Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા - દેવેશ મહેતા

ગાયત્રી મંત્રની વ્યાહૃતિઓ અને અગ્નિહોત્રનું માહાત્મ્ય

જગદ્ગુરુ આદિ શંકરાચાર્યજીએ કહ્યું હતું- ''ગાયત્રીના મહિમાનું વર્ણન કરવું એ મનુષ્યની શક્તિની બહારની વાત છે. બુદ્ધિ હોવી એ એક એવું મોટું કાર્ય છે જેની બરોબરી સંસારના બીજા કોઈ કાર્યથી આવી શકતી નથી. આત્મજ્ઞાાન મેળવવા માટેની દિવ્ય દૃષ્ટિથી જે બુદ્ધિથી મળે છે એની પ્રેરણા ગાયત્રી દ્વારા મળે છે. ગાયત્રી એ આદિ મંત્ર છે.''

સ્કંદપુરાણની સૂક્ત સંહિતામાં ગાયત્રી મંત્રના સંદર્ભમાં કહેવાયું છે -

યો નો।સ્મકં ધિયશ્ચિન્તાન્યન્તર્યામિ સ્વરૃપત :  ।
પ્રચોદયાત્ પ્રેરયેચ્ય તસ્ય દેવસ્ય સુવ્રતા :  ।।


''અમારી બુદ્ધિ તેમજ વિચારોને અંતર્યામી સ્વરૃપે શુભ કર્મોમાં જે પ્રેરિત કરે છે એનું અમે વ્રત કરીએ.''
ગાયત્રી મંત્રના આરંભમાં ઁ કાર પછી ભૂ : , ભુવ :  અને સ્વ :  એ ત્રણ વ્યાહૃતિઓ આવે છે. આ ત્રણે વ્યાહૃતિઓ અનેક પ્રકારના ત્રિવિધ બોધ આપે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ આદિ દેવો સર્જન, પોષણ, સંહારનું પ્રતિનિધિત્વ કરે છે એની ત્રણ શક્તિઓના નામ ભૂ : , ભુવ :  અને સ્વ :  તરીકે ઓળખાય છે તેની સાથે સત્વ, રજસ્ અને તમસ્  એ ત્રણ ગુણો પણ સંકળાયેલા છે. ભૂ : ને બ્રહ્મા, ભુવ : ને પ્રકૃતિ અને સ્વ : ને જીવ પણ કહેવામાં આવે છે. અગ્નિ, વાયુ અને સૂર્ય એ મુખ્ય દેવતાઓનું પ્રતિનિધિત્વ આ ત્રણ વ્યાહૃતિઓ કરે છે. વૃદ્ધહરીતિના છઠ્ઠા અધ્યાયના એકાણુમા શ્લોકમાં કહેવાયું છે -

''અગ્નિર્વાયુ તથા સૂર્યસ્તેભ્ય એવ હિ જેનિહે ।
સ એતા :  વ્યાહૃતિર્યહુ :  વા સર્વવેદં જુહોત વૈ ।


''અગ્નિ, વાયુ અને સૂર્ય આ વ્યાહૃતિઓમાંથી ઉત્પન્ન થયા છે. જે વ્યાહૃતિઓ સહિત જપ કરે છે કે હોમ કરે છે તે તમામ વેદોનો પાઠ કરવા બરાબર ફળ મેળવે છે.'' ગાયત્રી મંત્રની ત્રણ વ્યાહૃતિઓમાં બધું જ આવી જાય છે. એટલે જ કહેવાયું છે -

'સારભૂતશ્ચા વેદાનાં ગુહ્યોપનિષદ :  સ્મૃત :  ।
તાભ્ય :  સારં તુ ગાયત્ર્યા વ્યાહૃતિત્રયમ્ ।।


વેદોનો સાર ઉપનિષદ છે, ઉપનિષદનો સાર ગાયત્રી છે અને ગાયત્રીનો સાર 'ભુ ર્ભુવ :  સ્વ : ' એ ત્રણ વ્યાહૃતિઓ છે.

વૈદિક મંત્રો સાથે અગ્નિમાં આહુતિ આપવાના યજ્ઞા કે હોમને અગ્નિહોત્ર કહેવામાં આવે છે. આ એક વિશિષ્ટ હોમ છે જે દરરોજ કરવામાં આવે છે અને એના અગ્નિને કાયમ પ્રજ્વલિત રખાય છે. હિંદુ વિવાહમાં પણ અગ્નિને સાથે રાખીને હવન કરાય છે. અગ્નિહોત્ર સામાન્ય રીતે સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયે કરાય છે પરંતુ વ્યાહૃતિ હોમ આખા દિવસમાં ગમે ત્યારે કરી શકાય છે.

