સંઘમાં એકસો પાંચ આરાધકો છે, તો અમારા શિષ્યરત્નો પૈકી આચાર્ય રશ્મિરત્નસૂરિજીની નિશ્રામાં માટુંગા વાસુપૂજ્યસ્વામી સંઘમાં ત્રેસઠ અને પંન્યાસ આગમરત્નવિજ્યજી ગણિવરનાં સાન્નિધ્યમાં બોરીવલી પૂર્વના સંભવનાથ જિનાલય સંઘમાં બત્રીશ માસક્ષમણ તપસ્વીઓ છે.

બહુ નિકટમાં પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસો આવી રહ્યા છે ત્યારે સહુ આરાધકોને તપની મસ્ત પ્રેરણાઓ અને અનુમોદનાનું અખૂટ ભાતું મળે એ કાજે આપણે આજથી કુલ બે લેખો દ્વારા એ સત્ત્વશીલ મહાન તપસ્વીઓની સત્ત્વ ભરપૂર- શ્રદ્ધાભરપૂર ઘટનાઓની ઝલકો નિહાળીશું.

૧) પહેલા જ દડે સિક્સર : ત્રણેય સંઘોમાં અમે એવી ભાવના દર્શાવી હતી કે માસક્ષમણ તપના પ્રારંભે સામૂહિક અટ્વમતપ થાય. સંઘના સરેરાશ તપસ્વીઓ અટ્વમ- ત્રણ ઉપવાસ દ્વારા મંગલ કરે અને એમાંથી મહાતપસ્વીઓ મારાક્ષમણ મહાતપ તરફ અગ્રેસર થાય.

આ ભાવના એવી સફળ થઈ કે ઘાટકોપર(પૂર્વ)માં છસો, માટુંગામાં ત્રણસો અને બોરીવલીમાં એકસો પંચોતેરથી અધિક અટ્વમતર થતાં કુલ અટ્વમતપ થયા લગભગ અગિયાર સો ?? અષાઢ વદિ પાંચમ, તા.૧૩ જુલાઈએ ઘાટકોપરમાં તપના પ્રથમ સમૂહ પચ્ચક્ખાણ અપાયા ત્યારે જે જબરજસ્ત માહોલ- ચિક્કાર મેદની ઊમટી એ નિહાળીને ખુદ ટ્રસ્ટીઓ એમ બોલ્યા કે ''અમારા સંઘમાં આવો માહોલ 'અનબિલીવ' છે. પહેલી જ વાર આવો જુસ્સો જોયો.''

અમે પચ્ચક્ખાણની પળે પ્રબળ પ્રેરણા કરી કે '' આ ભાવ કોઈ પણ નિમિત્તે શિથિલન થઈ જાય માટે શક્તિ- ભાવના હોય તો એક સાથે મોટાં જ પચ્ચક્ખાણ લો.'' જૈનશાસનમાં સાંપ્રતમાં સૌથી મોટું પચ્ચક્ખાણ એક સાથે સળંગ સોળ ઉપવાસનું અપાય, એથી આગળ નહિ.

જો કે એક સાતે અટ્વમથી આગળના પચ્ચક્ખાણ લેવામાં બહુ મોટું સાહસ- સત્ત્વ જોઈએ. કિંતુ કમાલ એ  થઈ કે આ તપમાં ચાર ભાવિકોએ તે પ્રથમ દિને જ સળંગ સોળ ઉપવાસનાં પચ્ચક્ખાણ લીધા અને એક સાથે આઠ- આઠ ઉપવાસનાં પચ્ચક્ખાણ લીધા તેંતાળીશ તપસ્વીઓએ ?? જોનારની આંખો પાવન થઈ જાય એવાં એ ભાવોલ્લાસભર્યા પવિત્ર દૃશ્યો હતાં.

આમાં સંઘના અગ્રણીઓ- પદાધિકારીઓ પણ સામેલ હતા. જેમ કે સંઘના મન્ત્રી દિનેશભાઈ નેમચંદ શાહ. એમણે પ્રથમ જ દિને સળંગ સોળ ઉપવાસના પચ્ચક્ખાણ લીધા અને છતાં રોજેરોજનાં સંઘકાર્યોમાં એ એજ ઉત્સાહથી- સ્ફૂર્તિથી ભાગ લે છે. આ લેખ લખાય છે ત્યારે તા. ૩૦ જુલાઈ રવિવારે એમને સત્તરમો ઉપવાસ છે.

અન્ય એક ટ્રસ્ટી મહેન્દ્રભાઈ વલ્લભદાસ શાહ. એમણે સજોડે એક સાથે અટ્વાઈના પચ્ચક્ખાણ કર્યા. આજે એ બન્નેને પણ સત્તરમો ઉપવાસ છે. અરે ! જેમણે સર્વ તપસ્વીના ઉત્તરપારણાનો લાભ લીધો હતો તે સંઘપ્રમુખ જવાહરભાઈ તો તપસ્વીઓના મંગલ માટે માત્ર અટ્વમ જ કરવાના હતા. એમણે પણ માહોલમાં અટ્વાઈના પચ્ચકખાણ એક સાથે લઈ લીધા. આવા તો કૈંક તપસ્વીઓ આ મહાતપમાં છે.

