Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિમર્શ - ચંદ્રહાસ ત્રિવેદી

જો તમે શ્રદ્ધાથી હાથ ઊંચા કરીને પ્રાર્થના કરશો તો ઉપરથી કોઈ અદૃષ્ટ હાથ તમને સહાય કરવા લંબાશે

આકાશમાં રહેલું કોઈ અજ્ઞાાન બળ કે અદૃષ્ટ શક્તિ ચેતન માત્રને ઉપર તરફ ખેંચે છે. પણ બંને પ્રક્રિયાઓ વચ્ચે મોટો તફાવત એ છે કે વસ્તુ જેમ જડ તેમ તે નીચે તરફ વધારે ખેંચાય છે.

આજે આપણે ત્યાં ગુરુત્વાકર્ષણની શક્તિની વાત સૌ કોઈ જાણે છે. ગુરુત્વાકર્ષણનું બળ એક વૈજ્ઞાાનિક તથ્ય છે. જેનો સૌને અનુભવ હતો પણ તેની તે રીતની રજૂઆત કરનાર વિજ્ઞાાની ન્યૂટન હતો. ન્યૂટને ઝાડ ઉપરથી પડતા ફળને જોયું અને તેને વિચાર આવ્યો કે આ ફળ નીચે જ કેમ પડયું ?  આડુ- અવળુ કે ઊંચે કેમ ન ગયું ? આ વાત ઉપર તે સતત વિચાર કરતો રહ્યો અને તેણે શોધી કાઢયું કે પૃથ્વીમાં એવી કોઈ અદૃષ્ટ શક્તિ છે જે વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે. જેથી કંઈ પડે છે તે નીચે જ આવે છે. સામાન્ય લાગતી આ વાતમાં એક ગહન સત્ય છુપાયેલું હતું. જેનો ન્યૂટને આવિષ્કાર કર્યો અને દુનિયા સમક્ષ તેને નિયમ તરીકે રજૂ કર્યો.

આવું જ કંઈ કુદરતમાં બને છે કે આકાશમાં રહેલી કોઈ અજ્ઞાાનશક્તિ જીવના સૂક્ષ્મ ભાવના તરંગોને ઉપર તરફ ખેંચે છે અને તેની સાથે અનુસંધાન થતાં ચેતનામાં પરિવર્તન થવા લાગે છે. તેને કારણે ચેતના હળવાશ અનુભવે છે. અને તેને પ્રસન્નતા લાગે છે. આ વાત પણ ગુરુત્વાકર્ષણની વાત જેવી જ વૈજ્ઞાાનિક છે પણ તેનાથી આપણે એટલા પરિચિત નથી. ભલે આપણને તે વાતની જાણકારી ન હોય પણ આપણે તે અનુભવી શકીએ છીએ.

આ પ્રકારની અનુભૂતિ માટે આપણે શાન્ત રહીને આપણી આસપાસની વસ્તુઓ કે વ્યકિતઓથી જરા અલગ પડી જઈને આપણી અંદર ઊતરવું પડે છે. આપણે બાહ્ય જગતથી જેટલા વધારે દૂર જઇશું અને અંદરના સૂક્ષ્મ જગતના સંપર્કમાં આવીશું એટલી આપણી અનુભૂતિ સ્પષ્ટ થતી જશે. આ વાતનું સૂક્ષ્મ અવલોકન કરીને પશ્ચિમના વિજ્ઞાાની સિમન વેલે એક પુસ્તક લખ્યું છે જેનું તેણે 'ગ્રેસ એન્ડ ગ્રેવિટિ' નામ આપ્યું. તેનો તાત્ત્વિક અર્થ થાય છે ઇશ્વરી કૃપા અને ગુરુત્વાકર્ષણ.

આ પુસ્તકમાં સિમનવેલ કહે છે કે જમીન-પૃથ્વી જેમ ચીજોને પોતાની તરફ નીચે ખેંચે છે તેમ આકાશમાં રહેલું કોઈ અજ્ઞાાન બળ કે અદૃષ્ટ શક્તિ ચેતન માત્રને ઉપર તરફ ખેંચે છે. પણ બંને પ્રક્રિયાઓ વચ્ચે મોટો તફાવત એ છે કે વસ્તુ જેમ જડ તેમ તે નીચે તરફ વધારે ખેંચાય છે. તેની સામે વસ્તુ જેમ સૂક્ષ્મ અને તરલ તેમ તે ઉપર તરફ ખેંચાય છે.

આ જ વાતને વૈજ્ઞાાનિક રીતે મૂકીએ તો આ બંને પ્રક્રિયાઓની પાછળ અદૃષ્ટ એવી ઊર્જા જ કામ કરી રહી હોય છે. સિમન વેલ કહે છે કે વસ્તુને ઉપર તરફ ખેંચનાર શક્તિ ઘણી સૂક્ષ્મ હોય છે. એટલે તે તરલ ભાવોને જલ્દીથી પકડી શકે છે અને તેનું અદૃષ્ટ સાથે મિલન થતાં જીવાત્મા એક પ્રકારની હળવાશ અનુભવે છે. અને તેને ચિત્તની પ્રસન્નતા લાગે છે. તેથી તેને ઇશ્વરી કૃપા કહી હશે એમ લાગે છે.

