Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગિરનાર તીર્થના પગથિયા ખડા કરનાર અજાણ્યા શ્રાવક : આંબડ મંત્રી !

- આંખ છીપ, અંતર મોતી -આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

આજના સમયની જરૃરત એ છે કે ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનો બહાર આવે તેઓ બે કામ કરે ૧. ઇતિહાસનું સંશોધન અને સર્જન કરે અને ૨. જે ઇતિહાસનું સંશોધન થયું છે તેનું  પુન: સંશોધન કરે.

જૈ ન ઇતિહાસના ગૌરવ સમાન એક રાજવી આજથી એક હજાર વર્ષ પહેલા થયા. તેનું નામ ગુર્જર નરેશ કુમારપાલ. તેમના વિશેની માહિતી જાણવા જેવી છે. તેમણે કરેલા લોકોપયોગી

કાર્યો આ મુજબ છે : ૨૧ જ્ઞાાનભંડારની સ્થાપના, ૧૪૪૦ જિનાલયોનું નિર્માણ, ૧૬ હજાર મંદિરોનો જિરણોદ્ધાર, ૩૬ જિનબિંબો ભરાવ્યા, ૭૦૦ લહિયા દ્વારા લેખન કાર્ય.
તેમનું સૈન્યબળ : ૧૮ લાખનું પાયદળ, ૧૧ લાખ અશ્વ, ૧૧ હજાર હાથી, ૫૦ હજાર રથ.
તે જે અઢાર દેસોના સમ્રાટ હતો તે આ મુજબ છે : ૧. મહારાષ્ટ્ર, ૨. કર્ણાટક, ૩. કોંકણ, ૪. કચ્છ, ૫. સિંધ, ૬. ઉરમ, ૭. ભંભેરી, ૮. જલંધર ૯. કાશી ૧૦. ગ્વાલિયર (સયદાલક્ષ) ૧૧.

અંતર્વેદી, ૧૨. મારવાડ (મેરૃ), ૧૩. મેદપાટ, ૧૪. માલવ, ૧૫. આભીર. ૧૬ . સમગ્ર ગુર્જર દેશ, ૧૭. લાટ પ્રદેશ, ૧૮. સૌરાષ્ટ્ર.
જૈન કવિઓએ મહારાજા કુમારપાલની પ્રશંસા આમ કરી છે :
'પાંચ કોડીના ફુલડે,
પામ્યા દેશ અઢાર,
રાજા કુમારપાળ થયાં,
વર્ત્યો જય જયકાર''
રાજા કુમારપાળ સૌરાષ્ટ્રની યાત્રાએ નિકળ્યા ત્યારે ગરવા ગિરનારની યાત્રાએ પણ ગયા. અતિ પ્રાચીન જૈનતીર્થ ગિરનારની યાત્રાએ પહોંચ્યા ત્યારે રાજા કુમારપાળને ઉમંગ હતો કે

ભગવાન નેમિનાથના દર્શન થશે અને આત્મા પાવન થશે. કિંતુ તે દિવસે તેમ ન થયું. કેમકે ગિરનાર પર્વત પર ચઢવા માટેના તે સમયે પગથિયા જ નહોતા.
રાજા કુમારપાળ વિચારમાં ડૂબ્યા. એમને ચિંતા એ થઈ કે જો મને આ ચઢવામાં તકલીફ પડી શકે તો અન્ય યાત્રિકોને તો કેટલીક તકલીફ પડે. મારે કોઈપણ રીતે અહિં સુંદર વ્યવસ્થા ખડી

કરવી જોઈએ.
તે સમયે તેમની સાથે જાણીતા કવિ શ્રીપાળ પણ હતા. શ્રીપાળ તે સમયના અત્યંત જાણીતા કવિ છે. રાજા કુમારપાળ કહે :
'કવિવર કોઈ એવો મુત્સદ્દી ધ્યાનમાં છે કે જે સૌરાષ્ટ્રનો વહીવટ સંભાળે અને ગિરનારની યાત્રા સુલભ કરે ?'
કવિ શ્રીપાળે ક્ષણવાર વિચારીને કહ્યું : ' મારા ધ્યાનમાં એક યુવક છે. એ શ્રીમાળી જ્ઞાાતીનો છે. રાણીંગ નામના વેપારીનો પુત્ર છે. આમ્રભટ્ટ તેનું નામ. લોકો તેને આંબડ કહે છે. શસ્ત્ર અને

