Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા- દેવેશ મહેતા

ભગવાન દત્તાત્રેયના ચોવીસ ગુરુઓ

શ્રીમદ્ ભાગવત મહાપુરાણના અગિયારમા સ્કંધના સાતમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્વવજીને જ્ઞાાનોપદેશ આપે છે એ દરમિયાન યદુરાજા અને ભગવાન દત્તાત્રેયનો ઇતિહાસ સંભળાવે છે. એક વખત અવધૂત વેષવાળા જ્ઞાાની ગુરુદેવ દત્તાત્રેયને સદાય તરુણ અને નિર્ભયપણે પરિભ્રમણ કરતા જોઈ ધર્મવેત્તા યદુરાજાએ પૂછયું હતું - ' હે બ્રહ્મન ! આપ આકર્તા હોવા છતાં આપની બુદ્ધિ આટલી વિશુધ્ધ શેને લીધે છે ? જે મળવાથી આપ જ્ઞાાની હોવા છતા આ સંસારમાં બાળકની જેમ ફરો છો.

કામ અને લોભના દાવાનળથી જ્યારે જગત બળી રહ્યું છે જેમ ગંગાજળમાં રહેલા હાથીને અગ્નિનો તાપ લાગતો નથી તેમ આપ સંસારના તાપથી પર રહી શકો છો.'

આ સાંભળીને દત્તાત્રેય પ્રભુએ કહ્યું હતું- ' સન્તિમે ગુરવો રાજન્ બહુવો બુદ્ધયુપાશ્રિતા : । યતોબુદ્ધિમુપાદાય મુક્તોડયામીહ તાઞ્છૃણુ ।। હે રાજા ! મેં મારી બુધ્ધિથી જ્યાંથી પણ જ્ઞાાન ગ્રહણ થાય ત્યાંથી ગ્રહણ કરીને ઘણા ગુરુઓ સેવ્યા છે. તેમની બુધ્ધિનો આશ્રય કરી હું બાળકની માફક મુક્ત બનીને ફરું છું.

એ ગુરુઓની સંખ્યા ચોવીસ છે અને તે આ પ્રમાણે છે- પૃથ્વી, વાયુ. આકાશ, પાણી, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કપોત, અજગર, સમુદ્ર, પતંગિયુ, મધમાખી, હાથી ભમરો, હરણ, માછલી, પિંગલા નામની ગણિકા, ટિટોડી, બાળક, કુમારી, બાણ બનાવનાર, સર્પ, કરોળિયો અને રેશમનો કીડો આ ચોવીસનો મેં ગુરુ તરીકે સ્વીકાર કર્યો છે.

૧. પૃથ્વીં જેમ બધા જ પૃથ્વીને દબાવે છે તેમ પ્રારબ્ધને વશ થયેલા લોકો કદાચ આપણને દબાવે તો આપણે ચલિત થવું નહિ એ સહનશીલતા અને ક્ષમતાનું વ્રત હું પૃથ્વી પાસેથી શીખ્યો છું.

૨. વાયુ : અનેક પ્રકારના ધર્મવાળા વિષયોમાં રહેવા છતાં તેમના ગુણ- દોષથી પર રહી આસક્ત ન થવું એ હું વાયુ પાસેથી શીખ્યો.

૩. આકાશ : આકાશ જેમ વાદળોથી અલ્પિત રહે છે તેમ ગુણોથી પર રહેવું એ હું આકાશ પાસેથી શીખ્યો.

૪. જળ : મુનિએ પાણીની જેમ સ્વચ્છ, કોમળ, મધુર, પવિત્ર થવાનું સ્થાન, દર્શન, સ્પર્શ તથા સેવનથી પવિત્ર કરનાર થવું.

૫. અગ્નિ : યોગીએ અગ્નિની માફક તેજસ્વી, તપથી ઓજસ્વી, બીજા કોઈથી ક્ષોભ ન પામનાર, અસંગ્રહી, સર્વભક્ષી બનવું. દોષનો કદીય સ્વીકાર કરવો નહીં.

૬. ચંદ્ર : જેમ અગમ્ય માર્ગવાળા કાળને લીધે ચંદ્રની કળાઓ વધે છે અને ઘટે છે, પણ ચંદ્ર પોતાના અસલ સ્વરૃપમાં કાયમ રહે છે. તે રીતે જન્મથી આરંભી મરણ સુધીના ભાવો દેહના છે, આત્માના નથી એ હું ચંદ્ર પાસેથી શીખ્યો.

૭. સૂર્ય : જેમ સૂર્ય પોતાના કિરણોથી જળને ખેંચી યોગ્ય સમયે પાછું આપે છે તેમ યોગીપુરુષોએ સ્વીકાર નો કે ત્યાગનો અભિનિર્વેશ કરવો નહીં.

૮: કપોત- હોલો : માણસે કોઈની સાથે વધુ પડતો સ્નેહ બાંધવો નહીં જે માણસ આશાન્ત, સુખ- દુ:ખમાં મગ્ન રહી માત્ર કુટુંબના પોષણમાં આસક્ત હોય છે તે પોતાના પરિવાર સાથે કપોતની જેમ દુ:ખી થાય છે.

૯. અજગર : હે રાજન મુનિએ નિષ્કિય રહીને અજગરની માફક સરસ કે નિરસ, વધારે કે ઓછું જે મળે તેમાંથી નિર્વાહ ચલાવવો.

