Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંખ છીપ, અંતર મોતી

પ્રકાંડ વિદ્વાન જૈન મુનિ ભાનુચન્દ્રજીએ ઇતિહાસકાર અબુલ ફઝલને છ દર્શનનો અભ્યાસ કરાવ્યો !
બાદશાહ અકબરે માંગવાનું કહ્યું ત્યારે જૈનમુનિ ભાનુચન્દ્રજીએ જામનગરના રાજાને છોડી મૂકવાનું કહ્યું !


ગુજરાતના સૂબા અઝીઝકોકાએ જામનગરના રાજા સામે લડાઈ શરૃ કરી અને જીત મેળવી. તેણે દિલ્હી સમાચાર મોકલ્યા કે રાજા જામસતાજીને પકડી લેવામાં આવ્યા છે અને તેમના સૈનિકો સાથે જેલમાં પૂરી દીધા છે.

જ ગતગુરુ આચાર્યશ્રી હીરસૂરીજી મહારાજનો સમયકાળ જૈન શાસનનો સુવર્ણકાળ બની રહ્યો. તેમના અનેક શિષ્યોએ બાદશાહ અકબરને ધર્મ પ્રત્યે વાળીને અનોખી શાસન પ્રભાવના કરી. વિજય હરીસૂરીજી મહારાજ ચાતુર્માસ પૂર્ણ થયા પછી દિલ્હીથી વિહાર કરવાની તૈયારી કરવા માંડયા ત્યારે બાદશાહ અકબરે વિનંતી કરી કે આપના કોઈ વિદ્વાન શિષ્યને દિલ્હી મુકતા જાઓ, જે મને ધર્મ વિશે હંમેશાં કહે.

શ્રી હીરસૂરીજી મહારાજે મુનિશ્રી ભાનુચંદ્રજીને દિલ્હી રોકવાની આજ્ઞાા કરી. અકબરના દરબારમાં નવરત્નો હતા. રત્ન સમાન એ મહાન વિદ્વાનો દિલ્હીના દરબારમાં પોતાની જ્ઞાાન પ્રતિભાથી સૌને સમ્મોહીત કરતા હતા.

વિદ્વાન ઇતિહાસકાર અબુલ ફઝલને ઇચ્છા થઈ કે ભારતમાં છ ધર્મ દર્શનો છે. તેને વિશે મારે જાણવું છે.
શ્રી ભાનુચંદ્રજી મુનિ ભારતીય દર્શનોના પ્રકાંડ વિદ્વાન હતા. તેમણે અબુલ ફઝલને શ્રી હરિભદ્રસૂરિ મહારાજનો રચેલો 'ષડ્દર્શન સમુચ્ચય' નામનો ગ્રંથ ભણાવ્યો.

અબુલ ફઝલ એ ગ્રંથનો સાદ્યંત સ્વાધ્યાય કરીને આફ્રીન પોકારી ગયા.
અબુલ ફઝલે જોયું હતું કે એક ધર્મ બીજા ધર્મની ટીકા કરે છે. પોતાના ધર્મની પ્રશંસા કરે છે. પોતાના ધર્મની પ્રશંસા કરે છે. કિન્તુ આ ગ્રંથ એવો હતો કે જેમાં ભારતના છએ ધર્મ દર્શનો વિશે ચર્ચા હતી પણ તેમાં ક્યાંય કોઈની ટીકા નહોતી. અભ્યાસી સ્વયં નક્કી કરે કે જે પોતે ભણ્યા તેમાં વિશિષ્ટ તત્વજ્ઞાાન શેમાં છે ! તેમણે આ વિશે મુનિ ભાનુચન્દ્રજીને કહ્યું ત્યારે મુનિશ્રી એટલું જ બોલ્યા કે જૈન ધર્મ અનેકાન્તવાદમાં માને છે. અને એ જ તેની મહાનતા છે.

મોગલ સમયકાળ યુદ્ધનો છે.
ગુજરાતના સૂબા અઝીઝકોકાએ જામનગરના રાજા સામે લડાઈ શરૃ કરી અને જીત મેળવી. તેણે દિલ્હી સમાચાર મોકલ્યા કે રાજા જામસતાજીને પકડી લેવામાં આવ્યા છે અને તેમના સૈનિકો સાથે જેલમાં પૂરી દીધા છે.

આ સમાચાર મળ્યા ત્યારે શહેનશાહ અકબર મુનિ ભાનુચન્દ્રજીને વંદન કરવા આવ્યા હતા. ઉપાશ્રયમાં જ આ ખબર મળ્યા. અકબર ખુશ ખુશ થઈ ગયા. કિન્તુ તે સમયે મુનિવર તો બિલકુલ શાંત ઉભા હતા, સ્વસ્થ ઉભા હતા.

બાદશાહ અકબરે મુનિશ્રીને કહ્યું કે આપને વંદન કરવા આવ્યો અને મારી જીતના સમાચાર મળ્યા. આ આનંદનો અવસર છે. આપ મારી પાસેથી કંઈક સ્વીકારો. આપ જે માંગશો તે આપીશ.
મુનિવર મૌન બેઠા રહ્યા.

એકબર બાદશાહે કહ્યું, ' મુનિરાજ, હું જાણું છું કે આપ સંસારથી દૂર છો પણ મારા માટે આજે ખૂબ આનંદનો અવસર છે. આપ આજે ન માંગો તો ન ચાલે.'

મુનિશ્રી મૌન બેઠા હતા.
બાદશાહે ફરી આગ્રહ કર્યો.

એ સમયે મુનિશ્રીએ કહ્યું કે જો આ આનંદનો અવસર હોય તો તેમાં સૌ સહભાગી થવા જોઈએ. તે આનંદનો લાભ સર્વત્ર વહેંચાવવો જોઈએ, સૌને સુખ થવું જોઈએ.
બાદશાહે સમ્મતિ આપી.

મુનિશ્રી કહે, ' જો આપ હા પાડો છો તો આપના આનંદના અવસરે એવું કંઈક કરો કે આપને તો ઠીક પણ દુશ્મનની જિંદગીમાં પણ કોઈ યાદગાર ઘટના બને.'
બાદશાહ કહે, એટલે ?'
બાદશાહને સમજાયું નહી.

તે સમયે મુનિશ્રીએ પોતાની વાતનું રહસ્ય ખોલતા કહ્યું કે, ' તમે દિલ્હીના બાદશાહ નથી પણ ભારતવર્ષના બાદશાહ છો. તમારો આનંદ સર્વલોકો સુધી પહોંચવો જોઈએ.'
બાદશાહ કહે,' એ કેવી રીતે બને ?'

મુનિવર કહે, ' આપે માંગવાનું કહ્યું એટલે હું એટલું જ માગું છું કે જામસતાજીને પણ કારાવાસમાંથી મુક્ત કરો, એમના સૈનિકોને પણ મુક્ત કરો.'
શહેનશાહ અકબર ચમકી ગયા.

એમને કલ્પના નહોતી કે આ જૈન મુનિવર આટલી વિશિષ્ટ વાત કરશે. બાદશાહ અકબર વચન પાલક હતા. તેમણે જામનગરના રાજવી જામસતાજી અને તેમના સૈનિકોને છોડી મુક્યા. ભારતના એક ખૂણેથી બીજા ખૂણા સુધી વિચારતા અને ત્યાગના ભંડાર સમાન જૈન સાધુઓએ આવી રીતે ત્યાગ અને વૈરાગ્ય અને અહિંસા દ્વારા ધર્મ પ્રભાવના કરી.

પ્રભાવના:
જૈનશાસનમાં સુપાત્ર દાનનો અપૂર્વ મહિમા છે. જે દેવ, ગુરુ અને ધર્મના માર્ગે દાન કરે છે. તેવા દાનવીરનું ભાવવિશ્વ કેવું હોય ? ' ઉપદેશ પ્રસાદ' નામના ગ્રંથમાં કહે છે:  સુપાત્ર દાન કરવાના સમયે આંખમાં આનંદના અંસુ વહે, શરીરમાં રોમાંચ ખડા થઈ જાય, મનમાં બહુમાન જાગે, પ્રિય વચન બોલે અને દાનની અનુમોદના કરે:  સુપાત્રદાનના આ પાંચ લક્ષણ પાંચ આભૂષણો છે.

- આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

Post Comments