કલમ બન્ને ચલાવી જાણે છે. આંબડને સૌરાષ્ટ્રનો વહીવટ સોંપી જુઓ. એ ધર્મે જૈન છે અને પાકો શ્રાવક છે. ગિરનારની યાત્રા એ સુલભ બનાવી દેશે.'
રાજા કુમારપાળે આંબડને બોલાવ્યો. તેની તેજસ્વીતા જોઈ, તેને સૌરાષ્ટ્રનો સુબો નિમ્યો.
ચતુર આંબડે વહીવટ હાથમાં લીધો અને કુશળતા પૂર્વક વહન શરૃ કર્યું.
સંવત ૧૨૨૨-૨૩માં ગિરનાર પર્વત પર પગથિયા નિર્માણનું કાર્ય શરૃ થયું. મંત્રી આંબડે રાજાકુમારપાળે મુકેલો વિશ્વાસ પાર ઉતાર્યો. સંવત ૧૨૪૧ માં પગથિયાનું કાર્ય પૂર્ણ થયું.
આ આંબડ મંત્રી અને તીર્થોદ્ધારક આંબડ મંત્રી બન્ને જુદા લાગે છે.
રાજા કુમારપાળ અઢાર દેશના વહીવટમાં એવા ગળાડૂબ હતા કે ગિરનાર તીર્થનું કાર્ય તેમણે મંત્રી આંબડને સોંપ્યું છે. તે ભૂલી જ ગયેલા. રાજા કુમારપાળ સવારના પહોરમાં રોજ

ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજને વંદન કરવા જાય, ઉપદેશ સાંભળે અને તેમની આજ્ઞાા મુજબ ધર્મ કાર્યો કરે. એકદા સવારમાં મંત્રી આંબડ પાટણ આવ્યા અને રાજા કુમારપાળને

અને ગુરુદેવ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજને જાણ કરી કે ગિરનારતીર્થનું કાર્ય પૂર્ણ થયું છે યાત્રા કરવા પધારો.
શ્રી સોમપ્રભસૂરિએ રચેલા ' કુમારપાળ પ્રતિબોધ'માં ઉપરોક્ત વૃત્તાંત વિસ્તારથી નોંધાયેલો મળે છે. એ જોઈએ છીએ ત્યારે તે સમયના ગૌરવવંતા લોકો અને તેમણે કરેલા મહાન કાર્યો

વાંચીને આપણું મસ્તક નમી જાય છે.
પ્રભાવના :
ઇતિહાસનું સર્જન કયારેય અટક્તું જ નથી. એ સતત ચાલતી પ્રક્રિયા છે. વિશ્વના ઇતિહાસમાં જૈન ઇતિહાસનું પણ મહત્વનું સ્થાન છે. ઇતિહાસનું સર્જન સતત થાય છે પણ ઇતિહાસનું

લેખન સતત થતું હોતું નથી. આમ છતાં પણ જૈન ઇતિહાસ પોતાનું સ્વતંત્ર મૂલ્ય ધરાવે છે.
જૈન ઇતિહાસ લેખકોમાં મોહનલાલ દલીચંદ દેસાઈ અને મોહનલાલ દીપચંદ ચોકસીને અચૂક યાદ કરવા પડે. વર્ષો સુધી તેમણે અખંડ પ્રયત્ન કરીને જે ઇતિહાસ લખી આપ્યો તે આજે પણ

સતત વંચાય છે અને તેના આધારે જ ભૂતકાળ યાદ કરવામાં આવે છે.
આજના સમયની જરૃરત એ છે કે ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનો બહાર આવે તેઓ બે કામ કરે ૧. ઇતિહાસનું સંશોધન અને સર્જન કરે અને ૨. જે ઇતિહાસનું સંશોધન થયું છે તેનું

પુન: સંશોધન કરે. આમ કરવાથી અસંખ્ય અજાણી અને અદ્ભુત વાતો બહાર તો આવશે જ અને ખોટી ઉમેરાઈ ગયેલી વાતો સ્વયં રદ થશે. જ્યાં સુધી આ કાર્ય નહિ થાય ત્યાં સુધી જૈન

ઇતિહાસ લેખન અધુરૃં રહેશે.
જ્યાં વિશાળ જ્ઞાાનભંડારો છે તે સંસ્થાઓએ આ માટે આગળ આવવું જોઈએ.

Post Comments