એકસાથે સોળ- સોળ ઉપવાસ લેવાની જિગર દાખવનાર તપસ્વીઓને આપણે અંતરથી વંદન કરીએ. કારણકે 'પીરા' પર આવતાંવેંત પહેલા જ દડે સિક્સર ફટકારવી હજુ આસાન છે, પરંતુ પહેવાજ દિને સળંગ સોળ ઉપવાસના પચ્ચક્ખાણ ખરેખર કઠિન-અતિ કઠિન છે...

૨) આજ વર્ષે દીક્ષા... આજ વર્ષે માસક્ષમણ :- જેમની પરમકૃપાથી ત્રણેય સંઘોમાં સામૂહિક માસક્ષમણોનો સુવર્ણ ઇતિહાસ છેલ્લા બે વર્ષથી સર્જાઈ રહ્યો છે તે અનંતોપકારી ગુરુદેવ પ્રૌઢપ્રભાવશાળી આચાર્યપ્રવર સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની અંતિમ સંસ્કારભૂમિ ભાયંદર-બાવન જિનાલયતીર્થે તેમના ભવ્ય ગુરુમંદિરની પ્રતિષ્ઢા થઈ આ વર્ષના માગશરમાસમાં. એ પ્રસંગે ત્યાં અંજનશલાકા- પ્રતિષ્ઢા ઉપરાંત છ-છ બાળ યુવા ભાઈઓની સામૂહિક દીક્ષાઓ પણ થઈ. એમાંના ત્રણ યુવામુનિવરો સંવેગરત્નવિજ્યજી- માર્દવરત્નવિજયજી- તત્ત્વરત્નવિજ્યજીનું દીક્ષા બાદનું આ પ્રથમ ચાતુર્માસ છે.

એમાંના બે મુનિવરો અમારી નિશ્રામાં ઘાટકોપરમાં છે, તો એક મુનિવર આ. રશ્મિરત્ન સૂરિંજીની નિશ્રામાં માટુંગામાં છે. આ મુનિવરોને ભાવના પ્રગટી કે સંયમજીવનનું પ્રથમ વર્ષ માસક્ષમણ જેવા મૃત્યુંજ્યમહાતપથી મંડિત થાય તો ઉત્તમ. ધ્યાનમાં રહે કે આ મુનિવરો વ્યાવહારિક સ્તરે સી.એ.- બી.કોમ.

જેવો ઉચ્ચ અભ્યાસ ધરાવે છે અને આ વર્ષે દીક્ષાબાદ તેઓ ઓગણીસ સો કિ.મી.નો વિહાર કરી ચૂક્યા છે. માસક્ષમણના તપમાં આજે સત્તરમાં ઉપવાસે તેઓ ઊભા ઊભા પ્રતિક્રમણાદિ ધર્મક્રિયાઓ કરી રહ્યા છે. એમની જેમ સા.વિશ્વવન્દ્યાશ્રીજી અને નમ્રયશાશ્રીજી પણ આ મહાતપ આરાધે છે. આપણે એ સાધુ- સાધ્વીજીની તપસાધનાને નમન કરતા ગાઈએ કે 'બાહ્ય- અભ્યંતર તપ ઉજમાલ- તે મુનિ વંદુ ગુણમણિમાલ.'

૩) મૌન અને માસક્ષમણ : એમ કહેવાય છે કે જીભના બે કાર્ય છે. સ્વાદ અને વાદ. વ્યકિત તપનું લક્ષ્ય રાખે તો સ્વાદ વિના- ભોજન વિના હજુ રહી શકે. પરંતુ બોલ્યા વિના તો મહત્ત્વનાં કામ કઈ રીતે કરાય' આવી કૈંક દલીલો આપણાં મનમાં ઊગી નીકળે.

પરંતુ જે અંતમુર્ખ આરાધક હોય એ આ બધી સમસ્યાઓ પસાર કરી જઈને લક્ષ્ય સિદ્ધ કરે. ઘાટકોપરના માસક્ષમણ તપસ્વીઓમાં એક તપસ્વી એવા છે કે જેમણે ઘરની જવાબદારીઓ વચ્ચે મૌન અને માસક્ષમણ, બેયનો સમન્વય સાધ્યો છે. એમના બે બાળકો સ્કૂલમાં ભણે છે. અભ્યાસની કેટલીક બાબતો એવી છે કે જેમાં એમને અનિવાર્યપણે જોડાવું જ પડે. એમણે અમારી સંમતિપૂર્વક રોજ બાળકો માટે એક કલાકની છૂટ સાથે ત્રીશેય દિવસ ત્રેવીશ કલાકનાં મૌન સાથે માસક્ષમણમહાતપ આદર્યું છે.

પ્રસન્ન મુખ અને પ્રસન્ન ચિત્ત ધરાવતા એ તપસ્વીનું નામ છે મેઘાબેન વિપુલભાઈ શાહ. એ માત્ર ત્રણ જ પચ્ચક્ખાણે માસક્ષમણ આરાધી રહ્યા છે : પહેલામાં આઠ, બીજામાં એક સાથે સોળ અને ત્રીજામાં એ છ ઉપવાસનાં પચ્ચક્ખાણ કરશે. આપણે સ્વાદ અને વાદ : બે ય સ્તરનાં એમનાં જીભનિયન્ત્રણને નમન કરીએ. કેમકે તોફાની ઘોડાને કે મહમસ્ત હાથીને કાબૂમાં લેવા આસાન છે, જીભને કાબૂમાં રાખવી બહુ મુશ્કેલ છે...

૪) ઇંગ્લીશ ટીચર અને માસક્ષમણ : કેટલાકને એવી ભ્રાંતિ હોય છે કે ધર્માચરણ તપ વગેરે તો જૂનવાણી- અલ્પશિક્ષિત જનો કરે. આ ભ્રાંતિ ધરાર ગલત એટલા માટે છે કે અચ્છા અચ્છા શિક્ષિતો- આધુનિક પ્રવાહોના જાણકારો પણ ધર્મમાં- તપમાં ખૂબ હોંશથી જોડાતાં પ્રત્યક્ષ જોવાય છે. આ જ ચાતુર્માસમાં ઘાટકોપરમાં પ્રારંભિક પ્રવચનોમાં એક મધ્યમવયના ભાઈ રોજ આવે.

એ અમારા ગુજરાતી પ્રવચનોના મુદ્દા ઇંગ્લીશમાં નોંધે. પછી ખ્યાલ આવ્યો કે એ ઇંગ્લીશ ટીચર હોવાથી એમને ઇંગ્લીશનો જ મહાવરો વધુ હતો. નિયમિત પ્રવચનમાં આવતાં એ ભાઈ એક દિવસ કહે : ''આપના કોઈ શ્રમણોને એ અભ્યાસ કરાવે છે. માસક્ષમણનો માહોલ બનતાં વળી એક દિવસ આવ્યા કહે : ''કાલથી મારે માસક્ષમણ છે.

આશીર્વાદ એવા આપો કે છેલ્લા ઉપવાસ સુધી અપ્રમત્તભાવે પ્રવચન સાંભળું અને શ્રમણોને અભ્યાસ  કરાવું.'' આજે સત્તરમા ઉપવાસે તેઓ પ્રવચન- અભ્યાસ, બન્ને બહુ સ્વસ્થતાથી કરાવે છે. બે દિવસ પૂર્વે તપસ્વીઓ માટેના પ્રભુમિલનકાર્યક્રમમાં પ્રવક્ત પંડિતજી પારસભાઈએ તપસ્વીઓને જાહેર પ્રશ્ન કર્યો :'' ભાવતી વાનગી બનતી જોઈ એમ થાય ખરું કે પારણા પછી આ વાનગી વાપરીશ ?'' ત્યારે આ ઇંગ્લીશ ટીચરે તુર્ત ઉત્તર આપ્યો : ''એવો વિચારમાત્ર નથી આવતો. કેમકે અમે સ્વેચ્છાએ- ઊંડા ભાવથી આ તપ કરીએ છીએ.'' આ ઇંગ્લીશટીચરનું નામ છે વિરલકુમાર હરેશભાઈ.

૫) ત્યાશી વર્ષના છે ફિલહાલ.. તો પણ કરી કમાલ.:- કલ્પના કરો કે કોઈ વિકલાંગ વ્યકિત 'જ્યપુરી ફુટ' લગાવીને હિમાલય પર આરોહણ કરી શકે ખરી ? અરે ? આવો વિચાર પણ કોઈ ન કરે એમ આપણે માનીએ. પરંતુ આવું સલામ ભરવાલાયક પરાક્રમ કર્યું છે ઘાટકોપરમાં ત્યાશીવર્ષના માજીએ. એકદમ પાક્ટ વય, શારીરિક સ્થિતિ પણ શિથિલ. કિંતુ મનોબળ એમનું મક્કમ.

જીવનમાં અટ્વમથી આગળ વધ્યા ન હતા. છતાં ઘાટકોપરના માસક્ષમણમાહોલમાં એ ભાવુક બની ગયા. અમે પૂછયું :''બરાબર કરશો ને ?'' માજી કહે : ''આપે જ તો પ્રવચનોમાં કહ્યું છે કે માસક્ષમણ આપણે કરવાનું નથી, પ્રભુકૃપા એ કરાવશે. બસ, મને પણ ભગવાન જ કરાવશે.'' આજે સત્તરમા ઉપવાસે આ ત્યાશી વર્ષના 'યુવાન'માજી એ જ દૃઢતાથી તપ કરે છે...

માસક્ષમણતપના શેષ અદ્ભુત અનુમોદનીય પ્રસંગો આગામી લેખમાં નિહાળવાનું રાખીને આપણે ભાવવિભોર હૈયે ગાઈએ કે :-

જેમને છે તપના સંસ્કાર..
એમને વંદન વાર હજાર...

 

Post Comments