અગ્નિહોત્ર મંત્ર જે સૂર્યોદય સમયે બોલીને હોમ આપવાનો હોય છે તે આ પ્રમાણે છે

'સૂર્યાય સ્વાહા, સૂર્યાય ઇદં ન મમ્ । પ્રજાપતયે સવાહા, પ્રજાપતયે ઇદં ન મમ ।।.

સૂર્યાસ્ત સમયે બોલવાનો અગ્નિહોત્ર મંત્ર આ પ્રમાણે છે -

'અગ્નયે સ્વાહા અગન્યે ન ઇદં મમ । પ્રજાપતયૈ સ્વાહા, પ્રજાપતયૈ ઇદં ન મમ્ ।।

એ રીતે વ્યાહૃતિ હોમ કરતી વખતે બોલવાના મંત્રો આ પ્રમાણે છે -

'ભૂ :  સ્વાહા અગ્નયે ઇદં ન મમ । ભુવ :  સ્વાહા વાયવે ઇદં ન મમ્ ।
સ્વ :  સ્વાહા સૂર્યાય ઇદં ન મમ્ । ભુર્ભુવ :  સ્વ :  સ્વાહા પ્રજાપતયે ઇદં ન મમ ।।''


અગ્નિહોત્ર એક વૈજ્ઞાાનિક પ્રક્રિયા છે તે પદાર્થને સખત કે દ્રવ્ય રૃપમાં રાખવાના બદલે વાયુભૂત કે બાષ્પીભૂત બનાવી તેના ગુણધર્મોથી લાભાન્વિત કરે છે. શ્વાસ માર્ગથી વાયુ શરીરમાં પ્રવેશી શરીરના દરેક ઘટકને એનો ફાયદો કરાવે છે. વાયુની વ્યાપકતા અને સૂક્ષ્મતા વધારે છે તે તો સમજી શકાય એમ છે. આયુર્વેદમાં ધૂમ્ર ચિકિત્સાના ઘણા પ્રયોગો આવે છે.

ઘણા રોગોની ચિકિત્સામાં ઔષધિઓનો ધૂમાડો રોગગ્રસ્ત અવયવોને આપી ઉપચાર કરાય છે. અગ્નિહોત્ર, હોમ, ધુમાડાને ફેલાવવાનું નહીં પણ ઊર્જાને નિસ્સારિત કરવાનું કામ કરે છે. અગ્નિહોત્ર શારીરિક અને માનસિક આધિ- વ્યાધિ- નિવારવાનું કામ કરે છે એટલે જ સોળ સંસ્કાર ગ્રહણ કરતી વખતે તથા વિવિધ પૂજા-વિધિ દરમિયાન યજ્ઞા કે નાનો હોમ કરવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયના પાંચમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે -

યજ્ઞાદાનતપ : કર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ ।
યજ્ઞાો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્ ।।


''યજ્ઞા, દાન અને તપરૃપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી એ તો ચોક્કસ કરવા જ જોઈએ. કેમ કે યજ્ઞા, દાન અને તપ - એ ત્રણેય કર્મો જ્ઞાાની મનુષ્યોને પણ પવિત્ર કરનારા છે.''

ઋગ્વેદ કહે છે - ''વિશ્વ શાંતિનો સર્વશ્રેષ્ઠ આધાર યજ્ઞા જ છે.'' પ્રશ્નોપનિષદમાં યજ્ઞાને દેવતાઓ, પિતૃઓ અને ઋષિઓનો ''જીવન- પ્રાણ' કહેવામાં આવ્યો છે. છાંદોગ્ય ઉપનિષદમાં ઉદકોશલ બ્રહ્મચારીને કે જે સત્યકામ જાબાલને ત્યાં બ્રહ્મવિદ્યા શીખવા ગયો હતો, અગ્નિ દેવો વડે બ્રહ્મવિદ્યાનો ઉપદેશ પ્રાપ્ત થયો હતો એનું વર્ણન જોવા મળે છે.

રાવણને જ્યારે એની હાર થતી દેખાવા લાગે છે ત્યારે તેણે તેના પુત્ર ઇન્દ્રજિતને એક મોટો યજ્ઞા કરવાનો આદેશ આપ્યો હતો. જો તેણે તે પૂરો કરી લીધો હોત તો રાવણ અજેય બની જાત. એવું ના હોય એટલા માટે વિભિષણ અને લક્ષ્મણે એ યજ્ઞાને નિષ્ફળ કરી દીધો હતો. ભગવાન શ્રીકૃષ્ણની દિનચર્યાનો અભ્યાસ કર્યા પછી ખ્યાલમાં આવે છે કે તે દરરોજ વિધિપૂર્વક સંધ્યા- ઉપાસના, ગાયત્રી જપ વગેરે કર્મો કરવાની સાથે અગ્નિહોત્ર કરતા હતા. આ જ બતાવે છે કે અગ્નિહોત્ર, વ્યાહૃતિ હોમ, ગાયત્રી મંત્ર જાપ કેટલા મહત્ત્વના છે !

Post Comments