Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલો જીવન સંદેશ

માંકડ, ચાંચડ આદિ જીવ તેમની પણ હિંસા ન કરવી. અને દેવતા અને પિતૃ તેના યજ્ઞાને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં આદિક કઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે.

આપણું નૈતિક અને આધ્યાત્મિક ઘડતર કોણ કરે છે ? ભગવાન- સત્પુરુષો અને શાસ્ત્રોનો ઉપદેશ. આ ઉપદેશ એ આપણી અમૂલ્ય ધરોહર છે. આપણા મહાપુરુષનાં અમૂલ્ય જીવનચરિત્રો,  એમનાં ઉપદેશગ્રંથો કે કીર્તનોમાં, જીવનને સાર્થક બનાવવાની અદભૂત તાકાત છે.

ભગવાન અને સત્શાસ્ત્રોએ આપેલા ઉપદેશથી માણસમાં નવા વિચારો આવે છે અને ઉત્તમ વિચારોના બળથી સુખી જીવનનું નિત્ય નવું પ્રભાત ઊગે છે. વિચારનું બળ કેળવવા માણસે ભગવાન- સંતો- શાસ્ત્રોએ કહેલા ઉપદેશને જીવનમાં ઉતારવા જોઈએ. અને મહાપુરુષોના વચનોથી માણસની ઉન્નતિથી થાય છે. આપણા વિચાર બદલાતાં આપણું જીવન પણ બદલાઈ જાય છે.

ઉન્નત વિચાર સાથે ઇચ્છા ને પ્રયત્ન ભળે તો માણસ ધારે તે કરી શકે અને ધારે તે થઈ શકે છે. એક વિચાર જિંદગી બચાવે પણ છે અને જિંદગી બરબાદ પણ કરે છે. આત્મહત્યા કરવા જઈ રહેલા એક અંધ યુવાનને કોઈ સંતે વિચાર આપ્યો કે, ભગવાને જિંદગી જીવવા માટે આપી છે, નાશ કરવા માટે નહીં. તું જિંદગી જીવવાનો પ્રયત્ન કર. દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે.

તેમ તારો પણ એક દિવસ ઊગશે. બસ, આ એક વિચારે તે અંધ યુવાન આપઘાતના માર્ગેથી પાછો વળ્યો. તેણે જિંદગી જીવવાનો પ્રયત્ન કર્યો. તેને ચૌદ વાર પીએચ.ડી.ની ડિગ્રી મળી.  જીવનપર્યંત ઇજિપ્તના શિક્ષણમંત્રીનું પદ શોભાવ્યું.. તે યુવાન હતો ડેડ.તાહા હુસૈન.

આપણ સહુનું જીવન પર ઉન્નત બને, સદાચારમય બને, હૃદયમાં ધર્મ, જ્ઞાાન, વૈરાગ્ય, ભક્તિના અંકુર ઉઠે એ માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને અનેક જીવનમાં ઉતારવા લાયક સંદેશ આપ્યા છે. તેમાંથી અત્રે આપણે કિંચિત્નું આચમન કરીને આધ્યાત્મિક માર્ગે વધુ આગળ કદમ માંડીને સુખીયા બનીએ.

અહિંસા ધર્મ અંગનો સંદેશ:- કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિ જીવ તેમની પણ હિંસા ન કરવી. અને દેવતા અને પિતૃ તેના યજ્ઞાને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં આદિક કઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે. અને સ્ત્રી ધન અને રાજય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. જે માંસ છે તે તો યજ્ઞાનું શેષ હોય તોપણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું.

આત્મહત્યા અંગેનો સંદેશ: આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો, ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો.
વ્યસન મુક્તિ અંગેનો સંદેશ: ભાંગ, મફર, માજમ, ગાંજો એ આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહિ અને પીવી પણ નહીં.

કુસંગના કરવો અંગેનો સંદેશ: ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિક ક્રિયાઓ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો.

સદાચારમય જીવન જીવવા અંગેનો સંદેશ: નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને ભગવાન નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. ભગવાનની જે કથાવાર્તા તે પરમ આદર થકીકરવી અને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજીંત્રે સહિત ભગવાનના કીર્તન કરવાં. સદ્ગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે અવશ્ય કરવો.

વિવેક અંગેનો સંદેશ: ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વીએ છ જણા આવે ત્યારે સન્મુખ ઊઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. અને ગુરુ, દેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું.

સેવા અંગેનો સંદેશ: માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી.

સ્ત્રીઓ અંગેનો સંદેશ: સુવાસિની સ્ત્રીઓ તેમણે રૃપ ને યૌવન તેણે યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો.  પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભિ, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવુ અને ઓઢયાનાં વસ્ત્ર વિના ઉધાડે શરીરે ન રહેવું અને ભાંડભવાઈ જોવા ન જવું અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે ન પહેરવું.

આર્થિક વ્યવહાર અંગેનો સંદેશ:- પોતાની ઊપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખરચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઊપજ કરતાં વધારે ખરચ કરે છે તેને મોટું દુઃખ થાય છે, માટે પોતાના વ્યવહાર કાર્યને વિષે જેટલા ધનની ઊપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેયને સંભારીને નિત્યપ્રત્યે રૃડા અક્ષરે કરીને પોતે તેનું નામ લખવું.

સાધુ- સંતો અંગેનો સંદેશ: નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુક્ત રહેવું અને માને રહિત રહેવું. અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી ને રસનાઈન્દ્રિયને તો વિશેષ કરીને જીતવી અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ.
- સાધુ પ્રમેવત્સલદાસજી કુમકુમ

Post Comments