ગુરુત્વાકર્ષણની વાત આપણી સમજમાં જલ્દીથી આવે છે. કારણકે તે વાત સ્થૂળ છે. જ્યારે ઇશ્વર અનુગ્રહની વાત જરા સૂક્ષ્મ છે. એમાં આપણે વસ્તુને ઉપર જતાં જોઈ શક્તા નથી. તેમ છતાંય તેની પ્રતીતિ જીવની પ્રસન્નતાથી વર્તાયા વિના રહેતી નથી. ફૂલ જ્યારે ખીલે છે. ત્યારે તે ઊધ્વેમુખી બને છે. સૂરજમુખી ફૂલમાં આ પ્રક્રિયા આપણને સ્પષ્ટ વર્તાય છે. ફૂલ જ્યારે કરમાઈ જાય છે ત્યારે તે પ્રસન્ન નથી દેખાતું તે કરમાઈને નીચે પડે છે.

બીજ જ્યારે જીવનશક્તિથી ભરાઈ જાય છે અને ઐશ્વરીય ઊર્જાનું તેના ઉપર ખેંચાણ વધી જાય છે. ત્યારે બીજમાંથી અંકૂર ફૂટે છે. તેમાંથી છોડ પલ્લવિત થાય છે અને છેવટે તેમાંથી આકાશને આંબતું વૃક્ષ ઊગી નીકળે છે. સિમન વેલ આ ઉપર તરફ ખેંચતી ઊર્જાને ગ્રેસ કહે છે. પ્રસાદ કહે છે. તેને કારણે નિ : ષ્પ્રાણ જેવી દેખાતી વસ્તુઓમાં પ્રાણનો સંચાર થાય છે. અને તેનાથી તે જીવંત બનીને ઊધ્વેમુખી થઈને પ્રસન્નતાથી ભરાઈ જાય છે.

મનુષ્ય જ્યારે ધ્વેષ, વેર, ધિક્કાર અને હિંસા જેવા ભાવોથી ભરાઈ જાય છે. ત્યારે પૃથ્વીની શક્તિ તેને નીચે તરફ ખેંચે છે. તેથી તે ભારે થઈ જાય છે. અને વિષાદથી ભરાઈ જાય છે. અને ન કરવા જેવાં કામો કરી બેસે છે. માણસ જ્યારે પ્રેમ, ભક્તિ અને પરોપકાર જેવા ભાવોથી ભરાઈ જાય છે. ત્યારે તેનું ચિત્ત પ્રસન્નતા અનુભવે છે. તે સમયે તે એક પ્રકાની હળવાશ અનુભવે છે.

માણસ જ્યારે પ્રાર્થના કરે છે, ધ્યાનમાં ઊતરે છે. ત્યારે અદૃષ્ટ આકાશીય શક્તિ તેને ઉપર તરફ ઊઠાવે છે. તે સમયે તેનું મન શાન્ત થઈ જાય છે અને તે અસ્તિત્વ સાથે એક પ્રકારનું તાદાત્મ્ય અનુભવે છે. આને મળતી વાત આપણે ત્યાં મહર્ષિ અરવિંદ ઘોષે તેમના પૂર્ણયોગમાં કહેલી છે. તેથી તો આપણે ત્યાં કહેવાય છે કે તમે શ્રદ્ધાથી હાથ ઊંચા કરીને પ્રાર્થના કરશો તો કોઈ અદૃષ્ટ હાથ તમને ઊંચે ઊઠાવવા આગળ આવશે.

પ્રાર્થના, ધ્યાન, દર્શન, વંદન  આ બધી ધર્મક્રિયાઓ મનુષ્યને ઉપર તરફ ઊંઘાડનારી ક્રિયાઓ છે. જો તે બધી ક્રિયાઓ ભાવથી -શુધ્ધ ભાવથી થતી હોય છે. તો તેની અસર તત્કાળ વર્તાતી હોય છે. જો આ ક્રિયાઓ કેવળ ઔપચારિકતાથી થતી હોય છે. તો તેની તાકાત બહુ અલ્પ હોય છે. જેથી માણસને તેના પરિણામનો ખાસ અનુભવ થતો નથી.

આમ તો આ બધી વાતોથી આપણે પરિચિત છીએ પણ તેની પાછળના વિજ્ઞાાનનો આપણને ખ્યાલ ન હોવાથી આપણે તેની અવગણના કરીએ છીએ અને ઐશ્વરીય ઊર્જાના લાભથી વંચિત રહી જઈએ છીએ. વાત જરા ગહન છે પણ સમજીને જીવનમાં ઊતારવા જેવી છે. વિશ્વમાં પ્રવર્તમાન અદૃષ્ટ શક્તિઓને આપણે જાણીએ તો તેનો ઉપયોગ કરીને આપણે જીવનને વધારે સ્વસ્થ, શાંત અને પ્રસન્ન રાખી શકીએ.

Post Comments