૧૦. સમુદ્ર : જેમ સમુદ્ર પ્રસન્ન, ઘીર, ગંભીર, અતાગ, અક્ષુબ્ધ અને સ્થિર હોય છે તેમ મુનિએ તેવા બનવું. ૧૧. પતંગિયુ : જેમ પતંગિયું રૃપના લોભથી અગ્નિમાં પડે છે તેમ દેવમાયારૃપ સ્ત્રીને જોતાં અજીતેન્દ્રિય પુરુષ તેના મોહમાં નાશ પામે છે.

૧૨. ભમરો : મુનિઓએ ભિક્ષાવૃત્તિ રાખવી. દેહ ટકી રહે તે માટે થોડું ખાવું. ભમરો ફલમાંથી સારગ્રહણ કરે છે. એવી રીતે સારગ્રાહી રહેતું.

૧૩. મધમાખી : ભિક્ષુ- યતિએ સાંજ માટે કે બીજા દિવસ માટે સંગ્રહ કરનારા ના બનવું. નહીંતર સંગ્રહ સાથે મધમાખીની જેમ નાશ પામે છે.

૧૪. હાથી : યોગીએ વિષય વાસનાથી દૂર રહેવું. નહીંતર જેમ હાથણીના અંગસંગથી મોટો હાથી પણ બંધાઇ જાય છે. તેમ તે બંધાઈ જશે.

૧૫. હરણ : વનમાં રહેતો હોવા છતાં યતિએ ગ્રામ્ય ગીતો સાંભળવા નહીં. ગીતથી મોહ પામેલા હરણના બંધનથી આ શીખવું.

૧૬. માછલી : સ્વાદેન્દ્રિયના મોહમાં જેમ માછલી મરણ પામે છે તેમ જીભના રસના મોહમાં માનવી મરણ પામે છે. જે જીભને જીતી શકે તે બધું જીતી શકે છે.

૧૭. પિંગલા ગણિકા : જેમ પિંગલા નામની ગણિકા વ્યભિચારી પુરુષની આશાનો ત્યાગ કરી નિરાંતે સૂતી તેમ આશા- તૃષ્ણા જ મોટું દુ:ખ છે. અનાસક્તિ જ પરમ સુખ છે.

૧૮. ટિટોડી : એક ટિટોડી પાસે માંસ હોવાથી તે ખાવા માંસ વગરના બીજા ટિટોડા તેને મારવા દોડયા ત્યારે તેણે તે છોડી દેતા તે બચી ગઈ અને સુખી થઈ હતી તેમ જ્ઞાાનીપુરુષ પરિગ્રહનો ત્યાગ કરે ત્યારે સુખ પ્રાપ્ત કરે છે.

૧૯. બાળક : જેમ બાળકને માન કે અપમાન હોતા નથી, ઘર- પરિવારવાળાને જે ચિંતા હોય છે તે હોતી નથી. એ રીતે હું પોતાનામાં મસ્ત અને આનંદપૂર્ણ બની બાળકની માફક વિહાર કરું છું.

આ જગતમાં બે જ જણ ચિંતાથી મુક્ત અને પરમાનંદમાં મસ્ત હોય છે એક અજ્ઞાાની, નિર્દોષ બાળક અને બીજા ગુણાતીત ભગવદ્ભક્તો.

૨૦. કુમારી : જ્યારે અનેક માણસો ભેગા થાય ત્યારે કજિયો થાય. બે જણ હોય તો વાત પણ થાય. માટે યોગીએ, કુમારીના હાથમાં એક કંકણ રહેતા અવાજ ન થાય તે બોધ ગ્રહણ કરી એકલા રહેવું, એકલા ફરવું.

૨૧. બાણ બનાવનાર : જેમ બાણ બનાવનાર પોતાનું ચિત્ર માત્ર બાણ બનાવવામાં સંલગ્ન હોવાથી પાસેથી વાજેતગાજતે જતા રાજાને જોઈ શક્યો નહીં.

તેમ બ્રહ્મમાં સંલગ્ન ચિત્તવાળો યોગી બાહ્ય કે અભ્યાંતર વિષયોને જાણતો નથી.

૨૨. સર્પ : મુનિએ સર્પની માફક એકલા ફરવું. ઘર રાખવું નહીં.  સાવધાન રહેવું. એકાંતવાસ કરવો. પોતાના આચાર ગુપ્ત રાખવા અને ઓછું બોલવું.

૨૩. કરોળિયો : જેમ કરોળિયો પોતાના મુખમાંથી જાળ ઉત્પન્ન કરે છે, તેમાં રમણ કરી તેને ગળી જાય છે.

તેમ ઇશ્વર પણ જગતને સર્જે છે, તેમાં વિહાર કરે છે અને તેનો વિનાશ કરે છે તેમ સમજવું. ૨૪. ભમરીનાદરનો કીડો : જેમ ભમરીએ તેના દરમાં મૂકેલો કીડો ભમરીનું ધ્યાન ધરતાં તેનું જ સ્વરૃપ પામે છે. તે ભમરી જ બની એકાગ્ર કરે છે ને સ્વરૃપને તે પામે છે. તે પોતે જેનું ધ્યાન ધરે છે તેવો બની જાય છે ! આ ઉપરાંત આ શરીર મારો પચ્ચીસમો ગુરુ છે.

જન્મ- મરણના દુ:ખને લીધે તે વૈરાગ્ય આપનારો છે, તત્વવિચાર કરવાથી વિવેક આપે છે. છતાંય એ પારકો છે એ વિચારે એના પર પ્રીતિ ન રાખતા નિ:સંગ થઈને કરું છું. એ બ્રહ્મ સાક્ષાત્કારનું શ્રેષ્ઠ સાધન પણ બની રહે છે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments